વાંજણીને પુત્રવતી થવાના ઉપાય. (યોનિકંદ)

વાંજણીને પુત્રવતી થવાના ઉપાય (યોનિકંદ)

યોનિકંદ રોગ, વાયુનો, પિત્તનો, કફનો અને ત્રિદોષ જન્ય એમ ચાર પ્રકારે થાય છે. જે સ્ત્રીને યોનિકંદ નામનો રોગ થયો હોય તે સ્ત્રી માસિકધર્મમાં આવતી નથી તેથી તે વાંજણી થઈ જાય છે. તેમ છતાં તેવી સ્ત્રીઓને ગર્ભ રહે અને માં બની શકે તેવા પ્રયત્નો અને સારવાર કરી પરિણામ લઈ શકાય છે.

માસિક ધર્મ પ્રાપ્ત કરવા માટે

જે સ્ત્રીઓને માસિક ના આવતું હોય તેને (માંસાહારી હોય તો) માછલીનું ભોજન કરાવવું.

માસિકધર્મ માટે આવી સ્ત્રીઓને કાંજીનું, અડદનું, કાળા તલનું, અડધો અડધ પાણી નાખેલી છાશનું અને દહીનું સેવન કરાવવું.

દિવટ (પહેરવા માટે)

કડવી તુંબડીના બીજ, શોધિત નેપાળો, પીપર, ગોળ, મીંઢળ, દારૂ નીચે રહેલ કડદો અને જવખાર આ સર્વે વસ્તુઓ લઈ તેને થોરના દૂધમાં વાટી દિવટ બનાવી યોનિમાં પહેરાવવાથી સ્ત્રી રજસ્વલા બને છે.

તુંબડી
નેપાળો
પીપર
પીપર
ગોળ
મીંઢળ
જવખાર

પેય

માલકાંકણીના પાન, સાજીખાર, વજ અને બીબલો (વિજયસાર) આ સરવેને લઈ ઠંડા દૂધમાં વાટી તેનું સેવન કરવાથી સ્ત્રી રજ્સ્વલા બને છે.

માલકાંકણી
સાજીખાર
વજ
બીબલો

કવાથ

કાળા તલ, ત્રિકટું, ભારંગી અને ગોળનો કવાથ કરી 15 દીવસ સેવન કરે તો નિચ્છિતપણે  સ્ત્રી રજ્સ્વલા બને છે અને લોહીનો ગોળો હોય તો દૂર થાય અને ગર્ભાધાનની આશા બંધાય છે.

તલ
ભારંગી

ગર્ભાધારણ

પેય

ગંગેટી, ખપાટ (કાંસકી), સાકર, જેઠીમધ, વડવાઈના અંકુર અને નાગકેસર આ સર્વે ઔષધને મધમાં, દૂધમાં, અને ઘીમાં ઘૂંટીને પીવાથી વાંજિયાપણું મટી પુત્ર પ્રાપ્તિ અવશ્ય થાય છે.

ગંગેટી
ખપાટ
જેઠીમધ
વડવાઈ
નાગકેસર

કવાથ

ઋતુકાળમાં અશ્વગંધાનો કવાથ કરી નિયમિત સવારે ગાયના દૂધમાં કે ઘી સાથે સેવન કરે તો સ્ત્રી ગર્ભ ધારણ કરે છે.

અશ્વગંધા

પેય

સફેદ રીંગણીનું મૂળ શનિવારે વિધિવત નોતરી પુષ્પાર્ક યોગમાં, કાગડાઓ બોલે તે પહેલા (સૂર્યોદય થતાં પહેલાની પળોમાં), પૂર્વ દિશામાં મુખ રાખી હર્ષયુક્ત કાઢી લેવું.

રીંગણી

આ મૂળને કુમારીકાના હાથે ગાયના દૂધમાં ઘૂંટાવવું

ઊગતા સૂર્ય સામે સહર્ષ અને પ્રસ્સ્ન્ન ચિત્ત રાખી ઋતુકાળમાં તેનું સેવન કરે તો તેવી સ્ત્રી પતિના સંયોગ થકી અવશ્ય ગર્ભ ધારણ કરે છે.

પેય

પીળા ફૂલ વાળા કાંટાશળીયાના મૂળ, ધાવડીના ફૂલ, વડવાઈના અંકુરો અને કાળું કમળ આ સર્વેને લઈ ગાયના દૂધમાં વાટી વિધિયુક્ત પીવે તો તે સ્ત્રીને નિશ્ચ્ચિત પણે ગર્ભ રહે છે.

