પ્રદર
ભાગદોડ ભરી જીંદગીમાં શરીર સુશ્રુષા તરફથી ધ્યાન હટતુ જાય છે. કામ ની લાયમાં ખોરાક પ્રત્યે અવ્યવહારુ અભીગમથી આગળ ઉપર ઘણું શોષવાનું રહે છે અને ઘણા રોગોનો સામનો કરવાનો વખત સામે ઉભો રહી જાય છે.
પ્રદર થવાના કારણો
ગરમ ખોરાક, અનિયમિત ખોરાક, વિરુધ્ધ આહાર, જમ્યા ઉપર બીજી વાર જમવાથી, અજીર્ણથી, અતિ મૈથુન કરવાથી, વાહન ઉપર સતત સવારી કરવાથી, ઘણો ભાર ઉપાડવાથી, દિવસે સુવાથી, કોઈ પ્રકારની ચોટ લાગવાથી, નશીલા પદાર્થોનું સેવન, રાત ઉજાગરા, પૂરતા આરામનો અભાવ વિગેરે કારણોસર સ્ત્રીઓમાં પ્રદર રોગ થાય છે.
પ્રદર ના પ્રકાર
૧ ત્રિદોષ જન્ય
સ્ત્રીઓને વાત, પિત્ત, કફ, કે ત્રણેય દોષો (ત્રિદોષ) કોપવાથી પણ પ્રદર રોગ થાય છે.
૨ શ્વેત પ્રદર
આ રોગમાં સ્ત્રીઓને યોનિમાંથી ચીકણો, થોડો ઘાટો, થોડો દુર્ગંધ વાળો અને સફેદ રંગનો પદાર્થ નીકળે છે જેને શ્વેત પ્રદર કહે છે.
૩ રક્ત પ્રદર
આ ઉપરાંત એક રક્ત પ્રદર પણ હોય છે. આ પ્રકારના રોગમાં સ્ત્રીઓમાં યોનિમાંથી સ્ત્રાવ લોહી સમાન લાલ રંગનો પદાર્થ વહે છે.
ક્યારેક આ સ્રાવ કાળા રંગનો પણ હોય છે ત્યારે સમજી લેવું કે આ રોગે વિકરાળ રૂપ લઇ લીધું છે. કારણકે ખુબ જ આગળ વધી ગયેલો રોગ અસાધ્ય કે કષ્ટસાધ્ય બની જાય છે.
આમ પ્રદર ત્રણ પ્રકારના સમજી શકાય છે. આરોગમાં પેડુમાં હળવો કે ભારે સતત દુઃખાવો રહે છે. ચક્કર આવવાની ફરિયાદ તેમજ શરીરમાં નબળાઈ આવે છે. પાચન તંત્ર ઉપર પણ આની અસર વર્તાય છે.
લોહીની કમી પણ દેખાય આવે છે અને પરિણામે શરીર મુરજાવા લાગે છે. સમય રહેતા આ બીમારીને ઠીક કરવી જોઈએ જેથી આગળ જતા ગંભીર સ્વરૂપ ના લે.
પ્રદર ના લક્ષણ
વાત્તજ પ્રદર
આ પ્રકારના પ્રદરમાં રુક્ષ, ફીણવાળું, પીડા કારક અને માંસના ધોવાણ જેવુ અટકી અટકીને થોડું થોડું લોહી વહ્યા કરે છે.
પિત્તજ પ્રદર
આ પ્રકારના પ્રદરમાં પીળા, નીલા તથા રાતા રંગવાળું, ઊનું અને પિત્ત સબંધી બળતરા વાળું વેદના સહિત લોહી વારંવાર વહ્યા કરે છે.
કફ્જ પ્રદર
આ પ્રદરમાં કાચા રસવાળું, શીમળાના ગુંદ જેવા રંગનું, ચીકણું, પીળાશ પડતું અને ધાન્યના ધોવાણ જેવુ લોહી વધારે પ્રમાણમા વહ્યા કરે છે.
