હરેક પ્રાણીને નિરંતર શરીરથી મૈથુન કરવાની ઈચ્છા ઉત્પન્ન થયા કરે છે. મૈથુન કરવાની ઈચ્છા થવા છતાં જો મૈથુન ના કરે તો પ્રમેહ નામનો રોગ થાય છે. શરીરમાં મેદ ખૂબ વધે છે અને શરીર શિથિલ બને છે.
સ્ત્રીની અવસ્થા
સ્ત્રી સોળ વર્ષ સુધી બાળા કહેવાય છે. તે પછીના સોળ વર્ષ એટલેકે બત્રીસ વર્ષ સુધી યુવાન કહેવાય છે. તે પછીના પચાસ વર્ષ સુધી પ્રૌઢા કહેવાય છે અને પચાસ વર્ષ ઉપરાંત સ્ત્રી વૃદ્ધા (રતિક્રીડા થી નિવૃત) કહેવાય છે. વૃદ્ધ સ્ત્રીમાં કામ સબંધી કોઈ ઉત્સાહ રહેતો નથી.
ઋતુ પ્રમાણે સ્ત્રીનું ચયન
વિષયી પુરુષને ગ્રીષ્મ અને શરદ ઋતુમાં બાળા સ્ત્રીનો સાથ હિતકારી મનાય છે. શીતકાળમાં યુવાન સ્ત્રીનો સાથ શ્રેષ્ઠ ગણાય છે અને વર્ષાઋતુમાં તથા વસંતઋતુમાં પ્રૌઢા સ્ત્રી હિતકારી મનાય છે.
નિત્ય બાળા સ્ત્રી સાથે રતિક્રીડા કરવાથી તે બળ વધારે છે. યુવાન સ્ત્રીનું સેવન કરવાથી તે શક્તિ ઘટાડે છે. અને પ્રૌઢા સ્ત્રી સાથે કામક્રીડા કરવાથી તે ગઢપણ લાવે છે.
બળ વર્ધક 6 વસ્તુ
તાજું માંસ, નવું અન્ન, બાળા સ્ત્રી, દૂધનો આહાર, ઘી અને ગરમ પાણીથી સ્નાન આ છ વસ્તુઓ તુરંત બળ આપનારી છે.
બળનો નાશ કરનારી છ વસ્તુ
સડેલું અને ગંધાતુ માંસ, વૃદ્ધ સ્ત્રી, (કન્યા રાશિમાં આવેલો) સંક્રાંતિનો સૂર્ય, તુરંતનું જમાવેલું કે બરાબર નહીં જામેલું દંહી, પ્રભાત કાળનું મૈથુન અને પ્રભાતકાળની નિંદ્રા આ છ વસ્તુઓ તુરંત બળને હરનારા છે.
વય પ્રમાણે સ્ત્રીસંગનું ફળ
વૃદ્ધ પુરુષ જો યુવાન સ્ત્રી સાથે કમક્રીડામાં રત રહે તો તે વૃદ્ધ પુરુષ યુવાન બને છે અને યુવાન પુરુષ હોય પરંતુ વૃદ્ધ સ્ત્રી સાથે કે પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે સંભોગ કરે તો તે યુવાન પુરુષ વૃદ્ધ જેવો થઈ જાય છે.
સંયમીત જીવન જીવવાના ફાયદા
સ્ત્રી અને સંભોગની બાબતમાં સંયમ રાખનારા પુરુષો લાંબા આયુષવાળા થાય છે. સંયમી પુરૂષોને તુરંત ઘડપણ આવતું નથી. આવા પુરુષોનું શરીર બળવાન, ખડતલ અને સારો વર્ણ ધરાવતું હોય છે. તેમજ તેના શરીર માંસલ અને લચીલું હોય છે.
ઋતુ પ્રમાણે મૈથુનનો સમય
હેમંત ઋતુમાં પુરુષે વાજીકરણ ઔષધોનું સારી રીતે સેવન કરવું અને ખૂબ બળ પ્રાપ્ત કરવું અને પોતાની ઈચ્છા પ્રમાણે મૈથુન કરવું.
શિશિર ઋતુમાં પુરુષે તેની મરજી પ્રમાણે ખૂબ મૈથુન કરવું.
વસંતઋતુમાં અને શરદઋતુમાં દર ત્રણ દિવસે એક વાર મૈથુન કરવું.
વર્ષાઋતુમાં અને ગ્રીષ્મઋતુમાં દર પંદર દિવસે એક વાર મૈથુન કરવું.
