આ અઢાર પ્રકારના શુક્રના દોષો છે. અથવા તેને વીર્ય સબંધી અઢાર રોગો પણ કહેવામાં છે.
સર્ષપિકાનું લક્ષણ
શુક્રદોષ કે દુષ્ટ યોનીના સંસર્ગથી ધોળી સર્ષપ જેવી ફોડલીઓ થાય છે. આ ફોડલીઓ કફ અને વાયુથી થાય છે. તેને સર્ષપિકા કહેવાય છે.
અષ્ટિલિકાનું લક્ષણ
અષ્ટિલિકા નામની ફોડલીઓ વાયુથી થાય છે. આ ફોડલીઓ લાંબી અને વાંકા કાટાઓ ધરાવતી તેમજ કઠણ હોય છે.
ગ્રથિતનું લક્ષણ
ગ્રથિત ફોલ્લીઓ કફથી થાય છે. તે જવની અણીઓ સમાન હોય છે અને તેનાથી લિંગ પુરાય જાય છે.
કુંભીકાનું લક્ષણ
કુંભીકા નામની ફોલ્લીઓ રક્ત અને પિત્તથી થાય છે. તે જાંબુના ઠળિયા જેવી હોય છે.
અલજીનું લક્ષણ
અલજી નામની ફોલ્લીઓ પ્રમેહ પીડિકાઓ જેવી જ હોય છે. તે રાતા અને કાળા રંગની થાય છે. આ ફોલ્લીઓ રક્ત અને પિત્તથી થાય છે.
મૃદિતનું લક્ષણ
મૃદિત નામની ફોલ્લીઓ વાયુના કોપથી થાય છે. લિંગ દબાવવાથી તેની ઉપર સોજા સહિત તે થાય છે.
સંમુઢપિડકાનું લક્ષણ
હાથ વડે લિંગને ચોળવાથી આ ફોલ્લીઓ થાય છે. સંમુઢપિડકા વાયુ કોપવાથી થાય છે.
અવમંથનું લક્ષણ
અવમંથ નામની ફોડલીઓ લાંબા અંકુરો વાળી વચ્ચેથી ફાટેલી અને ઘણા પ્રમાણમા થાય છે. આ ફોડલીઓ ઘણી વેદના કરનારી રોમોદગમ કરનારી હોય છે. તે કફ અને રક્તના કોપથી થાય છે.
પુષ્કરિકાનું લક્ષણ
પુષ્કરિકા નામની ફોડલીઓ કમળની ડોડી જેવા આકારની બાજુ બાજુમાં થતી નાની નાની હોય છે. આ ફોડલીઓ પિત્ત અને રક્તના કોપથી થાય છે.
સ્પર્શહાનિનું લક્ષણ
શુક્ર દોષથી બગડેલું લોહી સ્પર્શહાનિ નામની ફોડલીઓ ઉત્પન્ન કરે છે.
ઉત્તમાનું લક્ષણ
શુક્રના અજીર્ણથી થતી આ ફોડલીઓ મગ કે અડદ સમાન હોય છે. તે રક્ત અને પિત્તથી થાય છે જેને ઉત્તમાં કહેવામા આવે છે.
શતપોનકનું લક્ષણ
શતપોનક નામનો વ્યાધિ વાયુ અને રક્તથી થાય છે. આ વ્યાધિમાં જીણા જીણા મુખોવાળા છિદ્રોથી લિંગ વ્યાપ્ત થઈ જાય છે.
ત્વકપાકનું લક્ષણ
આ વ્યાધિ પિત્ત અને રક્તથી થાય છે. ત્વકપાક જ્વર અને દાહ પેદા કરે છે.
શોણિતાર્બુદનું લક્ષણ
શોણિતાર્બુદ નામની ફોડલીઓ કાળા અને રતાશ રંગ ધરાવતી હોય છે. તેનાથી વેદના થાય અને લિંગ પીડાય છે.
માંસાર્બુદનું લક્ષણ
લિંગ ઉપર માંસ દૂષિત થાય ત્યારે લિંગ ઉપર માંસાર્બુદ થાય છે.
માંસપાકનું લક્ષણ
લિંગનું માંસ ખરી પડતાં જે વેદના થાય છે તેને સર્વ દોષોથી થયેલ માંસપાક કહેવામા આવે છે.
વિદ્રધિનું લક્ષણ
સન્નિપાતથી વિદ્રધિ થાય છે. તેના લક્ષણો પ્રમેહના વિદ્રધિ જેવા જ હોય છે.
તિલકાલકનું લક્ષણ
કાળા રંગના, અનેક રંગો ધરાવતા કે ધોળા રંગના શુક નામના જેરી પ્રાણીઓ હોય છે. તેની ભસ્મ જેરયુક્ત હોય છે. આ ભસ્મથી આ વ્યાધિ પેદા થાય છે. આ ભસ્મથી જેરયુક્ત માંસ લિંગમાથી ખરવા લાગે છે. લિંગને સંપૂર્ણ રીતે પાડી નાખે છે. અને કાળા થઈને વિખાતા જાય તેને તિલકાલક કહે છે.