ત્રિદોષ જન્ય પ્રદર
આ પ્રકારના પ્રદરમાં મધ, ઘી, અને હરતાલના વર્ણવાળું, મજ્જા જેવુ અને મડદાની ગંધ સમાન ગંધવાળું લોહી વહ્યા કરે છે. આ પ્રકારનો પ્રદર અસાધ્ય ગણાય છે.
પ્રદર રોગમાં જ્યારે લોહીનો સ્ત્રાવ ખૂબ વધી જાય ત્યારે રોગી ખૂબ અશક્ત થઈ જાય છે. રક્ત સ્ત્રાવથી દુર્બળતા, થાક, મૂર્ચ્છા, મદ, તરશ, બળતરા, બકવા, શરીરમાં ફીકાશ, ઘેન અને વાયુથી થતાં આક્ષેપ વિગેરે વાયુના રોગો ઉપદ્રવ કરે છે.
જે સ્ત્રીને નિરંતર યોનિમાર્ગથી રક્ત જતું હોય, તરશ, બળતરા અને તાવયુક્ત હોય તેમજ નિર્બળ અને ક્ષીણ થયેલ લોહી વાળી હોય તેનો પ્રદર રોગ મટતો નથી.
સારવાર
નીચે આપેલા બંને ઉપાયો યોજવાથી પ્રદર અવશ્ય દુર થાય છે.
શતાવરી
સફેદપાણી પડતું હોય તો શતાવરી નું સેવન કરવું. રાત્રે સુતા સમયે હળવા ગરમ દુધમાં શતાવરીનો પાવડર નાખી તેનું સેવન કરવાથી સફેદપાણી ની સમસ્યા અવશ્ય દુર થાય છે.
ચૂર્ણ
નીચે બતાવેલ ૫ ઔષધ સમભાગે લઇ તેનું ચૂર્ણ કરો (ચૂર્ણ ખાંડીને બનાવવું). અને એક કાચના વાસણમાં ભરી લો.
દરરોજ જમ્યા પછી ૧ કલાક બાદ એક એક ચમચી સવાર, બપોર, સાંજ ઠંડા દૂધ સાથે સેવન કરો. આ પ્રયોગ ઓછામાં ઓછો ૨૧ દિવસ કરવો અને ૯૦ દિવસ સુધી ચાલુ રાખી શકાય છે.
તકમરિયા ૫૦ ગ્રામ
સમુદ્રશોષ ૫૦ ગ્રામ
સીઘોડા ના ફળ ૫૦ ગ્રામ
આંબળા ૫૦ ગ્રામ
બાવળ નો ગુંદર ૫૦ ગ્રામ
કેળા
સફેદ પાણી પડતું હોય તેવી સમસ્યામાં – ૨ પાકા કેળા લો અને તેને નાના ગોળ ટુકડામાં સમાર્રી લો, ત્યારબાદ તેમાં દેશી ગાયનું ઘી ગરમ કરી ઉમેરો.
આ કેળા સવારે ખાલીપેટ ૨૧ થી ૩૧ દિવસ સુધી લેવાથી પ્રદર મટે છે.
આ પ્રયોગ દરમિયાન ગરમ, મસાલા વાળો, તૈયાર પેકિંગ વાળો ખોરાક, વાસી ખોરાક, તળેલો, મેંદો, આચાર, ચા, કોફી, વિગેરે ન લેવા.
જો કોઈ વ્યસન હોય, તંબાકુ, છીકણી, કે કોઈ અન્ય તો તેનો પણ ત્યાગ કરવો. આમ કરવાથી સારા પરિણામો પ્રાપ્ત થાય છે.
ભીંડો
સફેદ પાણીમાં, ભીંડો એક કારગર ઔશધી છે.
સવારે ખાલીપેટ તાજા ભીંડાની ૩-૪ શીંગ ચાવી ચાવીને ખાઈ જવી અને ઓછામાં ઓછી દોઢ કલાક સુધી કઈ ખાવું પીવું નહી આમ કરવાથી ચાર થી પાંચ દિવસમાં જ સફેદ પાણી પડતું બંધ થશે.
