યોનીરોગો
યોનીરોગો એટલે યોનીમાં થતા રોગો. અહી યોનીરોગને પ્રજનન અંગો નાં સંદર્ભમાં લેવામાં આવેલ છે. યોનીરોગો વીસ પ્રકારના છે.
૧ વાત્તીક યોનીરોગ ૨ પૈતિક યોનીરોગ ૩ સ્લેશ્મિક યોનીરોગ
૪ સન્નીપાતિક યોનીરોગ ૫ રક્તજ યોનીરોગ ૬ લોહિતક્ષયજ યોનોરોગ
૭ શુષ્કા યોનીરોગ ૮ વામિની યોનીરોગ ૯ ષંઢી યોનીરોગ
૧૦ અંતર્મુખી યોની ૧૧ સૂચીમુખી યોની ૧૨ વિપ્લુતા યોની
૧૩ પરીપ્લુતા યોની ૧૪ જાતગ્ની યોની ૧૫ ઉપપ્લુતા યોની
૧૬ પ્રાકચરણા યોનિ ૧૭ મહા યોની ૧૮ કર્ણીની યોની
૧૯ નંદા યોની ૨૦ અતિચરણાં યોની
ઉપર પ્રમાણેનાં ૨૦ પ્રકારના યોનીરોગ છે. જેની સક્ષિપ્તમાં સમજુતી નીચે પ્રમાણે છે.
૧ – વાત્તીક યોનીરોગ
વાત્તીક યોનીરોગનું બીજું નામ વાતલા યોની પણ છે.આવા પ્રકારની યોની કઠોર, સ્તબ્ધ, શુળ અને પીડા કારક હોય છે.
૨ – પૈતિક યોનીરોગ
પિત્તના લક્ષણો, દાહ, પાક, તાવથી યુક્ત આવી યોનિમાંથી કાળું અને પીળું રજ નીકળે છે. આનું બિજુ નામ પીત્તલાયોની પણ છે.
૩ – સ્લેશ્મિક યોનીરોગ
કફયુક્ત આવા પ્રકારની યોની ઠંડી અને ચીકણી હોય છે. તેમાં ખંજવાળ બહુ આવે છે. તેનું બીજું નામ સ્લેશ્મલા યોની પણ છે.
૪ – સન્નીપાતિક યોનીરોગ
આવી યોનીમાં વાત,પીત્ત અને કફ એમ ત્રણે દોષોના લક્ષણો જોવા મળે છે.
૫ – રક્તજ યોનીરોગ
આવા પ્રકારની યોની સ્થાનભ્રષ્ટ હોય છે. અને તેથી બહુજ કષ્ટથી બાળક ની પ્રસુતિ કરે છે. આ યોનિને રક્તજા યોની પણ કહે છે.
૬ – લોહિતક્ષયજ યોનોરોગ
આવી યોનિમાંથી પ્રવાહિત આર્તવ ક્ષીણતા, કુશતા અને વૈવર્ણ્ય જેવું જોવા મળે છે. આ યોનિમાંથી બળતરા સાથે લોહી વહે છે.
૭ – શુષ્કા યોનીરોગ
આવા પ્રકારની યોનીમાં આર્તવનો નાશ થયેલો જોવા મળે છે. અને જો આર્તવ હોય તો પણ પ્રજોત્પત્તિ માટે પ્રયોજનમાં આવતું નથી.
૮ – વામિની યોનોરોગ
આવા પ્રકારની યોની વીર્યને આર્તવ સાથે બહાર કાઢી નાખે છે. યોનીમાં વાયુના રોગના પ્રભાવથી આવું બને છે.
૯ – ષંઢી યોનીરોગ
આવી યોની આર્તવ વિનાની હોય છે, તેથી મૈથુન કરવાથી ખરબચડી લાગે છે. આવી યોની વાળી સ્ત્રીઓના સ્તન પણ ભરાવદાર (પુષ્ટ)હોતા નથી.
