જાતીય રોગોમાં જેમનો સમાવેશ કરાયેલ છે તેવા કેટલાક પૌરુષત્વ ને લગતા રોગો વિષે થોડુ જાણવાનો, સમજવાનો, અને સમાધાનો વિષે અહી ટુંકમાં તેના ઊંડાણો જોઈશું.
મોટે ભાગે લોકો જાતીય સમસ્યાઓનો ખુલાસો કરતા નથી જેના કારણે સમસ્યા મોટું રૂપ લઇ લેતી હોય છે. એકતો જાતીય રોગ અને તેને મનમાંજ સહન કરવાના માનસિક તણાવથી રોગ વધારે વકરે છે.
તેમજ રોગી વધારે અશક્ત થતો જાય છે. માટે પ્રથમ એ સમજીલો કે રોગ શું છે? અને શા કારણથી છે.
પૌરુષત્વ દોષ
પુરુષત્વ દોષ અંતર્ગત આપણે જોઈશું , વીર્યનો અભાવ કે વીર્યની અલ્પતાના કારણે ઉત્પન્ન થતા દોષો. આવી ખામીઓને નપુંસક તરીકેની સંજ્ઞા થી ઓળખવામાં આવે છે અને આવા દોષો પાંચ પ્રકારના કહેવામાં આવે છે.
૧ ઈર્ષ્યક
૨ આસેક્ય
૩ કુંભીક
૪ સુગન્ધિ
૫ ષંઢ
નપુંસકતા પૈકી ષંઢ નામના દોષ થી ઓળખાતી નપુંસકતા ના બે પ્રકાર ગણવામાં આવે છે. પહેલો પ્રકાર નર ષંઢ અને બીજો પ્રકાર નારી ષંઢ.
ઉપર પ્રમાણેના પાંચ પ્રકારે નપુંસક હોય છે. કહેવાય છે કે નપુંસકતાનો દોષ માતા-પિતા ના દોષથી ગર્ભાધાન સમયથી જ ગર્ભમાં હોય છે, જે જન્મ સમયે જન્મ બાદ યોગ્ય સમયે દેખાઈ આવે છે.
પાંચેય પ્રકારના નાપુસંકો વિષે જાણવાનો અને સમાધાન અંગેનો પ્રયત્ન કરીએ.
આવા પ્રકારના રોગી અન્ય પુરુષને કે પ્રાણીને કામક્રીડામાં પૃવૃત્ત જોવે છે, ત્યારે તે સંભોગમાં પ્રવેશ કરી શકે છે. આવો રોગી જયારે તેને કામેચ્છા જાગે ત્યારે તે સંભોગ નથી કરી શકતો કારણકે તેનું લિંગ અચેતન રહે છે.
જયારે તે બીજાની કામક્રીડા જોવે ત્યારે તેની લિંગમાં ચેતના આવે છે ,અને તો જ તે સંભોગ કરી શકવા સમર્થ બની શકે છે. અને તેથી તેનું બીજું નામ “દગ્યોની” પણ છે.
આસેક્ય
એક પ્રકારે આ સ્થિતિ અનુવાંશિક કહી શકાય, કારણ કે માતા-પિતા ના રજ-શુક્ર ની અલ્પતાથી આવી પરિસ્થિતિ પેદા થાય છે. આવો વ્યક્તિ જયારે અન્ય પુરુષનું લિંગ પોતાના મુખમાં લઇ મૈથુન કરાવી વીર્યપાન ન કરે ત્યાં સુધી તે સંભોગ કરી શકતો નથી.
સ્ખલિત વીર્યનું પાન કર્યાબાદ જ તેનામાં રતીક્રીડા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આવા કારણ ને લઈને તેને “મુખયોની” પણ કહે છે.
કુંભીક
જે પુરુષ પોતાના ગુદ્દામાં મૈથુન કરાવી સંતોષ લે છે તેવા પુરુષને કુંભીક નપુંસક કહેવામાં આવે છે. આવો પુરુષ પોતાની ઈચ્છા અનુસાર સંભોગ નથી કરી શકતો પરંતુ તેને પહેલા ગુદ્દામાં મૈથુન કરાવ્યા બાદ જ તેની લિંગમાં ચેતના આવે છે, અને તેથી ગુદ્દા મૈથુન બાદ જ તે સંભોગ કરી શકવા સમર્થ બની શકે છે.
