ગર્ભ ધારણ કરનારી સ્ત્રીઓએ પોતાના આવનાર સંતાન વિષે શુભ વિચાર કરી થોડા નિયમો પાળવા જરૂરી છે. તેથી ગર્ભ રહેવાના શરૂઆતી દિવસોથી જાગૃતિ સેવવી.
આ નિયમો ગર્ભ રહેવાના દિવસોથી પ્રસવ થતાં સુધીના દિવસો સુધી પાળવાથી ગર્ભિણીને અસીમિત ફાયદો થાય છે. અને તેના પૂરા લાભો મળે છે.
ગર્ભિણીએ સદા આણંદમાં રહેવું અને તેવો પ્રયત્ન કરવો. આ માટે સારું વાંચન, સારા વિચારો, અને સારો વિહાર કરવો. પ્રતિદિન શણગાર કરી પ્રફુલ્લિત રહેવું, શુભ્ર, પવિત્ર, અને સ્વચ્છ પરિધાન ધારણ કરવા.
સદા શાંતિયુક્ત કર્મોમાં, મંગળ કામોમાં, દાન – ધ્યાનમાં, દેવની આરાધનામાં, ગુરૂજનો, વડીલો, અને માનનીય પૂજયોની સેવામાં તત્પર અને પ્રવૃત્ત રહેવું.
મલીન અને વિકારો ધરાવતા ગંદા માણસોનો સ્પર્શ કરવો નહીં, જેના અંગો વક્ર, ટૂંકા, અને અસ્વાભાવિક હોય તેવી વ્યક્તિઓ પ્રત્યે દુર્લક્ષ સેવવું.
ખરાબ અને મતલબ વિનાની, નકામી વાતો કરવી કે સાંભળવી નહીં, જેથી માનસિક ઉદ્વેગ ન થાય. વાસી, લૂખું –સુખું, બીજીવાર ગરમ કરેલું અને અત્યંત ઉકળેલું વિગેરે ખોરાકનું સેવન ના કરવું.
ભોજન મધુર રસો યુક્ત, સ્નિગ્ધ અને દ્રવ વાળું, પચી જાય તેવું અને જઠરાગ્નિ પ્રદીપ્ત રહે તેવું કરવું.
બહાર ફરવા નીકળવું નહીં, જર્જરિત વૃક્ષ, ઉજ્જડ મકાન, સ્મશાન, મલીન સ્થળોએ અને ગંદી જગ્યામાં વગેરે જગ્યાએ જવું નહીં..
માણસોની ઘણી જ ભીડ હોય તેવી જગ્યાએ અને જ્યાં ઘણો જ શોર હોય તેવા સ્થળોએ ના જવું. ઊંચા અવાજમાં વાતો કે બોલવું નહીં.
મૈથુન અને વિષય ભોગ ગર્ભનો નાશ કરનારા અને આવનાર સંતાન ઉપર વિપરીત અસર કરનાર હોય તેનાથી દૂર રહેવું અને શુધ્ધ ચિત્તે બ્રહ્મચર્યનું પાલન કરવું.
વારંવાર તેલના માલિશ કે શરીર ચોળવવાની ક્રિયાઓ કરવી કે કરાવવી નહીં. તેમજ થાક લાગે તેવા કામો કરવા નહીં. જે કામો કરો તે કામથી શરીર શિથિલ થાય અને થાક્નો અનુભવ થાય તે પ્રમાણે કામ ના કરો.
ગર્ભિણીઓએ દિવસ દરમિયાન નિન્દ્રાનો ત્યાગ કરવો. તેમજ હ્રદય ભરાઈ આવે કે આંખમાં આંસુ આવે તેવા કોઈપણ સંજોગોથી દૂર રહેવું.
સુવા માટેના પલંગ, ગાદી, તકીયા બહુ ઊંચા અને બહુ નીચા ના હોય તેવા, તથા સકડાશ વાળા ના રાખવા, ઉપયોગમાં લેવાતા રજાઈ, ઓછાડ, ચાદર વિગેરે કોમળ અને સ્વચ્છ રાખવા.
ગર્ભિણી સ્ત્રીએ નદીનાં કાંઠે ન જવું તેમજ પાણીના કોઈ સ્ત્રોત પાસે ના જવું.