૧૦ – અંતર્મુખી યોની
અતિ મોટા કે મોટા લીંગવાળા પુરુષના સંભોગથી તરુણીની યોની શોથ યુક્ત અને ઈંડા સમાન થઇ જાય છે. આને અંતર્મુખી યોની કહે છે. આમાં યોની ઈંડાની જેમ બહાર નીકળી આવે છે. આ પણ ગર્ભાશય યોનીભ્રંશ (prolapse of uterus or vagina) નો જ પ્રકાર છે.
૧૧ – સૂચીમુખી યોની
આવી યોનીઓનું છિદ્ર સોય જેવું બારીક હોવાથી બહુ જ કષ્ટ પૂર્વક ભોગવી શકાય છે. આ રોગ ને આધુનિક દ્રષ્ટીએ (infantile uterus) ઇન્ફન્ટાયલ યુંટેરસ સાથે સરખાવી શકાય છે.
૧૨ – વિપ્લુતા યોની
આવા પ્રકારની યોનીમાં વાયુના પ્રભાવથી બહુ જ પીડા થતી હોય છે. આવી પીડા કાયમ માટે ધીમે ધીમે શરુ રહે છે.
૧૩ – પરીપ્લુતા યોની
આવી યોનીમાં મૈથુન દરમિયાન ઘણી વેદના થાય છે.
૧૪ – જાતગ્ની યોની
આવા પ્રકારની યોની – જે ગર્ભ બંધાય છે, તેને આર્તવ ક્ષય ને લીધે મારે છે. તેથી આવી યોની ને “પુત્રઘ્ની” પણ કહે છે. આવી યોનીઓમાં ગર્ભસ્ત્રાવી પ્રવૃત્તિ (Habitual Abortion) જોવા મળે છે.
૧૫ – ઉપપ્લુતા યોની
આવા પ્રકારની યોનીઓમાં, યોનીની આસપાસના ભાગોમાંથી ઘણી પીડા સાથે ફીણ યુક્ત આર્તવ બહાર આવે છે.
૧૬ – પ્રાકચરણા યોનિ
આવી યોની સંભોગ દરમિયાન પુરુષ પહેલા ચરમસીમા એ પહોચી શીથીલ થઈ જાય છે. તેમાં ગર્ભ ધારણ થઇ શકતું નથી.
૧૭ – મહા યોની
આવી યોનીઓમાં યોનિનું મુખ સદા વિકસિત થયેલું હોય છે.
૧૮ – કર્ણીની યોની
આવી યોનીઓમાં કર્ણિકા જેવી માંસની ગાંઠ થાય છે.
૧૯ – નંદા યોની
આવી યોનીઓ સંભોગનો ઘણોજ આનંદ ધરાવે છે, અને તેથી તે મૈથુનની ઘણીજ ઈચ્છાઓ કરે છે. આવી યોનિને અત્યાનંદા પણ કહે છે.
૨૦ – અતિચરણાં યોની
આવી યોનીઓ કફ ના પ્રભાવમાં હોવાથી સંભોગ દરમિયાન ખંજવાળ આવે છે. જેના કારણે ઘણા જ મૈથુનથી પણ તે સંતોષાતી નથી.
સ્ત્રીઓના યોનિરોગોના થોડા ઉપાયો
૧ – સિદ્ધ તેલ
તગર, રીંગણી, ઉપલેટ, સિંધાલૂણ અને દેવદાર આ સર્વે ઔષધ લઈ તેનો કલ્ક બનાવો. એક કડાઈમાં તલનું તેલ લઈ આ કલ્ક તેમાં ઉમેરી આ તેલને પકાવી લો (સિધ્ધ કરી લો).
આ સિધ્ધ તેલનું પુંભડું યોનિમાં પહેરવાથી વિપ્લુતા યોનિની વ્યથા મટે છે.