શુક્રદોષની અસાધ્યતા
આ અઢારેય પ્રકારના દોષોમાં માંસાર્બુદ, માંસપાક, વિદ્રધિ અને તિલકાલક એ ચાર રોગો અસાધ્ય ગણાય છે.
શુક્રદોષના ઉપચાર
સઘળા શુક્રદોષોમાં વિષહર ક્રિયાઓ થકી જેર દૂર કરવું. જળો મૂકીને કે યુક્તિ કરી જેર કાઢી લેવું. વિરેચન કરાવવું, હળવું ભોજન કરાવવું અને ત્રિફળાના કવાથ સાથે ગુગળ પાવો.
ઠંડા દૂધનો લેપ કરવો અને તેનું સેવન પણ કરાવવું.
દાર્વી તૈલ
દારૂ હળદર, તુલસી, જેઠીમધ, ધૂમાડાની ધૂંસ અને હળદર સમાન ભાગે લઇ તેનો કલ્ક બનાવી લો. આ કલ્કથી તેલ પકાવી લો (તેલ સિદ્ધ કરી લો).
આ સિદ્ધ કરેલું તેલ દાર્વીતૈલ કહેવાય છે. આ દાર્વીતૈલના અભ્યંગથી લિંગના તમામ રોગો મટી જાય છે.
રસાંજન લેપ
ફક્ત એકલા રસદંતીજ (રસાંજન) લેપ માત્રથી લિંગના તમામ રોગો એવી રીતે મટાડે છે કે જાણે તે ક્યારેય થયા જ ના હોય.
દુર્ગંધ મારતું પરુ, વ્રણ, સોજા, ખરજ અને શૂળવાળા લિંગના રોગોને પણ રસવંતીનો લેપ મટાડી દે છે.
લિંગ વર્ધક ઉપચાર
આજના સમયમાં સમાજમાં દરેક જગ્યાએ અશ્લીલતા જોવા મળે છે. ટીવી જાહેરાતો, પ્રોડક્ટ સામગ્રીઓ અને મોબાઇલ તેમજ કેટકેટલીયે જગ્યાએ અશ્લીલતા છલકાયેલી જોવા મળે છે.
આવી અસભ્ય સામગ્રીઓથી નાની ઉંમરમાં બાળકો કુલક્ષણો તરફ દોરવાઈ જાય છે અને હસ્ત મૈથુનથી કાચી ઉંમરમાં પતનને માર્ગે ચડી જાય છે.
પરિણામે શારીરિક અને માનસિક દુર્બળતા ઉપરાંત અનેક ગુપ્ત રોગોને આમંત્રણ આપે છે. આ રોગો પૈકી એક રોગ લિંગની શિથિલતા છે.
નાની ઉંમરમાં કરેલી ભૂલોનું પરિણામ પાછળથી ભોગવવું પડે છે. હસ્તમૈથુન અને ખોટી આદતોથી ટેવાઈને શિશ્ન જો પૂરું ઉત્થાન ના પામતું હોય કે પાતળું પડી ગયું હોય કે નાનું હોય તો તેનો ઉપચાર કરવો જરૂરી બની જાય છે.
અહી થોડા પગલાઓનું માર્ગદર્શન અને ઉપચાર આપવામાં આવેલા છે જેનું પાલન, સેવન અને પથ્ય પાળવાથી આવશ્ય ફાયદો થાય છે.
યોગ
પ્રથમ દુર્બળતાઓનો નાશ કરવા માટે શરીર શૌષ્ઠવ મજબૂત હોવું જરૂરી છે. અને તે માટે યોગ એક ઉત્તમ સાધન છે. બીજું, વીર્યનું રક્ષણ ખૂબ જરૂરી છે. અને તે માટે પણ યોગ એક ઉત્તમ રસ્તો છે.
માટે સર્વાંગાસન અને હલ્લાસન નામના બે આસનોની કોઈ સારા યોગ ગુરુ પાસેથી શિક્ષા દિક્ષા લઈ લેવી અને નિયમિત તેનો અભ્યાસ કરવો. તેમજ લોમ અનુલોમ ક્રિયાઓ કરવાથી સમસ્યાઓને જડથી સમાપ્ત કરી શકાય છે.
લિંગ વર્ધક – કામ વર્ધક આહાર
દુર્બળતા દૂર કરવાનો અને લિંગ વધારવા માટે એક ખીરનો પ્રયોગ અહી રજૂ છે. જે પ્રીતિ પૂર્વક કરી તેનો ફાયદો જરૂરથી ઉઠાવવો જોઈએ.
