મૂત્ર અને આંતરડાની વધરાવળ વાયુથી થતી હોવા છતાં હેતુભેદથી જુદી ગણાય છે.
વાયુ જ્યારે કુપિત થાય ત્યારે વૃષણમા રહેલી શિરાઓને રોકીને વૃષણની ગોળી અને ત્વચામાં વૃદ્ધિ અને સોજો આવે છે તથા તેમાં પીડા અનુભવાય છે.
વાયુની વધરાવળ
વાયુની વધરાવળ હવા ભરેલી ધમણના સ્પર્શ જેવી, રુક્ષ અને વૃષણને સહેજ સ્પર્શ માત્રથી વેદના થાય તેવી હોય છે.
પિત્તની વધરાવળ
પિત્તથી થયેલી વધરાવળ પાકા ઉંબરાના ફળ સમાન, પિત્તથી દાહ કરનારી અને તેનો સ્પર્શ કરતાં તે ગરમ અનુભવાય તેવી હોય છે.
કફની વધરાવળ
કફથી થયેલી વધરાવળ શીતળ, ભારે, સ્નિગ્થ, ખંજવાળ યુક્ત, કઠણ અને થોડી વેદના ઉપજવનારી હોય છે.
રક્તની વધરાવળ
લોહીથી થયેલી વધરાવળ કાળા રંગ જેવી, ફોલ્લીઓથી વીંટાયેલી હોય છે તેમજ તેના લક્ષણો પિત્તના વધરાવળ જેવા હોય છે.
મેદની વધરાવળ
મેદથી થયેલી વધરાવળ કફની વધરાવળ જેવા લક્ષણો ધરાવતી હોય છે પરંતુ તે મૃદુ, કોમળ, તાડના ફળ જેવી અને ગોળ હોય છે.
મૂત્રની વધરાવળ
મૂત્રની વધરાવળ મૂત્રના અટકાવ થવાથી થાય છે. વૃષણમાં સોજો અને વૃદ્ધિ થવાથી તેમજ ગોળીઓ નીચે લટકતી હોવાથી ચાલતી વખતે તેમાં વેદના થાય છે. મૂત્ર વિસર્જન કરવા સમયે તેમાં પીડા થાય છે.
આંત્રવૃદ્ધિ (સારણ ગાંઠ)
વાયુ કોપે તેવા આહારોનું સેવન કરવાથી, ઠંડા પાણીથી સ્નાન કરવાથી, માથા ઉપર વજન ઉપાડવાથી, અતિ ચાલવાથી, અંગની વિષમ પ્રવૃત્તિથી, ક્ષોભથી, ઈત્યાદી કારણોથી વાયુ કુપિત થઈ આંતરડામાં આવીને તેને દૂષિત કરે છે.
આ વાયુ નાના આંતરડાને પોતાના સ્થાનથી નીચે ઉતારે છે. જેના કારણે વૃષણના સાંધામાં ગાંઠ જેવુ થાય છે. તેને આંત્રવૃદ્ધિ કે સારણ ગાંઠ કહે છે.
આ પ્રકારની વધરાવળને હાથ વડે દબાવતા તે અવાજ કરે છે અને અંદર જતી રહે છે. દબાણ હટાવી દેવાથી ફરી તે બાહર આવી જાય છે.
આંત્રવૃદ્ધિના સમયસર યોગ્ય ઉપચાર ન થાય તો આફરો, વધેલા વૃષણમા વેદના અને અંગ જકડાઈ જવું જેવી સમસ્યાઓ થાય છે.
આંતરડાનો સબંધ વાયુના સંચયના કારણે વૃષણ સાથે થયેલો હોય તેમજ આ વધરાવળના લક્ષણો વાયુની વધરાવળ જેવા હોય તો તે અસાધ્ય થઈ જાય છે.
બદ(ઓળીંભો)ના નિદાન અને લક્ષણ
અતિ શરદી કરનારા અને અતિ ભારે ખોરાકોનું સેવન કરવાથી, સુકાયેલુ, સડેલું અને ગંધાય ગયેલું માંસ ખાવાથી અતિ કોપિત થયેલા દોષો સાંથળના સંધાઓમાં ગાંઠ ઉત્પન્ન કરે છે.
આ ગાંઠને બદ (ઓળીંભો) કહે છે. આ ઓળીંભાના કારણે તાવ, શૂળ અને ગ્લાનિ બહુ થાય છે.
દૂધમાં એરંડિયાનું તેલ મેળવી એક મહિનો પીવાથી વાયુની વધરાવળ મટી જાય છે.
