કોઈ મહિલાને ગર્ભમાં (ગર્ભની થેલીમાં) કોઈ જાતનો સોજો હોય, દર્દ હોય, રસોલી હોય કે ગાંઠ હોય ત્યારે આ પ્રયોગ કરવાથી આ સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
ઉકાળો
1 100 ગ્રામ કાંચનાર (છાલ)
2 100 ગ્રામ ગોખરુ
ઉપરની બંને વસ્તુ લઈ તેનું ચૂર્ણ બનાવી લો. સવારે એક મોટી ચમચી ચૂર્ણ લઈ એક થી દોઢ ગલાસ સાદા પાણીમાં પલાળી રાખો. સાંજના સમયે આ પાણીને ધીમે તાપે ઉકાળો.
પાણી જ્યારે અડધો ગ્લાસ બાકી રહે ત્યારે નીચે ઉતારી કપડાથી ગળી લો અને તેનું સેવન કરો.
આવીજ રીતે સાંજના સમયે ચૂર્ણને પાણીમાં પલાળી સવારના સમયે તેનું ઉકાળીને સેવન કરવું. દિવસ દરમિયાન બે વાર આ ઉકાળો પીવાથી ધીમે ધીમે સારું પરિણામ પ્રાપ્ત થાય છે.
નિયમિત આ પ્રયોગ દોઢ થી બે માસ કરવાથી અને પરેજી પાળવાથી આ દર્દથી ઉગરી શકાય છે.
પરેજી
ગર્ભમાં રહેલી ગાંઠ કે રસોળી હોય તેવી સ્ત્રીઓએ ખાટા રસો અને ખાટા પદાર્થોનું સેવન બિલકુલ કરવું નહીં. આ ઉપરાંત ચીકણા પદાર્થો અને ચીકાશ ધરાવતા ખોરકોનો પણ સંપૂર્ણ ત્યાગ કરવો અનિવાર્ય છે.
ખૂબ પાકેલાં કેળાં, અડદની દાળ, ભીંડો ઈત્યાદી ચીજોના સેવનથી બચવું જોઈએ. સાથે સાથે ઠંડા પદાર્થો જેમ કે આઇસ્ક્રીમ તેમજ ફ્રીજની વસ્તુઓ બને ત્યાં સુધી ન લેવાનો આગ્રહ રાખો.
ઉકાળો (૨)
1 ગ્રામ તજ,
1 ગ્રામ હળદર
1 થી 1.5 ઇંચ આદું
એક ગ્લાસ પાણીમાં તજનો પાવડર, હળદરનો પાવડર અને વાટેલું આદું ભેળવી 15 થી 20 મિનિટ સુધી પલળવા માટે રાખી મૂકો ત્યારબાદ ધીમા તાપે તેને ઉકાળો.
પાણી અડધો ગ્લાસ બાકી રહે ત્યારે તેને ઉતારી ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને ગાળી લો અને તેનું સેવન કરો.
આ ઔષધમાં સ્વાદ માટે સિંધાળું મીઠું જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકાય છે તેમજ સ્વાદ અનુસાર મધ પણ ઉમેરી તેનું સેવન કરી શકાય છે.
આ ઔષધનું સેવન સવારે નાસ્તો કર્યા પછી 30 થી 40 મિનિટ પછી કરવું. પરંતુ સમસ્યા વધુ અને જૂની હોય તો સવાર ઉપરાંત રાત્રે જમ્યા પછી 30 થી 40 મિનિટ પછી એમ બે વાર આ ઔષધનું સેવન કરવું.
નિયમિત રીતે અંદાજે 30 દિવસ સુધી સતત અને નિયમિત રીતે આ ઔષધનું સેવન કરવાથી સારા પરિણામો જોવા મળે છે. જો 30 દિવસમાં સંપૂર્ણ રોગમુક્ત ન થઈ શકાય તો વધારાના 15 થી 20 દિવસ માટે આ પ્રયોગ ચાલુ રાખી શકાય છે. આમ આ રોગ થી સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકાય છે.