ગર્ભ ધારણ કરેલ સ્ત્રીઓએ પહેલા, બીજા અને ત્રીજા માહિનામાં મધુર, શીત અને વધાર દ્રવ ધરાવતા ખોરાકનો આહાર કરવો જોઈએ.
ત્રીજા મહિનાથી સાઠી ચોખાનો ભાત, ચોથા મહિને ભાત સાથે દહીં, પાંચમા મહિને દૂધ સાથે ભાત, છ્ઠ્ઠે મહિને ઘી સાથે ભાત આહાર રૂપે આપવા વૈધ્યોએ જણાવ્યુ છે. અથવા
ત્રીજા મહિને મધુર (મીઠા), શીતળ અને જેમાં પ્રવાહી વધારે રહેલ હોય તેવો ખોરાક આપવો. ચોથા મહિને દૂધ અને માખણથી યુક્ત હોય તેવું અને હૃદયને પ્રિય લાગે તેવું અન્ન જમાડવું.
સાતમા મહિને વિદારિકંદ અને સુગંધિત દ્રવ્યો ધરાવતા પદાર્થો અને અન્ન સારી પેઠે પકાવીને આપવું. આ પદાર્થોના સેવનથી ગર્ભિણીની સાથે સાથે ગર્ભ પણ તૃપ્ત અને પુષ્ટ થાય છે.
આઠમે મહિને જૂના મળથી નિવૃત્તી, પેટની શુદ્ધિ અને વાયુના અનુલોમન માટે કવાથની બસ્તિ (પિચકારી) આપવી આ કવાથ નીચે પ્રમાણે બનાવવો.
કવાથ બનાવવાની રીત
કપાસનો છોડ (પંચાંગ) અથવા બોરના છોડને લઈ તેને કુટી એક કડાઈમાં નાખો. તેમાં પાણી ઉમેરો ત્યારબાદ તેમાં બળદાણા, ખપાટ, સુવા, માંસ, દૂધ, દહીંનું પાણી, તેલ, લૂણ, મીંઢળ, મધ અને ઘી આ સર્વે વસ્તુઓ લઈ તમામ મિશ્ર કરી ધીમા તાપે અગ્નિ ઉપર રાખો અને કવાથ બનાવી લો.
કવાથ બનાવવાની રીત (2)
પ્રથમ દૂધ તથા જીવનીય દ્રવ્યો લઈ તેમાં પાણી ઉમેરી કલ્ક બનાવી લો. એક કડાઈમાં તેલ લઈ તેમાં આ તૈયાર થયેલ કલ્ક ઉમેરી આ તેલને બરાબર પકાવી લો. (સિદ્ધ કરી લો)
આ તેલથી અનુવાસન નામની( પિચકારી) બસ્તિ આપવી. આ ક્રિયાઓ કરવાથી વાયુનું અનુલોમન થાય છે. અને તેથી ગર્ભિણી કોઈપણ ઉપદ્રવોથી બચીને સુખેથી પ્રસવ કરે છે.
આ પ્રમાણે ક્રિયાઓ કર્યા બાદ પ્રસવ થાય ત્યાં સુધી ગર્ભિણીને જંગલી પ્રાણીઓના માસના રસ, યુષ, રાબ અને રસ ભર્યા અન્ય પદાર્થોથી સંતુષ્ટ કરવી. આમ કરવાથી ગર્ભિણીને બળ મળે છે અને અંગો સ્નિગ્ધ થવાથી કોઈપણ જાતની મુશ્કેલી વિના સુખેથી પ્રસવ થાય છે.
ગર્ભિણીને ગર્ભની રક્ષા કરવા માટે માસવાર ઉપાય
પ્રથમ માસ
જેઠીમધ, સાગનાં બીજ, અશ્વગંધા અને દેવદાર આ સર્વે અથવા જેટલા મળે તેટલા ઔષધ લઈ તેમાથી એક તોલાભાર કલ્ક કરી દૂધમાં ઘોળીને પાવો.
બીજો માસ
અસ્મંતક, કાળા તલ, મજીઠ અને શતાવરી એ સર્વે અથવા જેટલા મળે તેટલા ઔષધ લઈ એક તોલાભાર કલ્ક બનાવી તે કલ્કને (1 તોલો) દૂધમાં ઘોળીને પાવો.