અન્ય એક મત પ્રમાણે સ્ત્રી સાથેના સંભોગ કરતી વેળા તેના લિંગમાં ચેતનતા આવતી ન હોવાથી, પ્રથમ તે સ્ત્રીના ગુદ્દામાં મૈથુન કરે છે. ગુદ્દામાં લિંગ ઉત્થાન પામે છે, લિંગમાં ચેતના આવે છે, અને ત્યારબાદ તે સંભોગ કરી શકે છે.
ઋષિ કશ્યપ આ અંગે જણાવતા કહે છે કે- જે રજસ્વલા સ્ત્રી સાથે સ્લેષ્મ રેતવાળો પુરુષ ક્રીડા કરે તો તેવા સમયે સ્ત્રીનો કામ શાંત થતો નથી અને તે સમયે જો તે સ્ત્રી ગર્ભવતી બને તો તે ગર્ભમાં રહેલ બાળક કુંભીક પેદા થાય છે.
સુગન્ધિ
જે પુરુષ પુતીયોનીથી પેદા થાય છે તેને સુગન્ધિ નપુંસક કહે છે. તેનું બીજું નામ “સૌગન્ધિક” પણ છે. આવો પુરુષ અન્ય પુરુષનું લિંગ કે સ્ત્રીની યોનિને સુંઘી લે ત્યારબાદ જ તેનું લિંગ ઉત્થાન પામે છે અને તે સંભોગ કરી શકે છે. આને “નાસયોની” પણ કહેવામાં આવે છે. (“પુતીયોની” વિષે યોની અંગેના લેખમાં ચર્ચા જુઓ )
ષંઢ
આયુર્વેદ અનુસાર – ક્ષણીક સુખનો આનંદ લેવા માટે મુર્ખ સ્ત્રી-પુરુષ રજસ્વલા સમયે પુરુષ નીચે અને સ્ત્રી ઉપર રહીને મૈથુન ક્રિયા કરે, અને ગર્ભ રહે તો તેવા ગર્ભથી પેદા થનાર બાળક ષંઢ થાય છે. આવા નપુંસક ના બે પ્રકાર છે.
૧નરષંઢ
૨નારીષંઢ
નર ષંઢ
બાળક જો નર પેદા થાય તો તેની લાક્ષણિકતાઓ નારી સમાન હોય છે. તેની હાલ-ચાલ, વાણી વગેરે સ્ત્રી સમાન હોય છે, અને દાઢી મુછ પણ હોતું નથી. આવા ષંઢ બીજા પુરુષને પોતાની ઉપર સુવડાવીને પોતાના લિંગમાં વીર્ય સ્ખલન કરાવે છે.
નારી ષંઢ
જો સ્ત્રી સ્વરૂપે બાળક અવતરે તો તેનામાં નર સમાન લક્ષણો હોય છે. તેની બધીજ ચેષ્ટાઓ પુરુષ જેવી હોય છે. તે સ્તનહીન, દાઢી મુછ વાળી અને બીજી સ્ત્રીને નીચે સુવડાવી યોનિનું ઘર્ષણ કરાવે છે.
ઉપર વર્ણિત પાંચ પ્રકારના નપુંસક પૈકી પ્રથમ ચાર ૧ ઈર્ષ્યક, ૨ આસેક્ય, ૩ કુંભીક, ૪ સુગન્ધિ ને વીર્ય હોય છે. વિકૃતીભરી હરકતોથી તેઓમાં મૈથુન કરવાની શક્તિ આવે છે. આ વિકૃતીભરી પ્રવૃત્તી તેઓમાં સ્વાભાવિક અને જન્મજાત હોય છે.
પરંતુ ષંઢ નપુંસકો માં વીર્ય હોતું નથી, તે મૈથુન કરી શકતા નથી.
અત્યારના યુગમાં જોવા મળતા હોમોસેકસુઅલ , લેસ્બિયન, તેમજ વિકૃત માનસ અને વિચારો ધરાવતા, વિકૃત જાતીય પ્રવૃત્તી કરવાવાળાઓનો સમાવેશ ઉપરમુજબ વર્ણિત પ્રકારોમાં થઈ જાય છે.