ફિરંગ નામના દેશમાં એક સમયે મોટાભાગમાં આ રોગ ફેલાયેલો હતો. ફિરંગ રોગગ્રસ્ત લોકો અન્ય દેશોમાં મુલાકાતે કે કોઈપણ કારણોસર પરિભ્રમણ કરતાં.
આ મુલાકાતીઓ સ્થાનિક વ્યક્તિઓ સાથે શારીરિક વ્યવહારો જોડતા હોવાથી અને તેનો ચેપ લગતા અન્ય દેશોના સ્થાનિક લોકોમાં આ રોગ ફેલાયો.
આવી રીતે ફિરંગ દેશમાંથી પ્રસરેલો આ રોગ ફિરંગ નામથી ઓળખાયો. આ ફિરંગ રોગને કેટલેક અંશે એઇડ્સ સાથે જોડીને જોવામાં આવે છે.
મોટા ભાગે આ રોગ સંભોગથી સ્ત્રી અને પુરુષોમાં ફેલાય છે. તેથી ફિરંગી લોકો કે જે રોગ ગ્રસ્ત હતા તેના સંસર્ગમાં અન્ય દેશોની વ્યક્તિઓ આવતા તેના ચેપથી આ રોગ બીજા દેશોમાં ફેલાયો તેથી આ રોગને આગંતુક કહેવામા આવે છે.
કારણકે આ રોગથી ગ્રસ્ત થયા પછી દોષોનો સબંધ થાય છે. તેથી ઉત્તમ વૈધએ દોષનું લક્ષણ ઓળખી લઈ તેનો ઉપચાર કરવો જોઈએ.
ફિરંગના પ્રકાર
ફિરંગ રોગ ત્રણ પ્રકારનો થાય છે.
1 બાહ્ય ફિરંગરોગ
2 આભ્યંતર ફિરંગરોગ
3 બાહ્યાભ્યંતર ફિરંગરોગ
બાહ્ય ફિરંગરોગ
બાહ્ય ફિરંગરોગ વિસ્ફોટક જેવો અને થોડી પીડાકારક છે. આ રોગ વ્રણની પેઠે ફૂટે છે. આ પ્રકારનો બાહ્ય ફિરંગરોગ વૈધ્યોએ સાધ્ય ગણાવ્યો છે.
આભ્યંતર ફિરંગરોગ
આભ્યંતર ફિરંગરોગ સંધાઓમાં થાય છે તેમજ તેમાં સોજો આવે છે. આ રોગમાં આમવાત જેવી પીડા થાય છે. આ પ્રકારના આભ્યંતર ફિરંગરોગને કષ્ટસાધ્ય ગણાય છે.
બાહ્યાભ્યંતર ફિરંગરોગ
બાહ્યાભ્યંતર ફિરંગરોગમાં આગળના બંને બાહ્ય ફિરંગરોગ અને આભ્યંતર ફિરંગરોગના લક્ષણો જોવા મળે છે. આ રોગ અસાધ્ય ગણાય છે.
ફિરંગરોગના ઉપદ્રવો
ફિરંગરોગના રોગીઓનું શરીર અને બળનો ક્ષય થાય છે તેથી તેની કાયા દુર્બળ થવા લાગે છે. જઠરાગ્નિ અતિ મંદ પડતાં અન્નનું પાચન થતું નથી તેમજ અરુચિ થાય છે.
આ રોગ એટલો ભયંકર છે કે હાડકાં સુદ્ધાંઓને ક્ષીણ કરી નાખે છે. હાડકાંઓનું શોષણ થતાં રોગીનું શરીર વાંકું વળી જાય છે.
ફિરંગરોગની સાધ્યસાધ્યાતા
જે માણસને આ રોગ નવો જ થયેલો હોય અને કોઈપણ ઉપદ્રવો ના ધરાવતો હોય તો તેવો ફિરંગરોગ સાધ્ય છે.
આભ્યંતર ફિરંગરોગ પીડાવાળો હોય તે ઘણા જ પ્રયત્નો કરવાથી મટી શકે તેવો હોવાથી તે કષ્ટસાધ્ય ગણાય છે.
