વાજીકરણ
જે ઔષધોના સેવનથી પુરુષ પૌરુષત્વ પ્રાપ્ત કરી મૈથુન ક્ર્રિયામાં ઘોડા સમાન બળ પ્રાપ્ત કરે છે તેવા ઔષધોને વાજીકરણ કહેવામા આવે છે.
નપુંસકો વિષે
મૈથુન ક્રીડામાં અશક્ત પુરુષ નપુંસક કહેવામા આવે છે. આ નપુંસકતા સાત પ્રકારની હોય છે.
1 માનસિક નપુંસક
સંભોગની ઈચ્છા રાખનારા પુરુષોનું મન ભય, શોક, ક્રોધ, ડર અને દુખદ વિકારોથી અસ્વસ્થ હોય તેમજ જે સ્ત્રી સાથે પ્રીતિ ના હોય કે પસંદ ના હોય તેવી સ્ત્રી સાથે સમાગમ થવાથી લિંગ શિથિલ થઈ બેસી જાય તેને માનસિક નપુંસક કહેવામા આવે છે.
2 પિત્તજ નપુંસક
જે પુરુષો ખોરાકમાં અતિ ખાટા, ખારા, તીખા, અતિ મસાલા વાળા અને ગરમ ખોરકોનું સેવન કરે તો તેનું પિત્ત વધી જાય છે.
પિત્ત વધવાથી વીર્ય બળી જાય છે અને તે રીતે પુરુષ વીર્યવિહીન બનવાથી તે નપુંસકતાને પ્રાપ્ત કરે છે. તેને પિત્તજ નપુંસકતા કહેવામા આવે છે.
3 વીર્ય ક્ષયજન્ય નપુંસક
જે પુરુષો કામાસક્ત થઈ વિવેકહિન બની અતિ સંભોગમાં રત રહે તેમજ વાજીકરણ ઔષધોનો ઉપયોગ ના કરે તો તેનું વીર્ય સમાપ્ત થઈ જાય છે.
વીર્ય ક્ષીણ થઈ જવાથી આવા પુરુષો મૈથુનક્રીડામાં અસમર્થ બને છે તેને વીર્ય ક્ષીણજન્ય નપુંસક કહેવામા આવે છે.
4 રોગજન્ય નપુંસકતા
જે પુરુષને ગુપ્ત રોગ, જાતિય રોગ કે શિશ્નમાં કોઈ રોગ થયો હોય તો તેના કારણે શિશ્નમાં શિથિલતા આવે છે.
આવા પુરુષો આ રોગ થકી કામક્રીડા કરી શકતા નથી માટે તેને રોગજન્ય નપુંસકતા કહેવામા આવે છે.
5 શિરા છેદજન્ય નપુંસક
કોઈ કારણોસર વીર્યવાહક નસ તૂટી જવાથી કે તેમાં ક્ષોભ આવવાથી લિંગમાં ઉત્તેજના આવતી નથી તેના કારણે પુરુષ સંભોગ કરવા અશક્ત થઈ જાય છે. તેને શિરા છેદજન્ય નપુંસક કહેવામા આવે છે.
6 શુક્રસ્તંભજન્ય નપુંસકતા
જે પુરુષોનું શરીર મજબૂત, ખડતલ અને પુષ્ટ હોય પરંતુ કામાસક્ત હોવા છતાં કામના વેગને રોકવાથી વીર્ય સ્તંભન થાય છે. આવા પ્રકારના પુરૂષોને શુક્રસ્તંભનજન્ય નપુંસકતા પ્રાપ્ત થાય છે.
7 સહજ નપુંસકતા
જે પુરુષો જન્મથી આવી ખોટ ધરાવતા હોય તેને સહજ નપુંસકતા કહેવામા આવે છે.
નપુંસકતાનું સાધ્ય અસાધ્ય પણું
સાત પ્રકારની નપુંસકતા પૈકી શિરાછેદજન્ય અને સહજ નપુંસકતા અસાધ્ય ગણાય છે.
બાકીની પાંચ પ્રકારની નપુંસકતા જે કારણે ઉદભવી હોય તે કારણોને દૂર કરવા એ પ્રથમ ઉપચાર ગણાય છે. અને તે જ મુખ્ય ચીકીત્સા ગણી શકાય.