પરેજી
આ ઔષધ ચાલુ હોય તે દરમિયાન તળેલું, તીખું, ખાટુ તેમજ આથા વાળી ચીજો, બ્રેડ વિગેરે નો ત્યાગ કરવો. ખૂબ ગરમ અને મસાલા વાળા તેમજ માંસાહારનો ત્યાગ કરવો. બજારુ તૈયાર ખોરાકો છોડી દેવા. ઠંડા પીણાઓ, ફ્રિજની ચીજ વસ્તુઓ વિગેરેનો ત્યાગ કરવો.
આ પ્રયોગ દરમિયાન પેટ સાફ રહે તે જરૂરી છે. માટે કબજિયાત ન થાય તેવા રેસા વાળા ખોરાક લેવા તેમજ પૌષ્ટિક આહારનું સેવન કરવું. માનસિક રીતે સ્વચ્છ રહેવું તણાવ મુક્ત અને ખુશ રહેવું.
યોની કંદ રોગ
યોનીની અંદર નખ, દાંત કે કોઈ ચીજથી ઈજા થાય તો વાત આદિ દોષો કોપિત થઇ કંદ-મૂળ જેવી માંસની ગાંઠ પેદા કરે છે. તેને યોની કંદ રોગ કહે છે. આ ગાંઠ પરુ અને લોહી યુક્ત ફણસ કે ઉંબરાના ફળ સમાન હોય છે.
યોનીકંદ રોગ થવાના કારણો
દિવસે સુવાથી, ઘણો ક્રોધ કરવાથી, અત્યંત મહેનત કરવાથી, અને અતિ મૈથુન કરવાથી પણ આ રોગ થાય છે. યોની કંદ રોગમાં યોનિના વિભિન્ન અર્બુદો (vaginal tumors) તથા ગ્રંથીઓ (cysts) નો સમાવેશ થઇ જાય છે. યોની કંદ રોગ ચાર પ્રકારના છે.
૧ વાત્તીક યોનીકંદ
૨ પૈતિક યોનીકંદ
૩ કફજ યોનીકંદ
૪ સન્નિપાતજ યોનીકંદ
યોનીકંદ ના પ્રકાર
ઉપર દર્શાવ્યા પ્રમાણેના રોગોની સક્ષિપ્ત સમજણ નીચે મુજબ સમજીએ.
૧ વાત્તીક યોનીકંદ :
રૂક્ષ, વિવર્ણ અને તંગ જણાય છે.
૨ પૈતિક યોનીકંદ :
લાલ રંગ વાળો, ઉષ્ણ, દાહ અને તાવયુક્ત હોય છે.
૩ કફજ યોનીકંદ :
નીલ વર્ણ અને ખંજવાળ યુક્ત હોય છે.
૪ સન્નિપાતજ યોનીકંદ :
વાત, પીત્ત અને કફ એમ ત્રણેય ના લક્ષણો ધરાવતો હોય છે. આને આધુનિક સમયમાં (vaginal polypus) વેજીનલ પોલીપસ સાથે સરખાવી શકાય.
યોનિકંદ રોગ નો ઉપાય
સોનાગેરું, વાવડિંગ, આંબાની ગોટલી, હળદર, રસાંજન અને કાયફળ આ સર્વે ઔષધ લઈ તેને ખરલમાં બારીક ખાંડી લેવા. ત્યારબાદ તેને વસ્ત્રમાં ગાળી લેવું.
આ તૈયાર થયેલ ઔષધ મધમાં કાલવી યોનિમાં રાખવું.
તેમજ ત્રિફળા (હરડે,બહેડા,આંબળા) નો કવાથ બનાવી તેમાં મધ મિશ્ર કરી તેનાથી યોનિને સિંચન કરે તો યોનિકંદ નામનો રોગ મટે છે.