સમજુ અને સંયમી પુરુષે દરેક ઋતુમાં ત્રણ દિવસે એક વાર સ્ત્રીનો સંભોગ કરવો.
શીતકાળમાં રાત્રે, ગ્રીષ્મઋતુમાં દિવસે, વસંતઋતુમાં રાત્રે અને દિવસે પણ સંભોગ કરી શકાય છે. વર્ષાઋતુમાં જ્યારે મેઘગર્જના થાય ત્યારે અને શરદઋતુમાં જ્યારે પોતાની ઈચ્છા થાય ત્યારે કામક્રીડા કરી શકાય છે.
સંભોગ માટે અયોગ્ય સમય
સૂર્ય ઉગવાના સમયે, મધ્યાન્હ સમયે અને સૂર્ય અસ્ત થતાં સમયે સ્ત્રીનો ભોગ ના કરવો.
કોઈ પવિત્ર પર્વ સમયે, પવિત્ર ઈશ્વરકાર્ય કરવા સમયે અને મધ્યરાત્રિએ સ્ત્રીસંગ કરવો નહી.
સ્ત્રીસંગ માટેનું સ્થળ
સ્ત્રી વિહાર કે મૈથુન માટે પુરુષે એકાંત વાળું, સુગંધી, સુખ આપે તેવું અને ખુશનુમાં સુગંધી પવન આવતો હોય તેવા સ્થળમાં રહેવું.
પરંતુ જ્યાં વડીલો સમીપ હોય, સ્થળ ખુલ્લુ હોય અને જ્યાં મનને અશાંત કરતાં આવજો આવતા હોય તેવા સ્થળનો ત્યાગ કરવો અથવા તેવા સ્થળે સ્ત્રીવિહાર કરવું નહીં.
પુરુષે સ્ત્રીસંગ કરવા સબંધે
જે પુરુષને પુત્રની ઈચ્છા હોય તેવા પુરુષે ગરમ પાણીનું સ્નાન લઈ અંગો ઉપર સુગંધિત દ્રવ્યો લગાવવા. વીર્ય વધારનારા અને ઉત્તમ પ્રકારના ભોજનનું સેવન કરવું.
જમ્યા પછી ઉત્તમ પ્રકારના મુખવાસથી મો સુગંધિત કરી ઉત્તમ અલંકાર અને વસ્ત્રો પરિધાન કરી અને હૃદયમાં પ્રેમ ભરી સુંદર શયન પર સ્ત્રી પાસે કામેચ્છાથી જવું.
વાજીકરણના ઉપયોગથી શક્તિશાળી અને પરાક્રમી પુરુષે હર્ષ સાથે રૂપવતી, ગુણવતી, પોતાના જેવા સ્વભાવ ધરાવનારી, સારા કુળની અને બહુ કામના ધરાવનારી સ્ત્રીને વિવેકથી ભોગવવી.
જે સુંદર સ્ત્રી હકારાત્મક અભિગમ વાળી, કામક્રીડામાં સાથ આપનારી અને ઉત્તમ અલંકારો ધારણ કર્યા હોય તેવી યુવાન સ્ત્રી સાથે પ્રેમ પૂર્વક કમક્રીડામાં પ્રવૃત્ત થવું.
જે પુરુષો ધીરજ વિનાના હોય, ભૂખ્યા કે ખૂબ જમેલા હોય, અંગમાં પીડા હોય અને તરશ વાળાએ સ્ત્રીસંગ ના કરવો.
બાળકે, વૃદ્ધોએ, મળમૂત્રના વેગથી પીડા પામેલા પુરૂષોએ અને મૈથુનથી વેદના થાય તેવા રોગો વાળા પુરૂષોએ મૈથુન કરવું ના જોઈએ.
કેવી સ્ત્રીને ના ભોગવવી
જે સ્ત્રી રાજસ્વળા હોય તેવી સ્ત્રીને પુરુષે ના ભોગવવી.
જે સ્ત્રીમાં કામના નથી, મલીન હોય, પ્રિય ના હોય અને હેત વગરની હોય તે સ્ત્રી સાથે સંભોગ ના કરવો.
પોતાનાથી ઉંમરમાં મોટી હોય, કોઈ વ્યધિથી પીડાતી હોય, મલીન અંગો વાળી, ગર્ભવતી અને દ્વેષ રાખનારી સ્ત્રી સાથે સંભોગ ના કરવો.
યોનીના રોગો ધરાવતી, પોતાના ગોત્રમાં જન્મેલી, ગુરુપત્ની અને જે સ્ત્રીએ ભેખ લીધો હોય તેવી સ્ત્રીઓ ભોગવવા યોગ્ય ના હોય પ્રણામ કરી લેવા.