૨ – બાફ
જે યોનિ વાતલા, કઠણ, ગંધાતી, સ્તબ્ધ કે ખરસટ હોય તો તેવી યોનિને બાફ આપવો –
વાત નાશક ઔષધો લઈ તેનો ઉકાળો બનાવવો. જ્યાં પવન નાં આવે તેવી બંધ જગ્યામાં એક ખાડો કરી તે ખાડામાં એક માટલું કાંઠા સુધી દાટી દેવું. આ માટલામાં ઉકાળો ભરી તેમાં લોખંડના ધગધગતા ખિલાઓ નાખી તે ઉપર રોગીને ઉભડક બેસાડી યોનિને પરસેવો લાવવો.(બાફ આપવો)
અથવા વાયુ નાશક તેલનું પુંભડું યોનિમાં હંમેશા પહેરી રાખવું.
૩ – સિદ્ધ તેલ
પિત્તના યોનિરોગો માટે પિત્ત નાશક ઔષધીઓથી તેલને સિધ્ધ કરી તે તેલનું પુંભડું યોનિમાં પહેરવું અથવા તેલમાં લીંબોળીઓને નાખી તે થકી તેલને સિધ્ધ કરી આ તેલનું પુંભડું યોનિમાં પહેરવું.
૪ – પેય
આંબળાનો રસ અને સાકર મેળવીને તેનું સેવન કરવાથી અથવા કમલિની (હાડીઆકરસણ) નાં મૂળને ચોખાના ધોવાણ સાથે પીવાથી યોનિમાં થતી બળતરા શાંત થાય છે.
૫ – ચૂર્ણ (પહેરવા માટે)
યોનિમાંથી દુર્ગંધ આવતી હોય ત્યારે – વજ, અરડૂસો, કડવા પરવળ, ઘઉંલા અને લીંબડો આટલી વસ્તુ લઈ તેનું ચૂર્ણ કરી તેને રૂ નાં પોલમાં લપેટી યોનિમાં પહેરવું અને ગરમાળા વગેરે જેવી ઔષધોથી યોનિને ધોવી. આમ કરવાથી યોનિ ગંધ રહિત થાય છે.
૬ – વાટ (પહેરવા માટે)
કફ સબંધી યોનિરોગો માટે પીપર, મરી, અડદ, સુવા, ઉપલેટ અને સિંધાલૂણ લઈ તેને વાટીને તર્જની (પહેલી આંગળી) જેવી જાડી અને લાંબી વાટ બનાવો. આ વાટ યોનિમાં પહેરવાથી કફ સબંધી યોનિરોગો મટે છે.
૭ – કવાથ (ધોવા માટે)
ત્રિફળા, ગળો, અને નેપાળાના મૂળનો કવાથ કરી તેનાંથી યોનિ ધોવાથી યોનિમાર્ગ માં આવતી વલૂર મટી જાય છે. યોનિ ઉપર ખાંડ મસળવાથી યોનિમાં આવતી વલૂર જરૂર મટી જાય છે. તેમજ યોનિમાં શૂળ હોય તો વજ અને સવાનો ખરડ કરવો.
૮ – ચૂર્ણ (પહેરવા માટે)
કાથો, હરડે, જાયફળ, લીંબડાના પાન અને સોપારી આ સર્વેનું ચૂર્ણ બનાવી લો. મગનો યુષ બનાવો. આ ચૂર્ણને મગના યુષમાં વાટીલો અને સૂકવીને તેને વસ્ત્રગાળ કરી લો. આ ચૂર્ણને યુક્તિપૂર્વક યોનિમાં પહેરે તો યોનિ સાંકડી થાય છે અને પાણી પડતું હોય તો તે બંધ થાય છે.
૯ – કવાથ (ધોવા માટે)
કૌચના મૂળિયાં લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથથી યોનિ ધોવાથી યોનિ સાંકડી થાય છે.