વાંજપણું સ્ત્રીઓ માટે
ઈશ્વરનું અદભુત સર્જન એટલે સ્ત્રી. સ્ત્રીને સંપૂર્ણ સ્ત્રી ની યોગ્યતા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે તે સ્ત્રી તત્વને પ્રાપ્ત કરી લે અને તે સ્ત્રી તત્વને પામવા માટે તેણીનું માં બનવું આવશ્યક છે. કોઈ મહિલા જયારે માં બની શકવા અસમર્થ હોય ત્યારે તેના સંસારમાં તેનું સૌથી મોટું દુઃખ હોય છે. માટે બની શકે ત્યાં સુધી આં દુઃખ માંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ.
સારવાર
વિશ વર્ષ સુધી જે સ્ત્રીને ગર્ભ ના રહ્યો હોય તેની સારવાર
ગોળી
1. 1 રતી કસ્તુરી
2. 1 માસો અફીણ
3. 1 માસો કેસર
4. 1 માસો જાયફળ
5. 2 માસા ભાંગનું તેલ
6. 3 નંગ સોપારી
7. 4 માસા લવિંગ
આ સર્વે ઔષધોને ખાંડીને બારીક ચૂર્ણ કરી છાળી લો ત્યારબાદ તેમાં 4 માસા દેશી ગોળ મેળવી સારી રીતે તેનું મિશ્રણ તૈયાર કરી તેની વટાણા જેવડી ગોળીઓ બનાવી લો.
માસિકધર્મ બાદ ઋતુસ્નાન કરી એ જ દિવસથી સવારે 1 ગોળી ગાયનાં દૂધ સાથે નિયમિત 3 દિવસ સુધી સેવન કરાવવાથી 20 વર્ષ સુધી પણ જો ગર્ભ ન રહેલો હોય તેવી સ્ત્રીને પણ ગર્ભ રહે છે.
ગર્ભાશયની બંધ નસ ખોલવા માટે
શુક્રાણુઓને ગર્ભાશય સુધી પહોચાડતી નસો કોઈ કારણોસર બંધ થઈ જાય ત્યારે ગર્ભ રહેવામાં અને સંતાન પ્રાપ્તિમાં વિલંબ અને અડચણો પેદા થાય છે.
સર્જરી કરીને આ સમસ્યા દૂર કરી શકાય પરંતુ તેમાં પણ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બને ત્યાં સુધી કોઈ પણ સ્ત્રી વાઢકાપથી દૂર રહેવા ઇચ્છતી હોય છે.
આ માટે થોડા સરળ પ્રયોગો કરી આડ અસર વિના આ સમસ્યાથી પીછો છોડવી શકાય છે.
કોઈ સ્ત્રીને ગર્ભાશયની નસ (fallopian tube) બંધ થઈ ગઈ હોય અને તેને કારણે ગર્ભ રહેવામાં અડચણ હોય તો આ ઉપચાર એકાદ માસ કરવાથી બંધ પડેલી નસ ખૂલી જાય છે અને સંતાન પ્રાપ્તિનો રસ્તો આસાન બની જાય છે.
(૧) ચૂર્ણ
સફેદ આંકડાનું મૂળ, 100 ગ્રામ કે આવશ્યકા અનુસાર લઈ તેનો બારીક ભૂકો (ચૂર્ણ) બનાવી લો. આ ચૂર્ણ 1 ચમચી નાસ્તો કર્યા પછી તેમજ રાત્રિના જમ્યા પછી એક કલાક બાદ દૂધ સાથે અથવા નવશેકા પાણી સાથે લેવું.
(૨) ચૂર્ણ
100 ગ્રામ મેથી
100 ગ્રામ અળસી
100 ગ્રામ સફેદ જીરું
100 ગ્રામ કલોંજી
ઉપરની તમામ ઔષધિ લઈ તેને ખાંડીને બારીક ચૂર્ણ તૈયાર કરી લો. આ ચૂર્ણ સવાર સાંજ જમ્યા પછી એક કલાક બાદ 1 – 1 ચમચી દૂધ અથવા નવશેકા પાણી સાથે લેવું. એક માસ પછી ટેસ્ટ કરાવતા જણાશે કે આ બંને પ્રયોગ સટીક રીતે કામ કરે છે.