ગૌમુત્રમાં ગૂગળ અને એરંડિયું મેળવી પીવાથી ઘણા લાંબા સમયની વધરાવળ હોય તો તે પણ મટી જાય છે.
પિત્તની વધરાવળ નો ઉપાય
લેપ
રતાંજલી, જેઠીમધ, કમળ, વાળો અને નિલકમળને દૂધમાં વાટીને લેપ કરવાથી પિત્તની વધરાવળ, સોજો અને બળતરા મટે છે.
કફની વધરાવળ નો ઉપાય
કવાથ
ત્રિફળા અને ત્રિકટુંનો કવાથ બનાવી તેમાં જવખાર અને સિંધાલૂણું નાખીને પીવાથી વિરેચન થાય છે તેથી કફની વધરાવળ મટી જાય છે.
તીખા, તીક્ષ્ણ અને ગરમ લેપોનો ઉપયોગ કરવો. રોગ ગ્રસ્ત ભાગ ઉપર પરસેવો આવે તેવા ગરમ બંધારણોનો ઉપયોગ કરવાથી કફની વધરાવળ મટી જાય છે.
રક્તની વધરાવળ નો ઉપાય
રક્તની વધરાવળ ઉપર વારંવાર જળો મૂકી લોહી કઢાવવું. સાકર અને મધ મિશ્રિત વિરેચન પ્રયોજવા.
મેદની વધરાવળ નો ઉપાય
મેદની વધરાવળ ઉપર શેક કરીને સુરસાદીગણના ઔષધોનો લેપ કરવો.
આંત્રવૃદ્ધિ (સારણ ગાંઠ) નો ઉપાય
આંતરડાની વધરાવળ (સારણ ગાંઠ) સ્ત્રાવતી ન હોય તો સેવનીની બાજુમાં નીચેના ભાગે વ્રીહિમુખ નામના શસ્ત્રથી (હોશિયાર વૈધે) વીંધ પાડવું અને ત્યારબાદ વાયુની વધરાવળના જેવી ચીકીત્સા કરવી.
આંત્રવૃદ્ધિ ઉપર અગ્નિનો શેક લેવો હિતકારી છે.
બળદાણાનો કલ્ક બનાવી તે કલ્કથી એરડીયાને સિદ્ધ કરી લેવું. આ એરંડિયાનું તેલ યોગ્ય માત્રામાં પીવાથી આફરાં વાળી અને શૂળ વાળી આંતરડાની વૃદ્ધિ (સારણ ગાંઠ) મટી જાય છે.
રાસ્નાદિ કવાથ
રાસ્ના, જેઠીમધ, ગળો, એરંડો, બળદાણા, ગરમાળો, ગોખરુ, કડવા પરવળ અને અરડૂસો સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવો.
આ કવાથને રાસ્નાદિ કવાથ કહેવામા આવે છે. આ કવાથમાં એરંડિયું તેલ નાખીને પીવાથી આંત્રવૃદ્ધિ મટી જાય છે.
અન્ય ઉપાયો
એરંડિયું
એરંડિયું તેલ, દૂધ અને ઇંદ્રવરણાના મૂળનો કવાથ પીવાથી વધરાવળ મટી જાય છે.
કલ્ક (લેપ માટે)
વજ અને સર્શપનો કલ્ક બનાવી તેનાથી વૃષણ ઉપર લેપ કરવાથી સોજો ઉતરી જાય છે.
લેપ
સરગવાની છાલ અને સર્શપનો વૃષણના સોજા ઉપર લેપ કરવાથી સોજો ઉતરી જાય છે. વધરાવળના સોજા ઉપરાંત કફ અને વાયુ પણ મટી જાય છે.
વૃદ્ધિબાધિકાવટી
આંતરડાની વૃદ્ધિ અટકાવવા માટે ગોળી
શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, લોહભસ્મ, કથીર ભસ્મ, તામ્ર ભસ્મ, કાંસ્ય ભસ્મ, શુદ્ધ હરતાલ, મોરથૂથું, શંખ ભસ્મ, કોડીની ભસ્મ, સુંઠ, મરી, પીપર, ત્રિફળા, ચવક, વાવડિંગ, વરધારો, કચૂરો, પીપરીમૂળ, કાળીપાડ, પલાશી, વજ, એલચીના બીજ, દેવદાર અને પંચલવણ આ સર્વે સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ તૈયાર કરો.
હરડેનું ચૂર્ણ કરી તેનો કવાથ બનાવી લો.
તૈયાર કરેલા ચ્રુર્ણમાં હરડેનો કવાથ સારી રીતે મિશ્ર કરી તેની 0.25 તોલાની (2.5 ગ્રામ થી 3 ગ્રામ ની) ગોળીઓ બનાવી લો. આ ઔષધને વૃદ્ધિબાધિકાવટી કહેવામા આવે છે.