કાંટાશળીયો
ધાવડીના ફૂલ

ચૂર્ણ

પારસપીપળાની જડ અથવા તેના બીજ, સફેદ ફૂલનો સરપુંખો અને જીરું આ સર્વેને વાટી જે સ્ત્રી તેનું સેવન કરે અને સુપાચ્ય તથા પથ્ય ભોજન કરે તો તેને જરૂર ગર્ભ રહે છે.

પારસપીપળો
સરપુંખો
જીરું

પેય

ખાખરાનાં એક પાનને ગાયના દૂધમાં વાટી જે સ્ત્રી તેનું સેવન કરે તે સ્ત્રી એક બળવાન પુત્રને જન્મ આપે તેમાં શંકાને સ્થાન નથી.

પેય

ડુક્કરકંદને (કે કૌચાના મૂળને) અથવા કોઠના ગર્ભને અથવા શિવલિંગીના બીજને ગાયના દૂધમાં વાટી તેનું સેવન કરે તો તે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે.

ડુક્કરકંદ
કૌચા
કોઠ
શિવલિંગી

દહીં

બીજોરાના બીજને ગાયના દૂધમાં જમાવી લો.

તેમાં ગાયનું ઘી મેળવી લો.

ઘી સમાન નાગકેસરનું ચૂર્ણ નાખો.

બીજોરું
નાગકેસર

આ ઔષધ સાકર મેળવી ઋતુકાળમાં 5 ટાંક ભાર 7 દિવસ સુધી સેવન કરે તો તે સ્ત્રી ગર્ભવતી થાય છે.

પેય

એરંડાના ગોળાને ફોલી તેના મીંજ અને બીજોરાના બીજ સમાન ભાગે લઈ ઘી સાથે સારી રીતે ઘૂંટો. તેને ઋતુકાળના 3 દિવસ દરમિયાન ગાયના દૂધ સાથે પીવાથી સ્ત્રી ગર્ભવતી બને છે.

એરંડી

ચૂર્ણ

પીપર, સુંઠ, મરી, નાગકેસર, આ સર્વે ઔષધીઓને વાટી ઋતુસ્નાનાંતરે ઘી સાથે 3 દિવસ પીવે તો તે સ્ત્રી પુત્રવતી થાય છે.

સુંઠ
સુંઠ
મરી
મરી

ચૂર્ણ

નાગકેસર અને જીરું સમાન ભાગે લઈ માસિક આવ્યાના પ્રથમ દિવસથી લઈ 13 દિવસ સુધી નિયમિત 4 તોલા ગાયના ઘી સાથે (0.25 તોલા)પા તોલું સેવન કરવાથી અને પથ્ય પાળવાથી, તેના પતિના સંયોગથી આવશ્ય પુત્રપ્રાપ્તિ થાય છે.

પથ્ય :

  • દૂધ ભાતનું ભોજન કરવું. મનગમતા મીઠા ભોજન સેવવા. ભય, શોક, ક્રોધ, ઉદ્વેગનો ત્યાગ કરવો. દિવસે નિંદ્રા ના કરવી. તડકામાં ફરવું, વધારે ચાલવું, ટાઢ સહન કરવી કે થાક લાગે તેવા કર્યો ત્યજવા યોગ્ય છે.

આર્તવ દોષ

આર્તવ દોષ આઠ પ્રકારના હોય છે.

૧ વાત્તજ                ૨ પીત્તજ

૩ કફજ                 ૪ પૂયાભ

૫ કુણપ                ૬ ગ્રંથી

૭ ક્ષીણ                 ૮ મલસમ

૧ વાત્તજ

  • આ પ્રકારના આર્તવ દોષમાં રજ (માસિક) પાતળું, રુક્ષ, ખુબ ઓછા પ્રમાણમાં અને શ્યામ રંગનું હોય છે.

૨ પીત્તજ

  • આવા પીત્તથી ઘેરાયેલ પીત્તજ આર્તવ દોષમાં રજ નીલ કે પીળા રંગનું, ગંધ યુક્ત અને યોનિમાંથી દાહ સાથે નીકળે છે.

૩ કફજ

  • કફજ આર્તવ ને સ્લેષ્મ આર્તવ પણ કહેવામાં આવે છે. સ્લેષ્મ આર્તવ દોષમાં રજ પાંડુવર્ણનું , ગંઠાએલુ  અને  ચીકાશ પડતું હોય છે.

૪ પૂયાભ

  • આવા પ્રકારના આર્તવ દોષ માં રજ પરુ જેવું હોય છે.

૫ કુણપ

  • આવા પ્રકારના આર્તવ દોષમાં રજ કુણપ અને મડદાં ના ગંધ સમાન ગંધ ધરાવતું હોય છે.