જે પુરુષ તેનું મન કાબુમાં રાખી શકતો નથી અને રજસ્વળા સ્ત્રી સાથે સંભોગ કરે તો તે પુરુષની દ્રષ્ટિ, આયુષ્ય અને તેજની હાનિ થાય છે.
મૈથુન નિષેધ સ્ત્રી બાબત
કોઈ સ્ત્રી ગર્ભિણી હોય ત્યારે તે સેવવા લાયક નથી કારણકે તેનાથી ગર્ભમાં રહેલ શિશુને પીડા થાય છે.
સ્ત્રી કોઈ રોગથી પીડાતી હોય તેવી સ્ત્રીને ભોગવવાથી પુરુષના બળનો ક્ષય થાય છે. માટે આવી સ્ત્રી સંભોગ માટે વર્જ્ય છે.
ઓછા અંગવાળી, મલીન, દ્વેષયુક્ત દૂબળી અને વાંજણી સ્ત્રી સાથે સંભોગ કરવાથી અને ખુલ્લી જગ્યામાં સ્ત્રીનો ભોગ કરવાથી વીર્ય ક્ષીણ થાય છે.
જે સ્ત્રીના સંતાનો મરી જતાં હોય તેવી સ્ત્રી પાસે કામનાવશ થઈ જવું નહીં.
મૈથુન નિષેધ પુરુષ બાબત
જે પુરુષ ભૂખ્યો હોય, તરસ્યો હોય, વ્યાકુળ હોય અને બળ વિનાનો હોય અને સ્ત્રી સાથે સંભોગ કરે તો વીર્યની હાનિ થાય છે.
બળહીન થયેલો અને ચિત્ત વ્યાકુળ હોય તેવો પુરુષ મધ્યાન્હ સમયે સ્ત્રી સાથે સંભોગ કરે તો વીર્યની હાનિ થાય છે તેમજ તેને વાયુનો પ્રકોપ થાય છે.
રોગથી ગ્રસ્ત પુરુષ કામવશ થઈ સ્ત્રી સાથે સંભોગ કરે તો તેને વેદના, બરલની બીમારી, મૂર્ચ્છા અને મૃત્યુ પણ થઈ શકે છે.
પરોઢિયે અને મધ્યરાત્રિએ સ્ત્રી સાથે મૈથુન કરવાથી વાયુ અને પિત્તનો પ્રકોપ થાય છે.
કોઈ પશુની યોનિમાં, યોનિવીના સૃષ્ટિ વિરુદ્ધ મૈથુન કરનાર અને રોગીષ્ટ યોનિમાં મૈથુન કરવાથી તે પુરુષને ચાંદીનો રોગ થાય છે. તેમજ વાયુનો પ્રકોપ તથા વીર્ય અને સુખનો નાશ થાય છે.
મળ મૂત્રના વેગને રોકવાથી, વીર્યના વેગને રોકવાથી અને ચત્તા સૂઈ મૈથુન કરવાથી વીર્યની પથરી થવાનો સંભવ રહે છે.
અતિ મૈથુન કરવાથી શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, શરીરની દુર્બળતા (દુબળાપણું), ક્ષયરોગ અને આક્ષેપક રોગ (આ રોગમાં શરીર ડોલ્યા કરે તે વાયુ સબંધી રોગ) ઈત્યાદી રોગો જન્મ લે છે.
મૈથુન પછી હિતકારી પદાર્થો
મૈથુન કર્યા પછી ગરમ પાણીનું સ્નાન લેવું. સાકર મિશ્રિત કે મધ મિશ્રિત દૂધનું સેવન કરવું. ગોળ વાળા વ્યંજનો આહારમાં લેવા. શીતળ અને સુગંધી વાયુનું સેવન કરવું. માંસનો રસ પીવો અને નિંદ્રા કરવી એ સુખકર અને હિતકર છે.
અતિ મૈથુનથી થતું નુકસાન
માણસ મદમાં આવીને, કામાસક્ત થઈને કે કોઈપણ કારણોસર અતિ સંભોગ કરે તો તેનું બળ, સુંદરતા, બુદ્ધિ, ઇત્યાદિનો ક્ષય થાય છે.
બહુ જ મૈથુન કરવાથી શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, દુબળાપણું, પાંડુરોગ, ક્ષયરોગ અને આક્ષેપ રોગ (આક્ષેપથી શરીર ડોલ્યા કરે છે) અને વાયુ સબંધી રોગો ઉત્પન્ન થાય છે.