બાહ્યાભ્યંતર ફિરંગરોગ બધા જ ઉપદ્રવો સાથે જે વ્યક્તિને હોય તથા તેની પીડા શરીરમાં વ્યાપ્ત થયેલી હોય તે દુર્બળ માણસને આ રોગ અસાધ્ય છે.
ફિરંગરોગના ઉપચાર
ફિરંગરોગ રસકપૂરથી અવશ્ય મટી જાય છે.
રસકપુર ખાવાનો વિધિ
ઘઉંના લોટમાં પાણી ઉમેરી લોટ બાંધી અને તેની નાની પૂરી બનાવી લો. આ પુરીની વચ્ચે ચાર રતિ રસકપુર મૂકી પુરીને ગોળ કરી બંધ કરી લેવી.
રસકપુર વાળી આ ઘઉંની પૂરીની ગોળી કરી તેને લવિંગના ચૂર્ણમાં ખરડી લો.
આ ગોળી દાંતને ના સ્પર્શે તે રીતે પાણી સાથે ગળી જવી અને ઉપરથી નાગરવેલનું પાન ચાવી ગળે ઉતારી જવું.
રસકપુર મોમાં જો સ્પર્શે તો મુખમાં સોજો આવે છે તેમજ દાંતને પણ નુકસાન થાય છે. તેથી સાવધાની પૂર્વક રસકપૂરનું સેવન કરવું જોઈએ.
રસકપૂર ખાનારે દરેક પ્રકારના શાક, ખારું, ખાટુ ઇત્યાદિનું સેવન ના કરવું. શ્રમ ના કરવો તેમજ તડકે ન જવું. મુસાફરી ના કરવી અને મૈથુનનો ત્યાગ કરવો જોઈએ.
સપ્તશાલિ વટી
પા તોલો શુદ્ધ પારો, પા તોલો કાથો, અર્ધો તોલો અક્કલકરો અને પોણો તોલો મધ એ સર્વે ઔષધો લઈ સારી રીતે મર્દન કરી લેવું.
સારી પેટે વટાઈ ગયા બાદ તેની 7 (સાત) એક સમાન ગોળીઓ વાળી લો. આ ગોળીને સપ્તશાલિ વટી કહેવામા આવે છે.
સવારે એકવાર પાણી સાથે એક ગોળીનું સેવન નિયમિત કરવાથી ફિરંગરોગ મટી જાય છે.
સપ્તશાલિ વટી લેનાર રોગીએ ખારું અને ખાટુ ન ખાવું જોઈએ.
ધુમ્રપાન
શુદ્ધ પારો, શુદ્ધ ગંધક અને ચોખા 1 – 1 તોલા મુજબ લઈ તેની કજ્જલી બનાવો. તેમાથી એક સરખી સાત ગોળીઓ બનાવી તેનો સાત દિવસ ધુમાડો પીવાથી ફિરંગ રોગ મટી જાય છે.
શુદ્ધ પારો
પા તોલુ શુદ્ધ પારો લઈ તેને પીળા ફૂલ વાળી બલાના પાનના રસમાં ઉમેરી હાથની હથેલીમાં ચોળો. હથેળીઓ ચોળતા પારો અદ્રશ્ય થઈ જાય ત્યારબાદ બન્ને હાથોને અગ્નિમાં શેકવા.
આમ સાત દિવસ આ પ્રયોગ કરવાથી અને ખાટા તથા ખારા પદાર્થોનું સેવન છોડી દેવાથી ફિરંગ રોગ મટી જાય છે.
ચૂર્ણ
પ્રથમ લીંબડાના પાનનું ચૂર્ણ 80 ગ્રામ લો. તેમાં 10 ગ્રામ હરડેનું ચૂર્ણ અને 10 ગ્રામ આંબળાનું ચૂર્ણ તથા 5 ગ્રામ હળદરનું ચૂર્ણ મેળવી લો અને સારી રીતે મિશ્રણ કરી લો.
