માસીક સબંધી

માસીક સબંધી

માસિકસ્ત્રાવ

માસિકસ્ત્રાવ માં સ્ત્રીઓને ઘણી વાર પીડાનો અનુભવ થાય છે. તેમજ ઘણી વાર રક્ત અધીક વહે છે, તો ઘણીવાર ઓછું.

માસીકસ્ત્રાવનો સમય પણ ક્યારેક ૩થી ૫ કે વધતા ઓછા દિવસનો હોય છે, કે અનિયમિત રક્તસ્ત્રાવ હોય છે. અનિયમિત માસિકસ્ત્રાવ આવે છે.

ગાયનું ઘી

માસિકસ્ત્રાવ દરમીયાન ચીડચીડાપણું  રહેતું હોય, આવી અનેક સમસ્યાઓમાં ગરમ ગરમ પાણીમાં દેશી ગાયનું ઘી નાખીને તે પાણીનું સેવન કરવું.

પાણી ખુબ ગરમ રાખવું, એટલું ગરમ કે ચુસ્કી લઈને, ચા ની માફક પી શકાય. આનાથી માસીક સમયે થતી દરેક મુશ્કેલીઓથી બચી જવાય છે.

આ પ્રયોગ થી માસીક નીયમીત આવે અને જાય છે. વધારે પ્રમાણમાં થતો રક્તસ્ત્રાવ કે ઓછા રક્તસ્ત્રાવનો પ્રશ્ન હલ થાય છે. ગરમ પાણીનો પ્રયોગ માસીકના પ્રથમ દિવસથી શરૂં કરી માસિક રહે તેટલા દિવસ કરવો.

તકેદારી

૧      જેટલા દિવસ માસિકસ્ત્રાવ રહે તેટલા જ દિવસ આ પ્રયોગ કરવો.

૨      ગાયનું ઘી ના મળે તો ભેસનું ઘી લેવું પરંતુ ઘી શુદ્ધ લેવું.

૩      દિવસ દરમિયાન બે થી ત્રણ વાર આ પ્રયોગ કરવો.

૪      પાણી ચા જેટલું ગરમા ગરમ રાખવું.

માસિક દરમિયાન પેટનો દુખાવો

ઘણી મહિલાઓને માસિક દરમિયાન રક્તસ્ત્રાવ તેજીથી થાય છે અને પેટમાં ખૂબ દુખાવો થાય છે. માસિકના દિવસોમાં જ્યારે પેટમાં દુખાવો થાય ત્યારે નીચે પ્રમાણે ઉપચાર કરવો.

આસોપાલવ

આસોપાલવના પાન 5 થી 7 નંગ લઈ તેના ટુકડા કરી મિકસરમાં નાખી તેની ચટણી બનાવી લો. જો આ પાન સૂકા હોય તો તેનો બારીક પાવડર બનાવી લો.

આસોપાલવ

આ ચટણી અથવા પાવડર એક ચમચી લઈ એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ આ પાણીનું ગાળ્યા વિના સેવન કરવું. આ પ્રયોગ દિવસમાં એક વાર કરવો.

ઉકાળો

1       5 થી 7 નંગ    તુલસીના પાન

2       3 થી 5 નંગ    ફુદીનાના પાન

3       એક ટુકડો      આદું

4       એક ચમચી     વરિયાળી

તુલસી
ફુદીનો
આદુ
વરિયાળી

ઉપરની ચારેય ઔષધ લઈ તેને એક ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો. ત્યારબાદ તેને એક સ્વચ્છ ગ્લાસમાં ગાળીલો અને પી શકાય તેવું થાય ત્યારે ધીમે ધીમે તે પાણી પી જવાથી પિરિયડ દરમિયાન થતો પેટનો દુખાવો શાંત થાય છે.

માસિકના દિવસો દરમિયાન તેમજ જે મહિલાઓને દરેક વખતે આ દુખાવો રહેતો હોય તો તેને નિયમિત એક માસ સુધી આ પ્રયોગ કરવો જોઈએ.