આ પ્રયોગો ધીરજ પૂર્વક અને સંયમ થી પરેજી રાખીને કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. એક માહિનામાં પરિણામ મળશે જ છતાં પણ સૌને પોતપોતાના શરીરની અલગ તાસીર હોય છે. માટે વિશ્વાસ પૂર્વક 3 માસ સુધી આ ઔષધ લઈ અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
અંડકોષ ન બનવા
હાલના સાંપ્રત સમયમાં માણસોમાં રહેણીકરણી અને ખાણી-પીણીમાં તથા વાતાવરણમાં થઈ રહેલા ફેરફારોને કારણે શરીર ઉપર તેની ખરાબ અસરો જોવા મળે છે.
આવા અકુદરતી અને માનવીય ઊથલ પાથલ થતાં દરેક જીવના શરીર ઉપર નકારાત્મક અસરો જોવા મળે છે તેમાં સ્ત્રી અને પુરુષોમાં બિનફળદ્રુપતા મુખ્યત્વે જોવા મળે છે.
આ બિનફળદ્રૂપતા અનેક કારણોથી સંભવ છે જે પૈકી અહી જો સ્ત્રીઓમાં અંડકોષ ન બનતા હોય તો તે કારણનું સમાધાન વિષે આપણે અહી જોઈશું.
ચૂર્ણ
1 100 ગ્રામ અર્જુન ની છાલ
2 100 ગ્રામ પીપળાની છાલ
3 100 ગ્રામ વડની છાલ
4 100 ગ્રામ ઉંબરાની છાલ
ઉપરની ચારેય ઔષધો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લો અને તેને કપડાથી છાળી લો. આ ઔષધિય પાવડરને એક સ્વચ્છ વાસણમાં ભરી લો. આ ચૂર્ણના સેવનથી જે મહિલાઓને અંડકોષ ના બનતા હોય તેને આ સમસ્યાથી અવશ્ય છૂટકારો મળે છે.
એક ગ્લાસ ગાયનું દૂધ એક વાસણમાં લઈ તેમાં એક ચમચી આગળ બનાવેલું ચૂર્ણ અને એક ચમચી મીશ્રી ઉમેરો. આ દૂધને ત્રણ થી ચાર ઉભરા આવે ત્યાં સુધી ઉકાળો. દૂધ પી શકાય તેટલું ગરમ રહે ત્યારે ગાળ્યા વિના પી જવું.
આ ચૂર્ણ સવારે જમ્યા પહેલા એક કલાકે અથવા જમ્યા બાદ એક કલાકે લેવું. તે જ રીતે આ ચૂર્ણ રાત્રિના સમયમાં જમ્યા પહેલા એક કલાકે અથવા જમ્યા બાદ એક કલાકે લેવામાં આવે છે.
આ ચૂર્ણના સેવનથી જે મહિલાઓને અડકોષ ન બનતા હોય તેને બનવા લાગે છે. અમુક મહિલાઓને અડકોષ તો બને છે છતાં ગર્ભ રહેતો નથી આવું અંડકોષની સંખ્યા કે સ્થિતિને કારણે બનતું હોય તો પણ આ ઔષધ ના સેવનથી અડકોષની ગુણવત્તા અને સંખ્યા પણ સુધરી જતી હોય આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
આ ચૂર્ણ એક માસમાં તેનો પ્રભાવ બતાવે છે. આ ચૂર્ણનું 3 થી 5 માસ સુધી પણ સેવન કરી શકાય છે. તેની કોઈ ગંભીર આડઅસર જોવા મળતી નથી.
પરેજી
આ ચૂર્ણના સેવન દરમિયાન બહારના તૈયાર ખોરકો ત્યજવા. વધારે પડતું તળેલું, ખાટુ, તીખું અને મસાલા વાળું ભોજન ન કરવું. ફાસ્ટ ફૂડ, મેંદા વાળી વસ્તુઓ, વાસી ખોરાક, ઠંડા પદાર્થો ઈત્યાદીનું સેવન ન કરવું.