ત્રીજો માસ
ગૂંદી, કાંગ, ઘઉંલા, કમળ, ઉપલસરી અને અનંતમૂળ સર્વે અથવા જે મળે તેટલા ઔષધનો કલ્ક બનાવી તેનો 1 તોલું કલ્ક દૂધમાં ઘોળીને પાવો.
ચોથો માસ
ધમાસો, ઉપલસરી-અનતમૂળ (ધોળી અને કાળી ઉપલસરી), રાસ્ના, ભારંગી (કે કમલિની) અને જેઠીમધ આ સર્વે અથવા જે મળે તે ઔષધોનો કલ્ક બનાવી 1 તોલું કલ્ક દૂધમાં ઘોળીને પાવો.
પાંચમો માસ
ઊભી ભોયરીંગણી, બેઠી ભોયરીંગણી, સીવણ, વંશલોચન (કે પાંચ ક્ષીરવૃક્ષની ઉઘાડયા વિનાની કૂંપળો), પાંચ ક્ષીર વૃક્ષોની છાલ અને ઘી તે સર્વે અથવા જે મળે તે ઔષધિ લઈ તેની 1 તોલાભાર લૂગદી બનાવી તેને દૂધમાં ઘોળીને પાવી.
છઠ્ઠો માસ
ગધીસમેરવો, વજ, સરગવો, ગોખરુ અને જેઠીમધ એ સર્વે અથવા જે મળે તે ઔષધીઓને લઈ તેની ચટણી બનાવી દૂધમાં ઘોળીને પાવી.
સાતમો માસ
શિંગોડા, કમળનો કંદ, દ્રાક્ષ, કસેલાં, જેઠીમધ અને સાકર એ સર્વે કે જે મળે તે ઔષધિનો કલ્ક કરી દૂધમાં ઘોળીને પાવો.
આઠમો માસ
કોઠ, ઊભી ભોરિંગણી, બિલી, કડવા પરવળ, શેરડી અને ભોયભોરિંગણી આ સર્વે ઔષધોના મૂળ લેવા. આ મૂળનો ઠંડા પાણી સાથે કલ્ક બનાવો.
4 તોલા પાણી મેળવેલા 32 તોલા દૂધમાં આ કલ્ક ઉમેરી તેને ઉકાળો.
પાણીનો ભાગ બળી ગયા પછી ખાલી દૂધ રહે ત્યારે તે ઠંડુ થયે ગર્ભિણીને પાવું.
નવમો માસ
જેઠીમધ, ધોળી ઉપલસરી, કાળી ઉપલસરી, અશ્વગંધા અને રાતો ધમાસો આ સર્વેને ઠંડા પાણી સાથે વાટી 1 તોલો કલ્ક બનાવી 4 તોલા દૂધમાં ઘોળીને પાવો.
દસમો માસ
સૂંઠ, જેઠીમધ અને દેવદારને ઠંડા પાણી સાથે વાટી 1 તોલો કલ્ક દૂધમાં ઘોળીને પાવો. અથવા
સૂંઠ અને અશ્વગંધનો કલ્ક કરો. 32 તોલા દૂધ લઈ તેમાં 124 તોલા પાણી મેળવવું અને તેમાં આ કલ્ક ઉમેરી અગ્નિ ઉપર રાખો. પાણી બળે ત્યાં સુધી દૂધને પકાવો અને ત્યારબાદ ઠારીને તે ગર્ભિણીને પાવું આથી ગર્ભનું સંરક્ષણ થાય છે.
અગિયારમો માસ
રાયણના ફળ, કમળ, રિસામણી અને હરડેનો કલ્ક કરી 124 તોલા પાણી મેળવેલા 32 તોલા દૂધ મા આ કલ્ક ઉમેરો. પાણી બળીને દૂધ બાકી રહે ત્યારે ઠારીને તે ગર્ભિણીને પાવું.
બારમો માસ
સાકર, ભોયકોળું, અશ્વગંધા, પારસ પીપળાના ફળ અને કમળની દાંડીનો કલ્ક બનાવી દૂધ સાથે ગર્ભિણીને પાવો, તેથી ગર્ભ પુષ્ટ થાય છે અને પીડાઓ શાંત થાય છે.
પ્રસુતી સમયે ગર્ભિણીની પીડાના ઉપચાર
પ્રસવ સમયે ગર્ભિણીને બહુ જ કષ્ટ હોય ત્યારે, સાપની કાંચળી અને મીંઢળની ધૂણી આપવી.