આ ગોળી પાણી સાથે ગળી જવાથી અને નિયમિત તેનું સેવન કરવાથી અસાધ્ય આંત્રવૃદ્ધિ પણ નાશ પામે છે.
બદ (ઓળીંભો) નો ઉપચાર
હરડેને ખાંડી તેનો કલ્ક બનાવી લો. એરંડિયા તેલમાં કલ્કને શેકીલો અને ત્યારબાદ તેમાં પીપર અને સૈંધવ ઉમેરી તેનું સેવન કરવાથી બદ (ઓળીંભો) મટી જાય છે.
જીરું, પલાશી, કઠ, તમાલપત્ર અને બોરને કાંજીમાં વાટીને લેપ કરવાથી બદ (ઓળીંભો) મટી જાય છે.
નપુંસકતા
પૌરુષીય રોગો
જાતીય રોગોમાં જેમનો સમાવેશ કરાયેલ છે તેવા કેટલાક પૌરુષત્વ ને લગતા રોગો વિષે થોડુ જાણવાનો, સમજવાનો, અને સમાધાનો વિષે અહી ટુંકમાં તેના ઊંડાણો જોઈશું.
મોટે ભાગે લોકો જાતીય સમસ્યાઓનો ખુલાસો કરતા નથી જેના કારણે સમસ્યા મોટું રૂપ લઇ લેતી હોય છે. એકતો જાતીય રોગ અને તેને મનમાંજ સહન કરવાના માનસિક તણાવથી રોગ વધારે વકરે છે.
તેમજ રોગી વધારે અશક્ત થતો જાય છે. માટે પ્રથમ એ સમજીલો કે રોગ શું છે? અને શા કારણથી છે.
પૌરુષત્વ દોષ
પુરુષત્વ દોષ અંતર્ગત આપણે જોઈશું , વીર્યનો અભાવ કે વીર્યની અલ્પતાના કારણે ઉત્પન્ન થતા દોષો. આવી ખામીઓને નપુંસક તરીકેની સંજ્ઞા થી ઓળખવામાં આવે છે અને આવા દોષો પાંચ પ્રકારના કહેવામાં આવે છે.
૧ ઈર્ષ્યક
૨ આસેક્ય
૩ કુંભીક
૪ સુગન્ધિ
૫ ષંઢ
ઉપર પ્રમાણેના પાંચ પ્રકારે નપુંસક હોય છે. કહેવાય છે કે નપુંસકતાનો દોષ માતા-પિતા ના દોષથી ગર્ભાધાન સમયથી જ ગર્ભમાં હોય છે, જે જન્મ સમયે જન્મ બાદ યોગ્ય સમયે દેખાઈ આવે છે.
પાંચેય પ્રકારના નાપુસંકો વિષે જાણવાનો અને સમાધાન અંગેનો પ્રયત્ન કરીએ.
ઈર્ષ્યક
આવા પ્રકારના રોગી અન્ય પુરુષને કે પ્રાણીને કામક્રીડામાં પૃવૃત્ત જોવે છે, ત્યારે તે સંભોગમાં પ્રવેશ કરી શકે છે. આવો રોગી જયારે તેને કામેચ્છા જાગે ત્યારે તે સંભોગ નથી કરી શકતો કારણકે તેનું લિંગ અચેતન રહે છે.
જયારે તે બીજાની કામક્રીડા જોવે ત્યારે તેની લિંગમાં ચેતના આવે છે ,અને તો જ તે સંભોગ કરી શકવા સમર્થ બની શકે છે. અને તેથી તેનું બીજું નામ “દગ્યોની” પણ છે.
આસેક્ય
એક પ્રકારે આ સ્થિતિ અનુવાંશિક કહી શકાય, કારણ કે માતા-પિતા ના રજ-શુક્ર ની અલ્પતાથી આવી પરિસ્થિતિ પેદા થાય છે. આવો વ્યક્તિ જયારે અન્ય પુરુષનું લિંગ પોતાના મુખમાં લઇ મૈથુન કરાવી વીર્યપાન ન કરે ત્યાં સુધી તે સંભોગ કરી શકતો નથી.
સ્ખલિત વીર્યનું પાન કર્યાબાદ જ તેનામાં રતીક્રીડા કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આવા કારણ ને લઈને તેને “મુખયોની” પણ કહે છે.