તેમાથી નિયમિત રીતે 5 ગ્રામ ચૂર્ણનું પાણી સાથે સેવન કરવાથી ફિરંગ રોગ મટે છે.
ચૂર્ણ
પા તોલું ચોપચીનીનું ચૂર્ણ મધમાં ચાટવાથી ફિરંગ રોગનો નાશ થાય છે. આ ચૂર્ણના સેવન દરમિયાન લવણ (ખારું) ના સેવવું.
લવણ વિના ના ચાલે તો સૈંધાળું લવણ લેવું કારણ કે સૈંધવ સ્વાદિષ્ટ અને બહુ હિતકારી પણ છે.
અવલેહ
શુદ્ધ પારો, શુદ્ધ ગંધક અને કાથો 1 – 1 તોલો લઈ તેની કજ્જલી કરી લો.
હળદર, નાગકેસર, નાની એલચી, મોટી એલચી, જીરું, શાહજીરું, અજમો, ચંદન, રતાંજળી, પીપર, વંશલોચન, જટામાંસી અને તમાલપત્ર એ સર્વે ઔષધો અડધો અડધો તોલો લઈ તેનું ચૂર્ણ બનાવી આગળ બનાવેલી કજ્જલીમાં ઉમેરવું.
આ તૈયાર થયેલ મિશ્રણને 8 (આઠ) તોલા ઘીમાં સારી રીતે ઘૂંટી લેવું. અને આ ઔષધને સારા સ્વચ્છ પાત્રમાં ભરી લો.
આ ઔષધમાથી અડધા તોલો લઈ સેવન કરવું. નિયમિત તેનું સેવન કરવાથી ફિરંગ રોગમાં થયેલ વ્રણ જરૂર મટી જાય છે.
લાંબા સમયના જૂના અને ભિન્ન પ્રકારના વ્રણ હોય તો તે પણ આ ઔષધના સેવનથી મટી જાય છે. આ ઔષધથી મુખમાં સોજો આવતો નથી.
આ ઔષધનો પ્રયોગ નિયમિત રીતે 21 (એકવીસ) દિવસ સુધી કરવો. અને આ દિવસો દરમિયાન લવણનો સર્વથા ત્યાગ કરવો.
લિંગના મસા
પુરુષોમાં થતો આ રોગ લિંગ ઉપર થાય છે. લિંગ ઉપર નાના અંકુરો એક કરતાં વધારે પેદા થાય છે જે એક બીજાની ઉપર હોય છે.
કુકડની કલગી સમાન, પીંછાવાળા અને કોમળ આ અંકુરો લિંગ ઉપર, સાંધામાં કે લિંગની ટોચે થાય છે તેને લિંગના મસા (લિંગાર્ષ) કહેવામાં આવે છે.
આ મસામાં જો ખૂબ વેદના થતી હોય અને ત્રિદોષથી થયેલા હોય તો તેવા લિંગાર્ષ અસાધ્ય હોય મટતા નથી.
લિંગાર્શના ઉપચારો
લિંગ ઉપર થતાં મસાને શસ્ત્રક્રિયા દ્વારા કાઢી ક્ષારથી બાળવા અને ત્યારબાદ વ્રણના ઉપચાર સમાન લેપ, ચૂર્ણ ઈત્યાદી ઉપચારો કરવા.
ચૂર્ણ
સાજીખાર, મોરથૂથું, શિલાજિત, રસવંતી, સુરમો, મનશીલ અને હરતાલ એ સર્વે ઔષધો સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના સેવનથી લિંગાર્ષ મટે છે.
કુંવારનું લાંબુ
કુંવારનું લાંબુ (કૂવારપાઠું) બાંધવાથી લીગાર્ષ મટે છે.
લેપ
ઊભી ભોયરીંગણીના મૂળ લાવી તેને બળદના મૂત્ર સાથે વાટી તેનો લેપ લીગાર્ષ ઉપર કરવાથી લિંગના અર્શો તુરંત હણાઈ જાય છે.