માસિક દરમિયાન પેટનો દુખાવો રહેતો હોય તેવી સ્ત્રીઓ માસિક આવવાના 4 થી 6 દિવસ પહેલા આ પ્રયોગ શરૂ કરી શકે છે.

જમ્યા પહેલા એક કલાકે અથવા જમ્યાબાદ એક કલાકે એમ આ પ્રયોગ દિવસમાં સવાર સાંજ બે વાર કરવાનો હોય છે.

રક્ત સ્ત્રાવનું અધિકપણું

ઘણી મહિલાઓને માસિક દરમિયાન વધારે પ્રમાણમા રક્ત સ્ત્રાવ થાય છે. તેથી તેવી સ્ત્રીઓને અતિ નબળાઈ આવી જાય છે અને હાથ પગમાં દુખાવો, કમરમાં દુખાવો, ચક્કર આવવા ઈત્યાદી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે.

આવી મુશ્કેલીઓનું નિવારણ નીચે મુજબના ઉપચારથી કરી શકાય છે.

ચટણી

5 થી 7 શીશમના પાન લઈ તેને સાફ કરી ચટણી બનાવી લો. આ ચટણી સદા પાણી સાથે લેવાથી વધારે પડતાં રક્ત સ્ત્રાવથી છૂટકારો મેળવી શકાય છે.

શીશમ

આ શીશમના પાન ચાવીને ખાઈ જવાથી અને ઉપરથી પાણી પી જવાથી પણ તેનો લાભ પ્રાપ્ત થાય છે.

આ ઔષધના એક જ વારના પ્રયોગથી અતિ રક્ત્સ્ત્રાવની સમસ્યાથી છૂટકારો મળી જાય છે. પરંતુ આ પ્રયોગ માસિકના દિવસો દરમિયાન ચાલુ રાખવો. આ પ્રયોગ દિવસ દરમિયાન એક જ વાર કરવો.

પીપળાના પાન

પીપળો

બે થી ત્રણ ચમચી પીપળાના પાનનો રસ લો. અને તેમાં મીશ્રી અથવા મધ મેળવી તેનું સેવન કરવાથી અતિ રક્ત્સ્ત્રાવની સમસ્યાનું નિવારણ કરી શકાય છે.

માસિકનું અનિયમિતતા કે ના આવવું

ઘણી મહિલાઓનું માસિકચક્ર અનિયમિત થઈ ગયેલું હોય છે અથવા માસિક આવતું જ નથી. અને ઘણીવાર દોઢ કે બે મહિને આવે છે. આ સમસ્યાઓ નીચે મુજબના ઉપચારો કરી નિવારણ કરી શકાય છે.

ઉકાળો

1       50 ગ્રામ        કાળા તલ

2       50 ગ્રામ        સૂંઠ

3       50 ગ્રામ        અજમો

4       50 ગ્રામ        ગાજરના બીજ

તલ
સુંઠ
સુંઠ
અજમો
ગાજર ના બીજ

ઉપરના ચારેય ઔષધો લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લો.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચૂર્ણ ઉમેરી લો અને તેને ઉકાળો. એક ગ્લાસ પાણીને ઉકાળતા જ્યારે તેના ચોથા ભાગનું પાણી બચે ત્યારે તેને નીચે ઉતારી લો.

એક સ્વચ્છ ગ્લાસમાં આ પાણીને ગાળી લો અને તેમાં દેશી ગોળ આવશ્યકતા પ્રમાણે ઉમેરી તેનું સવારે ખાલી પેટે તથા રાત્રે ભોજન પહેલા એક કલાકે અથવા જમ્યા બાદ એક કલાકે નિયમિત 5 થી 7 દિવસ સેવન કરવાથી માસિકનું અનિયમિતપણું ધીમે ધીમે મટી જાય છે.