1 50 ગ્રામ અડદની દાળ (પાવડર)
2 10 ગ્રામ દેશી ઘી (ગાયનું)
3 10 ગ્રામ લસણ
4 03 ગ્રામ અજમો (પાવડર)
5 10 ગ્રામ વરિયાળી
6 03 ગ્રામ જાવંત્રી (પાવડર)
7 01 ગ્રામ એલચી (પાવડર)
8 03 ગ્રામ તુલસીના બીજ
9 03 ગ્રામ અશ્વગંધાનો પાવડર
10 100 ગ્રામ દૂધ
11 સ્વાદ અનુસાર મિશરી
પ્રથમ અડદની દાળના પાવડરને ઘીમાં શેકી લેવી જેથી તેનો રંગ લાલાશ વાળો થઈ જશે.
અડદનો લોટ ઘીમાં શેકાઈ લાલ થઈ ગયા બાદ તેમાં દૂધ ઉમેરો અને હલાવતા રહો.
દૂધ જ્યારે ગરમ થઈ ઉકળવા લાગે ત્યારે તેમાં લસણ, અજમો, વરીયાળી ઈત્યાદી સર્વે ઔષધો તેમાં ઉમેરી લો અને હલાવતા રહો.
દૂધ જ્યારે ઉકળીને ખીર બની જાય ત્યારે તેને નીચે ઉતારી થોડી ઠંડી કરી તેનું સેવન કરવું.
આ ખીરનું સેવન સવારે કરી ત્યારબાદ એક કલાક સુધી કાઇપણ ખાવું પીવું નહીં. જો અને જ્યારે રાત્રે સંભોગ કરવો હોય તો અને ત્યારે રતિક્રીડા પહેલા 1 કલાકે આ ખીરનું સેવન કરવું.
આ ખીરના સેવનથી શરીરની દુર્બળતાઓનો નાશ થાય છે અને શરીરમાં તાકાત આવે છે, પ્રસન્નતા અનુભવાય છે.
આ ખીર ફ્રીજમાં રાખીને ઠંડી કરીને લઈ શકાતી નથી આમ કરવાથી તે ફાયદાની જગ્યાએ નુકશાન કરશે. જો એક વારમાં ખાઈ ના શકાય તો થોડીવારે બીજીવાર તેનું સેવન કરી શકાય છે.
લિંગ નાનું હોય અને તેની લંબાઈ વધારવી હોય તો લિંગ ઉપર માલિશ કરવાનું સૂચવવામાં આવે છે. આ માલિશનું તેલ કઈ રીતે તૈયાર કરવું તે અહી દર્શાવવામાં આવે છે.
1 5 ગ્રામ અજમો
2 2 ગ્રામ લસણ
3 2 ગ્રામ લવિંગ
4 5 ગ્રામ જાયફળ
5 50 ગ્રામ સરસવનું તેલ
સૌ પ્રથમ એક કડાઈમાં સરસવનું તેલ લઈ અગ્નિ ઉપર ધીમી આંચે ગરમ કરો. થોડું ગરમ થાય ત્યારે તેમાં અજમો, લસણ, લવિંગ અને જાયફળ નાખી તેલને જરૂર પૂરતું હલાવતા રહો.
જ્યારે તેલમાં રહેલ બધીજ વસ્તુઓ કાળી પડી જાય ત્યાસુધી તેલ પકાવતાં રહો. ત્યારબાદ નીચે ઉતારી ગાળીને એક સ્વચ્છ કાચની બોટલમાં ભરી લો.
આ તેલથી લિંગ ઉપર દિવસમાં બે વાર પાંચ મિનિટ માટે હળવા હાથે માલિશ કરવું. તેલ લિંગના મૂળથી લઈ લિંગની ઉપર અને નીચે સુધી માલિશ કરવું પરંતુ આગળના ભાગે (કેપ ઉપર) તેલ ના લગાવવું.
આ માલિશથી લિંગને દોઢ થી બે ઇંચ જેટલું વધારી શકાય છે. પરંતુ આ માલિશ નિયમિત કરવું જરૂરી છે. આ પ્રયોગ 3 થી 6 માસ સુધી કરવાથી સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
આ માલિશના તેલમર્દન સમયે લિંગમાં ઉત્તેજના આવે અને હસ્ત મૈથુનની તીવ્ર ઈચ્છા પ્રજ્વલિત થાય તેવા સમયે સંયમ જાળવવો અને વીર્યની રક્ષા કરવી. નહિતો નુકસાન જશે.
હસ્ત મૈથુન ના કરવું. પોર્ન વિડીયો કે ફોટો ના જોવા અને તેવા વિચારો પણ ન કરવા. દરેક પ્રકારના અશ્લીલ સાહિત્યથી દૂર રહેવું.
યોગ અને પ્રાણાયામ અનુભવી યોગ ગુરુ પાસેથી શીખવા ખોટી રીતે આ ક્રિયાઓ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પહોચે છે.
અતિ તીખા, અતિ ખાટા અને અતિ ખારા રસનું સેવન હાનિકારક છે તેમજ અતિ ખાંડ વાળા પદાર્થો, વાસી ખોરાક, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને ઠંડા પીણાઓ અત્યંત હાનિકારક હોય ન લેવા.