કુંભીક
જે પુરુષ પોતાના ગુદ્દામાં મૈથુન કરાવી સંતોષ લે છે તેવા પુરુષને કુંભીક નપુંસક કહેવામાં આવે છે. આવો પુરુષ પોતાની ઈચ્છા અનુસાર સંભોગ નથી કરી શકતો પરંતુ તેને પહેલા ગુદ્દામાં મૈથુન કરાવ્યા બાદ જ તેની લિંગમાં ચેતના આવે છે, અને તેથી ગુદ્દા મૈથુન બાદ જ તે સંભોગ કરી શકવા સમર્થ બની શકે છે.
અન્ય એક મત પ્રમાણે સ્ત્રી સાથેના સંભોગ કરતી વેળા તેના લિંગમાં ચેતનતા આવતી ન હોવાથી, પ્રથમ તે સ્ત્રીના ગુદ્દામાં મૈથુન કરે છે. ગુદ્દામાં લિંગ ઉત્થાન પામે છે, લિંગમાં ચેતના આવે છે, અને ત્યારબાદ તે સંભોગ કરી શકે છે.
ઋષિ કશ્યપ આ અંગે જણાવતા કહે છે કે- જે રજસ્વલા સ્ત્રી સાથે સ્લેષ્મ રેતવાળો પુરુષ ક્રીડા કરે તો તેવા સમયે સ્ત્રીનો કામ શાંત થતો નથી અને તે સમયે જો તે સ્ત્રી ગર્ભવતી બને તો તે ગર્ભમાં રહેલ બાળક કુંભીક પેદા થાય છે.
સુગન્ધિ
જે પુરુષ પુતીયોનીથી પેદા થાય છે તેને સુગન્ધિ નપુંસક કહે છે. તેનું બીજું નામ “સૌગન્ધિક” પણ છે. આવો પુરુષ અન્ય પુરુષનું લિંગ કે સ્ત્રીની યોનિને સુંઘી લે ત્યારબાદ જ તેનું લિંગ ઉત્થાન પામે છે અને તે સંભોગ કરી શકે છે. આને “નાસયોની” પણ કહેવામાં આવે છે. (“પુતીયોની” વિષે યોની અંગેના લેખમાં ચર્ચા જુઓ )
ષંઢ
આયુર્વેદ અનુસાર – ક્ષણીક સુખનો આનંદ લેવા માટે મુર્ખ સ્ત્રી-પુરુષ રજસ્વલા સમયે પુરુષ નીચે અને સ્ત્રી ઉપર રહીને મૈથુન ક્રિયા કરે, અને ગર્ભ રહે તો તેવા ગર્ભથી પેદા થનાર બાળક ષંઢ થાય છે. આવા નપુંસક ના બે પ્રકાર છે.
૧નરષંઢ
૨નારીષંઢ
નર ષંઢ
બાળક જો નર પેદા થાય તો તેની લાક્ષણિકતાઓ નારી સમાન હોય છે. તેની હાલ-ચાલ, વાણી વગેરે સ્ત્રી સમાન હોય છે, અને દાઢી મુછ પણ હોતું નથી. આવા ષંઢ બીજા પુરુષને પોતાની ઉપર સુવડાવીને પોતાના લિંગમાં વીર્ય સ્ખલન કરાવે છે.
નારી ષંઢ
જો સ્ત્રી સ્વરૂપે બાળક અવતરે તો તેનામાં નર સમાન લક્ષણો હોય છે. તેની બધીજ ચેષ્ટાઓ પુરુષ જેવી હોય છે. તે સ્તનહીન, દાઢી મુછ વાળી અને બીજી સ્ત્રીને નીચે સુવડાવી યોનિનું ઘર્ષણ કરાવે છે.
ઉપર વર્ણિત પાંચ પ્રકારના નપુંસક પૈકી પ્રથમ ચાર ૧ ઈર્ષ્યક, ૨ આસેક્ય, ૩ કુંભીક, ૪ સુગન્ધિ ને વીર્ય હોય છે. વિકૃતીભરી હરકતોથી તેઓમાં મૈથુન કરવાની શક્તિ આવે છે. આ વિકૃતીભરી પ્રવૃત્તી તેઓમાં સ્વાભાવિક અને જન્મજાત હોય છે.
પરંતુ ષંઢ નપુંસકો માં વીર્ય હોતું નથી, તે મૈથુન કરી શકતા નથી.
અત્યારના યુગમાં જોવા મળતા હોમોસેકસુઅલ , લેસ્બિયન, તેમજ વિકૃત માનસ અને વિચારો ધરાવતા, વિકૃત જાતીય પ્રવૃત્તી કરવાવાળાઓનો સમાવેશ ઉપરમુજબ વર્ણિત પ્રકારોમાં થઈ જાય છે.