માસિક બિલકુલ બંધ  થઈ ગયું હોય તેવા સમયે આ પ્રયોગ ગમે ત્યારે શરૂ કરી શકાય છે. અને જ્યારે પિરિયડ ચાલુ થાય ત્યારે આ પ્રયોગ બંધ કરી દેવો.

ઋતુચક્ર પ્રમાણે આવતા દિવસોમાં, જે તે તારીખના દિવસો દરમિયાન માસિક ચાલુ ના થાય તો આ પ્રયોગ શરૂ કરી અને માસિક આવે એટલે બંધ કરી દેવો.

આ પ્રમાણે સજાગતા રાખી અને ગણતરી પૂર્વકના પ્રયોગ અને પ્રયત્નોથી ઋતુચક્ર નિયમિત કરી શકાય છે. આ પ્રયોગ 5 થી 20 દિવસો સુધી કરી શકાય છે.

માસિકનું ન આવવું

ઘણી મહિલાઓને માસિક આવતું બિલકુલ બંધ થઈ જાય છે. તેમજ તે ઘણી જ પરેશાન રહે છે. ઘણી દવાઓ અને ઔષધો લેવા છતાં કઈ પરિણામ મળતું નથી ત્યારે નીચે બતાવેલા ઔષધોનું વિધિ પ્રમાણે સેવન કરવાથી આ મુશ્કેલીમાથી બહાર આવી શકાય છે.

ઉકાળો

1       50 ગ્રામ        બથવાના બીજ

2       50 ગ્રામ        ગાજરના બીજ

3       50 ગ્રામ        કાળા તલ

બથવા ના બીજ
ગાજર ના બીજ
તલ

ઉપર બતાવેલા ઔષધો અલગ અલગ લઈ તેઓનું બારીક ચૂર્ણ તૈયાર કરી લો અને અલગ અલગ બોટલમાં  ભરી લો.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ગાજરના બીજનું ચૂર્ણ, અડધી ચમચી બથવાના બીજનું ચૂર્ણ અને અડધી ચમચી કાળા તલનું ચૂર્ણ ઉમેરો.

ત્યારબાદ આ પાણીને ઉકાળો અને જ્યારે પાણી અડધું બચે ત્યારે તેને નીચે ઉતારી ગાળી લો અને તેમાં આવશ્યકતા અનુસાર ગોળ મેળવી સારી રીતે મિશ્ર કરી તેનું સેવન કરવું.

આ પ્રમાણે બનાવેલ ઉકાળો સવારે નાસ્તા પહેલા એક કલાકે અથવા નાસ્તાબાદ એક કલાકે અને તેવી જ રીતે રાત્રિ ભોજન પહેલા કે પછી એક કલાકે સેવન કરવો.

આ પ્રયોગ કુદરતી રીતે બંધ થયેલા ઋતુચક્ર સિવાયના કારણોથી માસિક બંધ થયેલ હોય ત્યારે કરવો. આ પ્રયોગ 10 થી 30 દિવસ સુધી કરવો. આ ઔષધના સેવનથી બંધ થયેલ ઋતુચક્ર શરૂ થાય છે તેમજ માસિકની અનિયમિતતા મટી નિયમિત થાય છે. રક્તસ્ત્રાવ વધારે કે ઓછો હોય તો તે નિયમિત થાય છે.

પરેજી

ગરમ, વાસી કે અતિ મસાલા વાળો ખોરાક ના લેવો. ઠંડા અને ફ્રિજના પદાર્થોનું સેવન ના કરવું. તળેલા અને ખાટા પદાર્થોનું સેવન પણ ના કરવું. સેંધાળું મીઠાં નો ઉપયોગ કરવો. આચાર, તૈયાર ખોરાક, ફાસ્ટફૂડ, મેંદાનો ખોરાક ઈત્યાદીનો ત્યાગ કરવો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: Content is protected !!