જો કાચો ભીંડો ન ખાઈ શકાય તો , ૩ થી ૪ ભીંડાની શીંગ ને( ટુકડા કરી) ૪ કપ પાણીમાં ખુબ ઉકાળો અને એક કપ પાણી બાકી રહે ત્યારે તેમાં સીધાલું મીઠું અને થોડું જીરું પાવડર (સ્વાદ માટે) નાખી તે ગરમ ગરમ ચા ની માફક પી જવાથી થોડા જ દિવસોમાં સફેદ પાણી પડતું બંધ થાય છે.
ભીંડા નો પાવડર કરી, દેશી ગાયના એક ગ્લાસ દુધમાં ૨-૨ ચમચી દિવસમાં ત્રણ વાર પીવાથી જુનામાં જુનો પ્રદર રોગ પણ થોડા દિવસોમાં મટી જાય છે.
ભીંડાનો પાવડર દહીં સાથે લેવાથી એક જ વારમાં સફેદ પાણી બંધ થાય છે. એક મોટા કપ દહીંમાં ૨ ચમચી ભીંડાનો પાવડર ઉમેરી લેવો અને આ દહીનું સેવન કરવું.
તુલસી
એક ચમચી તુલસીના પાનનો રસ અને એક ચમચી મધ બંને સારી રીતે મેળવી સવારે ખાલીપેટ લેવાથી થોડા દિવસોમાં સફેદ પાણી પડતું બંધ કરી દેશે. રસ પીધાબાદ એક કલાક સુધી કઈ ખાવું પીવું નહિ.
જીરું
જો કોઈ ઇન્ફેકશન થી કે કોઈ વાઇરસ થી સફેદ પાણી પડતું હોય તો આખું જીરું સવારે ખાલી પેટે, એક ચમચી, ખુબ ચાવી ચાવીને ખાવાથી ૨ થી ૪ દિવસમાં સફેદ પાણી ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
જમરૂખ ના પાન
જમરૂખ ના પાનનો તાજો રસ કાઢી સવાર સાંજ ૧૦ થી ૨૦ મિલી લેવાથી થોડા દિવસોમાં આ સમસ્યાનું નિવારણ થાય છે.
આંબળા
આંબળાના બીજ નો કલ્ક કરી તેમાં મધ અને સાકર મેળવી તેનું સેવન કરવાથી ૩ દિવસમાં સફેદ સ્ત્રાવ (સફેદ ધાતુનો સ્ત્રાવ) બંધ થઈ જાય છે.
નાગકેસર
નાગકેસરને જાડી છાશમાં વાટી તેનું ૩ દિવસ સેવન કરે તેમજ જાડી છાશ સાથે ભાત ખાય તો સફેદ પ્રદર મટી જાય છે.
ચૂર્ણ
સંચળ, શંખજીરું, જેઠીમધ અને નીલકમળનાં ફૂલ અને કમળકાકડી એ સર્વેને બાર બાર રતી લઈ ચૂર્ણ કરો. ત્યારબાદ ૪ તોલા દહીંમાં આ ચૂર્ણને ઘૂંટી લો. આ મિશ્રણમાં ૮ માસા ભાર મધ નાખી પીવરાવવાથી વાયુનો પ્રદર માટે છે.
ચૂર્ણ
જેઠીમધ ૧ તોલો અને સાકર ૧ તોલો લઈ તેનું ચૂર્ણ બનાવો અને આ ચૂર્ણને ચોખાના ઓસામણમા ઘૂંટીને પીવાથી રક્ત પ્રદર મટે છે.
રસવંતી અને તાંદળજો
રસવંતી અને તાંદળજાનાં મૂળિયાં વાટીને તેને મધમાં કાલવી ચોખાના ધોવાણ સાથે પાવાથી સર્વ જાતના પ્રદર મટે છે.