મગજ ઠંડો રહે અને મન ખુશ રહે તેવા પ્રયત્નો કરવા અને તેવું જીવન જીવવાનો પ્રયત્નો કરવા. માનસિક અસ્વસ્થતા ઘાતક હોય તાણ મુક્ત રહેવું.
સોમરોગ
મૈથુનના અતિરેકથી, અતિ શોકથી, બહુ જ પરિશ્રમ કરવાથી અને જેરના સંયોગથી સ્ત્રીઓના પૂરા શરીરમાં રહેલ જળ ક્ષોભ પામે છે. બધા જ અંગોમા રહેલ જળ સ્થાનભ્રષ્ટ થઈ મૂત્રમાર્ગમાં જઈને મળે છે. તેથી વારંવાર મૂત્રવિસર્જન કરવું પડે છે જેને સોમરોગ કહેવાય છે.
લક્ષણ
સ્ત્રીઓના યોનિમાર્ગથી ઠંડુ, ગંધ રહિત, સફેદ અને પીડા રહિત (પાણી) મૂત્ર આવે છે પરંતુ સ્ત્રી તેને અટકાવી શક્તિ નથી તેથી તે ઘણી બેચેન રહે છે.
વળી તે દૂબળી થતી જાય, માથું શિથિલ રહે, મોઢું અને તાળવું સુકયેલું રહે, મૂર્છા, બગાસા અને બકવા થાય, ચામડી લૂખી અને ભોજનમાં તૃપ્તિ ના થાય, વગેરે લક્ષણ હોય તો તે સ્ત્રીને સોમરોગ થયો જાણવો.
ઉપાય
પાકેલાં કેળાં, આંબળાનો રસ, સાકર અને મધ એકઠા લઈ સેવન કરે તો સોમરોગ સારી રીતે મટી જાય છે.
અડદનો લોટ, જેઠીમધ, ભોયકોળું, મધ અને સાકરને એકઠા લઈ સવારે દૂધ સાથે નિયમિત લેવાથી સોમરોગ મટી જાય છે.
મૂત્રાતિસારની સારવાર
લાંબા સમય સુધી સોમરોગ રહેવાથી સમય જતાં તેવી સ્ત્રીઓને મૂત્રાતિસાર થાય છે. તેનાથી સ્ત્રીઓને ઉપરા ઉપર મૂત્ર ઉતર્યા કરે છે, તેથી સ્ત્રીના બળનો નાશ કરે છે.
ચૂર્ણ
તાડની જડ, ખારેક, જેઠીમધ અને ભોયકોળું તે સર્વેનું ચૂર્ણ બનાવી સાકર મેળવી ખાય તો મૂત્રાતિસાર મટે છે.
પુવાડિયો
પુવાડિયાનાં મૂળને ચોખાના ધોવાણ સાથે વાટીને તેનું સેવન કરવાથી મૂત્રાતિસાર મટે છે.
ચૂર્ણ
ધોળી મૂસળી, તાડનું મૂળ, ખારેક અને પાકેલાકેળાં દૂધ સાથે સેવન કરે તો મૂત્રાતિસાર મટે છે.
તલ
કાળા તલ ખૂબ ચાવીને ખાવાથી બહુમુત્રતા મટે છે.
યોનિમાર્ગ વાટે સફેદ ધાતુનો સ્ત્રાવ
કલ્ક
આમળાંના બીજનો કલ્ક કરી તેમાં મધ અને સાકર મેળવી તેનું સેવન કરવાથી ત્રણ દિવસમાં સફેદ ધાતુનો સ્ત્રાવ બંધ થાય છે.
નાગકેસર
નાગકેસરને જાડી છાશમાં વાટી ત્રણ દિવસ પીવે અને છાશ સાથે ભાત ખાય તો સફેદ પ્રદર મટીજાય છે.
પાક
કૂષ્માંડ પાક, ક્સેલા પાક, કે જીરકાવલેહના સેવનથી પણ પ્રદર રોગ મટે છે.