૬ ગ્રંથી

  • ગ્રંથી એટલે ગંઠાયેલુ , આવા આર્તવમાં ખુબજ ગંઠાયેલુ રજ નીકળે છે.

૭ ક્ષીણ

  • આવા દોષમાં રજ (માસિક) ખુબજ અલ્પ માત્રામાં આવે છે.

૮ મલસમ

  • આવા પ્રકારના દોષ વાળા આર્તવમાં રજ મળમૂત્ર જેવા રંગ અને ગંધ સમાન હોય છે.

યોનિમાં ખંજવાળ/દુર્ગંધ

કેટલીયે મહિલાને યોનિમાં ખંજવાળ કે દુર્ગંધ આવવાની ફરિયાદ રહેતી હોય છે. યોનિમાં આવી સમસ્યાનું મૂળ કારણ ખોટા આહારોનું સેવન છે.

પિત્ત કારક આહારનું સેવન કરવાથી, ઘણી માત્રામાં તૈલીય પદાર્થોનું સેવન કરવાથી અને ખાટા પદાર્થોનું અતિ સેવન કરવાથી આ સમસ્યા સર્જાય છે.

માસિક ધર્મ દરમિયાન અને ત્યારબાદ રોજબરોજની દિનચર્યામાં જે સ્ત્રીઓ યોનિ અને યોનિપ્રદેશની સ્વચ્છતાનું ધ્યાન ના રાખે તો પણ આ સમસ્યા થાય છે.

 જે સ્ત્રીઓને સફેદ પાણી પડવાના (પ્રમેહ, પ્રદર ઈત્યાદી) રોગો હોય તેવી સ્ત્રીઓને આ સમસ્યાનો ભોગ બનવું પડતું હોય છે.

જે સ્ત્રીઓ અશ્લીલ ફોટો કે વિડીયો જોતાં ઉત્તેજિત થતી હોય ત્યારે યોનિમાં સ્નિગ્ધતા આવે છે અથવા આંગળી કે કોઈ એવી ચીજથી યોનિનો સ્પર્શ કરતાં તે ભીની થઈ જાય છે. આવા સંજોગોમાં યોનિની સફાઈ ન જળવાય તો પણ આ સમસ્યા થઈ શકે છે.

ઉપાય

તૈલીય પદાર્થોનું સેવન બંધ કરી સાદો ખોરાક લેવો.

ખાટા પદાર્થોનું સેવન ન કરવું તેમજ પિત્ત વધારતા પદાર્થો ત્યજવા.

વિચારો શુદ્ધ રાખવા જેના કારણે કામને વશ થવું ના પડે તેમજ ખંજવાળના રોગનો સામનો કરવો ના પડે.

જો પ્રદર કે પ્રમેહ હોય તો તે રોગોનો ઉપચાર પ્રથમ કરવો.

માસિક ધર્મ દરમિયાન અને નિયમિત રીતે યોનિની સફાઈ કરવી.

કામવશ થઈ યોનિમાં આંગળી કે ભળતી વસ્તુઓથી ઘર્ષણ ના કરવું.

દુર્ગંધ દૂર કરવાનો ઉપાય

50 ગ્રામ ફટકડી લઈ તેને તવા ઉપર ગરમ કરો. ગરમ થતાં તે પાણી જેવી થઈ જશે. ઠરી ગયા બાદ તે તવામાં જામી જશે. આ જામેલી ફટકડી લઈ તેનો પાવડર બનાવી લો.

એક સુતરાવ કાપડમાં અડધી ચમચી આ ફટકડીનો પાવડર લઈ પોટલી વાળો. આ પોટલી રાત્રે સૂતી વખતે યોનિમાં રાખવાથી થોડા દિવસોમાં યોનિમાંથી આવતી દુર્ગંધ બંધ થઈ જાય છે.

યોનિ સંકોચન લેપ

યોનિ સંકોચન લેપ (૧)

ખાખરાનાં (પલાશના) અને ઉંબરાના ફળ ના ચૂર્ણમાં તલનું તેલ અને મધ મેળવી યોનિમાં લેપ કરવાથી શિથિલ થયેલી યોનિ કઠણ થઈ જાય છે.

ખાખરાના ફળ
ઉંબરા ના ફળ

યોનિ સંકોચન લેપ (૨)

માયાં તથા કપૂર ભેગા કરીને વાટી લેવા. ત્યારબાદ તેમાં મધ મેળવી તેનો લેપ યોનિમાં કરવાથી યોનિ દ્રઢ બને છે. આ લેપથી સ્ત્રીઓની યોનિ જીવન પર્યંત ગાઢ અને દ્રઢ બની રહે છે.