આસોપાલવ
આસોપાલવની છાલ ૪ તોલા લઈ આઠ ગણા (૩૨ તોલા) પાણીમાં ઉકાળો. અડધું પાણી (૧૬ તોલા) બચી રહે ત્યારે તેમાં તેટલુજ (૧૬ તોલા) દૂધ ઉમેરો.
જ્યારે કવાથ બળી જાય અને દૂધ (૧૬ તોલા) બાકી રહે ત્યારે અગ્નિ ઉપરથી ઉતારી ઠારી લેવું.
આ દૂધ પાવાથી મુશ્કેલ પ્રદર રોગ પણ મટી જાય છે. દર્દીની પાચન શક્તિ ઓછી થઈ ગઈ હોય તો દૂધ ઓછી માત્રામાં પાવું.
ડાભ
ડાભના તાજા મૂળ લાવી તેને ચોખાના ધોવાણ સાથે વાટી ત્રણ દિવસ પાવાથી પ્રદર મટી જાય છે.
ઉંબરા
ઉંબરાના સારા તાજા ફળો લઈ તેનો રસ કાઢી લેવો. આ રસમાં મધ નાખી રોગીને પીવરાવવાથી અને તે ઉપર દૂધ ભાતનો ખોરાક જમાડવાથી પ્રદર રોગ મટી જાય છે.
દાર્વ્યદિ કવાથ
દાર્વ્યદિ કવાથ :
દારૂ હળદર, રસવંતી, કરિયાતું, અરડૂસો, મોથ, બીલું, રતાંજલી અને આંકડાનું ફૂલ. આ સર્વેનો કવાથ કરી તેમાં મધ ઉમેરી તેનું વિધિયુક્ત સેવન કરવાથી દરેક પ્રકારના અને વેદના વાળા પ્રદર રોગ મટી જાય છે.
કપૂર
ભીમસેની કપૂર એક ઘઉં ના દાણા બરબર લઈ પાકા કેળાં માં નાખી ત્રણ દિવસ લેવાથી શ્વેત પ્રદર મટે છે.
કપૂર દાંતને નુકસાન ના કરે તે માટે કેળાં નો એક નાનો ટુકડો કરી તેમાં કાપો મૂકી એ ચિરામાં કપૂર ભરી ગળી શકાય તો ગળી જવું અથવા પાકા એક કેળાં ને કપૂર સાથે પીસી તેનું સેવન કરવું.
ચૂર્ણ
50 ગ્રામ પઠાણી લોધર
50 ગ્રામ તાલમખાના
આ બંને ચીજ લઈ બારીક પાવડર બનાવી લો. આ ચૂર્ણ નાસ્તા પહેલા કે પછી અડધા કલાકે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે અને તે જ રીતે રાત્રે જમ્યા પહેલા કે પછી અડધા કલાકે ગરમ પાણી કે ગરમ દૂધ સાથે લેવાથી સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
આ ઔષધ ના સેવનથી 10 થી 15 દિવસમાં પરિણામ મળી જાય છે તેમજ રોગ વધુ પ્રબળ હોય તો એક માસ આ ચૂર્ણ લેવાથી રોગથી છૂટકારો મેળવી શકાય છે.
ઉકાળો
50 ગ્રામ ધાણા
50 ગ્રામ સૂકા આંબળા
આ બને ઔષધ ને બારીક ચૂર્ણ કરી લો. એક ગ્લાસ પાણીમાં બે ચમચી આ ચૂર્ણ ઉમેરી ઉકાળો અને પાણી જ્યારે અડધું બચે ત્યારે ગાળીને તેનું સેવન કરવું. સ્વાદ માટે થોડું સેંધાળું મીઠું કે સાકર ઉમેરી શકાય છે.
પરેજી
વધારે મરચું અને મસાલા વાળું, માંસ, માછલી, બજારુ તળેલા અને તૈયાર ખોરાકો, વાસી ખોરાક, આથા વાળી વસ્તુ, અને કબજિયાત કરે તેવા પદાર્થોનો ત્યાગ કરવો.