૧૦ – ભાંગ
ભાંગને જીણી વાટીને તેને ચાળી લો અને તેની નાની નાની પોટલીઓ બનાવી ૧ પ્રહર સુધી યોનિમાં પહેરે તો યોનિ ઘણીજ સાંકડી થઈ જાય છે.
૧૧ – મોચરસ
મોચરસને ખૂબ બારીક વાટી તેની સ્વચ્છ કપડામાં પોટલીઓ કરી ૧ પ્રહર આ પોટલી યોનિમાં પહેરે તો યોનિ સાંકડી થાય છે.
૧૨ – કવાથ (ધોવા માટે)
આંબળાની જડ, કસેલો, બોળનું મૂળ, માયાં, બોરડીનું મૂળ અને અરડૂસાનું મૂળ આ સર્વેનો કવાથ કરી તે વડે યોનિ ધોવાથી યોનિ સાંકડી થાય છે.
૧૩ – દહીં
દહીંનાં ઘોળવાથી યોનિને ધોવાથી યોનિ સાંકડી થાય છે.
૧૪ – ચૂર્ણ (પહેરવા માટે)
સફેદ કાથો, ફુલાવેલી ફટકડી, ધાવડીના ફૂલ અને માયાં આ સર્વેને જીણા વાટી પોટલીઓ બનાવી યોનિમાં પહેરવાથી યોનિ સાંકડી થાય છે.
યોનીના સઘળા રોગ મટાડવા માટે ફળધૃત
મજીઠ, જેઠીમધ, ઉપલેટ, ત્રિફળા, સાકર, કાંસકીના બીજ, બમણી શતાવરી (૧૪ તોલા), ચોગણી અશ્વગંધા (૨૮ તોલા), અજમોદ(અછમોદ), હળદર, દારુહળદર, કાંગ, કડુ, કમળ, પોયણાં, કાળીદ્રાક્ષ, સુખડ અને રતાંજલી એ સર્વે ઔષધો એક એક તોલા ભાર લઈ તેને ખરલમાં લસોટી ચટણી બનાવી લો.
એક કડાઈમાં ૬૪ તોલા ધી લઈ તેમાં સર્વે ઔષધની તૈયાર કરેલ ચટણી ઉમેરો. ત્યારબાદ તેમાં ૧૨૮ તોલા શતાવરીનો રસ અને ૧૨૮ તોલા દૂધ ઉમેરો અને ધીમા તાપે આ કડાઈને રાખો.
(જેનો વાછડો જીવંત હોય અને એક વર્ણી ગાય નું દૂધ લેવું અને અગ્નિ અડાયા છાણાંનો દેવો)
બધાજ ઔષધો બળી અને માત્ર ઘી બાકી રહે ત્યારે કડાઈ નીચે ઉતારી ઘીને ગળી એક સ્વચ્છ વાસણમાં ભરી લો.
આ ઔષધિય ઘીનું પુરુષ જો સેવન કરી રતિક્રીડા કરે તો તેમાં તે શક્તિવાન થઈ રહે છે. તેમજ વીર, બુદ્ધિશાળી અને સ્વરૂપવાન પુત્રોને ઉત્પન્ન કરનાર બને છે.
જે સ્ત્રીઓને ગર્ભ શ્રવી જતો હોય અને જે સ્ત્રીઓને મરેલા બાળકો જન્મતા હોય અથવા નિર્બળ, અશક્ત અને ટૂંકા આયુષ્ય ધરાવતા હોય તેવા બાળકો જન્મતા હોય તથા જે સ્ત્રીઓને ફક્ત દીકરીઓજ અવતરે છે, તેવી સ્ત્રીઓએ આ ધીનું સેવન આવશ્ય કરવું જોઈએ. જેથી આ સર્વે મુશ્કેલીઓથી બચી જવાય છે.
આ ફળધૃત યોનિસ્ત્રાવ, લોહીનો દોષ અને બીજા ઘણા યોનિરોગોને દૂર કરનાર છે.