માયાફળ
કપૂર

સ્તનનું ઢીલાપણું

પ્રસૂતિ પછી ઘણી મહિલાઓની ફરિયાદ રહેતી હોય છે કે તેના સ્તન ઢીલા અને નીચે નમી ગયેલા થઈ જાય છે.

આ સમસ્યા શિશુ સ્તનપાન કરતાં હોય તેવી મહિલાઓને પણ થાય છે પરંતુ મોટે ભાગે ઘણી મહિલાઓ લાગલગાટ ઘણી પ્રસૂતિઓ કરતી હોય છે તો તેવા કિસ્સામાં સ્તનમાં કુદરતી જે આકાર અને કડકાઈ હોય તે રહેતી નથી.

આ ઉપરાંત ઘણી મહિલાઓ ગર્ભપાત કરાવતી હોય છે જેથી સ્તન તેનો આકાર અને સ્વભાવ છોડી દે છે.

ઘણી મહિલાઓને વારંવાર ગર્ભસ્ત્રાવ થઈ જતો હોય છે તેવા સંજોગોમાં પણ સ્તન તેની સુડોળતા ગુમાવે છે.

શરીરનો વજન વધી જવાથી કે શરીરમાં ચરબી વધી જવાથી શરીર જાડું અને બેડોળ બની જાય છે અને સાથેજ સ્તન પણ તેનો આકાર બદલે છે.

ઉપાય

મલમ

1     100 ગ્રામ          ફટકડી 

2     100 ગ્રામ          કપૂર

3     050 ગ્રામ          દાડમની છાલ

ફટકડી
કપૂર
દાડમ

ઉપરની ત્રણે વસ્તુઓ લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લો. દાડમની છાલ સૂકવી અને પછી ઉપયોગ કરવો. આ ચૂર્ણમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરો અને સારી રીતે ઘૂંટીને લેપ બનાવી લેવો.

આ લેપ સ્તન ઉપર લગાવી ઉપર ઢીલું ન રહે તેવું આંતરવસ્ત્ર પહેરી લેવું. લેપ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દઈ પૂરેપૂરો સુકાઈ જાય ત્યારે સદા પાણી વડે સ્તન ધોઈ સાફ કરી લેવા.

જ્યારે પણ અનુકૂળ હોય તેવા સમયે દિવસમાં એક વાર આ પ્રમાણે સ્તનની કાળજી પૂર્વક સંભાળ રાખો.

ચૂર્ણ

1     50 ગ્રામ           સૂંઠ 

2     50 ગ્રામ           અશ્વગંધા

3     50 ગ્રામ           સમુદ્રશોથ

4     50 ગ્રામ           મિશરી

સુંઠ
સુંઠ
અશ્વગંધા
સમુદ્રશોથ
મિશરી

ઉપરોક્ત ચારેય ઔષધીઓ લઈ તેનું બારીક ચૂર્ણ તૈયાર કરી લેવું. આ ચૂર્ણ સવાર સાંજ અડધી ચમચી લઈ દૂધ સાથે અથવા સાદા પાણી સાથે લેવામાં આવે છે.

આ બંને દવાઓનું  નિયમિત સેવન કરવાથી 8 થી 10 દિવસમાં ફરક દેખાઈ આવે છે આ ઔષધનું સેવન કરવાથી સ્તનમાં કસાવ આવી સુડોળ અને તંગ બને છે.

આ ઔષધનું સેવન 30 થી 90 દિવસ કરી શકાય છે. સાથે સાથે ઉપર દર્શાવેલ લેપ લગાવવાથી ઘણો જડપથી ફાયદો જોવા મળે છે.

અર્ક

Arq zeera (hamdard)

એક કપ પાણીમાં 2 ચમચી અર્ક મેળવી નાસ્તા પછી અને રાત્રે જમ્યા પછી અડધા કલાકે.

પાક

Saubhagyasunthi pak (bidhyanath)

એક થી દોઢ ચમચી દૂધ સાથે સવારે નાસ્તા પહેલા અને રાત્રે જમ્યા પહેલા અડધા કલાકે. દૂધમાં સાકર પણ મેળવી શકાય છે.

મસાજ નું તેલ

Olive oil (जैतून तेल) 50 ml

Narayan teil (નારાયણ તેલ) 100 ml

આ બંને તેલ લઈ મિક્સ કરી લો અને તેનાથી હળવા હાથે સ્તન ઉપર મસાજ કરવું. દિવસમાં બે વાર આ મસાજ થી સારો એવો ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: Content is protected !!