વઢવાડિયાના મૂળને દોરાથી પ્રસૂતાના હાથ તેમજ પગમાં બાંધવું.
હાડિયાકરસણનું મૂળ તથા પાડળનું મૂળ હાથે પગે બાંધવાથી સ્ત્રીને સુખ પૂર્વક પ્રસવ થાય છે.
પોઈના મૂળીયાનો કલ્ક કરી તેમાં તલનું તેલ મિશ્ર કરી આ મિશ્રણને યોનિમાં લગાવવાથી તુરંત પ્રસવ થાય છે.
પીપર અને વજ બંને સમાન ભાગે લઈ પાણી સાથે વાટી લો. એરંડિયાના તેલમાં આ ચૂર્ણને બરાબર કાળવી પ્રસૂતાની ડૂંટી ઉપર લેપ કરવાથી સુખપૂર્વક પ્રસવ થાય છે.
બીજોરાનું મૂળ અને જેઠીમધ બંનેને વાટી તેને ઘી સાથે પીવડાવવાથી સુખેથી પ્રસવ થાય છે.
શેરડીનું ઉત્તર દિશા તરફનું મૂળ લઈ ગર્ભવતીના શરીરની લંબાઈ બારોબાર લબાઈ ધરાવતા લાંબા દોરાથી કમર ઉપર બાંધવાથી તુરંત પ્રસવ થાય છે.
આપવામાં આવેલ મંત્રથી સ્વચ્છ ત્રાંબાના પાત્રમાં સ્વચ્છ પાણી ભરી 7 વાર તે પાણીને મંત્રી આ પાણી પ્રસૂતાને પાવાથી તત્કાળ પ્રસવ થાય છે. ( મંત્ર : मुक्ता: पाशा विपाशाश्व मुक्ता: सूर्यस्य रश्मय: मुक्त:सर्व भायाद्गर्भ एहि माचिर माचिर स्वाहा)
ભમરડા દુધેલીના વેલાને ઉપાડી લાવી તેની ગોળ ગૂંચળી (ઈંઢોણી માફક) તેને પાણીમાં ભીંજવી પીડાયુક્ત પ્રસૂતાની ડૂંટી ઉપર મૂકે તો તુરંત પ્રસવ થાય છે. પરંતુ પ્રસવ થાય કે તુરંત કાળજી પૂર્વક તેને ડૂંટી ઉપરથી ઉપાડી અલગ કરી લેવી.
પ્રસુતિ પહેલાની કાળજી
ગાય નું ઘી-દૂધ
દેશી ગાયના દૂધમાં દેશીગાયનું ઘી અને હળદર મેળવીને રાત્રે સુતા સમયે પીવું. (૧, દૂધ એક ગ્લાસ, ૨, ઘી એક ચમચી અને ૩, હળદર એક નાની ચમચી.)
ચૂનો
ગર્ભવતી માતાઓને અને આવનાર શિશુ તંદુરસ્ત રહે તે માટે જરૂરી છે કેલ્શિયમ. પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય તો હાડકામાં એક લચીલાપણું આવે છે અને તેથી શરીર પણ લચીલું રહે છે. જેના કારણે પ્રસુતિ સમયે બાળક કે માતાને તકલીફ થતી નથી.
આ કેલ્શિયમ તત્વ ચૂનામાં ભરપુર માત્રામાં રહેલું છે. તેથી ગર્ભીણી માતાને ખોરાકમાં ચૂનો આપવો. ઘઉંનાં દાણા બરાબર ચૂનો લો તેને પાણીમાં, દહીંમાં, દાળમાં, શાકમાં, છાશમાં કે દુધમાં મેળવી આપો.
આનાથી પ્રસુતિમાં થતી મોટા ભાગની સમસ્યાઓનું નિવારણ થાય છે. જે ગર્ભવતી માતા લગાતાર નવ મહિના આ રીતે થોડા થોડા માત્રામાં ચૂનાનું સેવન કરે તેને ક્યારેય ઓપરેશન કરાવવાની જરૂર પડતી નથી.
સાવધાની
જે સ્ત્રીઓને અગાઉ પથરી થઇ હોય કે તેવા સંજોગો બનવાની ધારણા હોય તેઓએ આ પ્રયોગ ના કરવો.