વાજીકરણ ઔષધોના સેવન અંગે
જે પુરુષો રોગમુક્ત છે તેવા પુરૂષોએ વિરેચન ઈત્યાદીથી પરવારી સારી રીતે શુદ્ધિ પ્રાપ્ત કરીને વાજીકરણ ઔષધો નું સેવન 16 થી 70 વર્ષ સુધી કરવું.
જે પુરૂષોને સારું, નીરોગી અને લાંબુ આયુષ્ય ભોગવવાની ઈચ્છા હોય તેવા પુરુષોએ 16 વર્ષ પહેલા અને 70 વર્ષ પછી સ્ત્રીનો સંગ છોડી દેવો.
જે પુરુષો કામાસક્ત થઈ અયોગ્ય રીતે અને વ્યભિચારી બની અતિ સંભોગમાં લીન રહે છે. તેવા પુરુષોને ક્ષય, વધરાવળ, ચાંદી અને અન્ય જાતિય રોગો લાગુ પડે છે. અને આવા કામાસક્ત પુરુષો અકાળે મૃત્યુને શરણે થાય છે.
વધુ માહિતી મૈથુન સબંધી લેખમાં જુઓ
જે પુરુષ અતિ વિલાસી હોય અને જે ધન, રૂપ અને યૌવનનો માલિક હોય તેમજ જેની પાસે ઘણી સુંદર સ્ત્રીઓ સેવવા યોગ્ય હોય તેવા પુરુષને વાજીકરણ ઔષધોનું સેવન હિતકારી છે.
વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવા છતાં કામની ઈચ્છા રાખનારા, સ્ત્રીઓ પાસેથી પ્રેમની તીવ્ર ઈચ્છા રાખનારાઓ અને સ્ત્રીના અતિ સેવનથી ક્ષીણ થયેલા પુરૂષોએ વાજીકરણ ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ.
જે પુરુષો સાધ્ય નપુંસકતા ધરાવતા હોય તેમજ જે પુરુષો અલ્પ વીર્ય વાળા હોય તેઓએ શરીર બળવાન બને અને નપુંસકતા દૂર થાય તેવા ઔષધો સાથે વાજીકરણ ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ.
જે પુરુષોનું શરીર પુષ્ટ હોય તેમજ તે નીરોગી હોય તેવા પુરૂષોએ પણ તેનું શરીરસૌષ્ઠવ જાળવી રાખવા વાજીકરણ ઔષધોનું સેવન કરવું જોઈએ.
મજબૂત, સખત, સ્થાયી ઉત્થાનનો અનુભવ કરો જે તમને અને તમારા જીવનસાથીને આનંદના નવા સ્તરો પર લઈ જશે.
ઉત્પાદન અને પૈસા પાછા બંનેની ગેરંટી.
વાજીકરણ ઔષધો
સુગંધ અને સ્વાદયુક્ત મધુર ખોરાકો, વિવિધ પ્રકારના પેય, મધુર અને સ્વાદિષ્ટ વ્યંજનો, કર્ણપ્રિય સંગીત, સુખમય સ્પર્શ, આભમાં રહેલા ચંદ્રના તેજથી શોભી રહેલ રાત્રિ, નૌયૌવન ધરાવતી સ્ત્રી, મધુર વચનો, નાગરવેલના પાન, મદિરા, બાગ-બગીચા, મનને મદમસ્ત કરતાં સુગંધી દ્રવ્યો અને મનોભંગ થયેલી ના હોય તેવી મનોસ્થિતિ એ સર્વે પુરૂષોને વાજીકરણ રૂપ છે.
ચૂર્ણ
સોનામુખી, મધ, પારો, મંડૂર, હરડે, શિલાજિત અને વાવડિંગ સમાન ભાગે લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ઘી સાથે મેળવી ચાટવાથી પુરુષ રોગી કે વૃદ્ધ હોવા છતાં યુવાન સમાન સ્ત્રીને ભોગવી શકે છે.
ચૂર્ણ
ગળોનું સત્વ, અભ્રક ભસ્મ, શુદ્ધ હરતાલ, એલચી, સાકર અને પીપર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ તૈયાર કરી એક સ્વચ્છ પાત્રમાં ભરી લો.
આ ચૂર્ણ મધ સાથે ચાટવાથી પુરુષ નપુંસક હોય તો પણ ઘણી સ્ત્રીઓ સાથે રમણ કરવા સમર્થ બને છે.
પૌષ્ટિક આહાર
ઘઉં નો રવો
જે ગાયનાં વાછરું મોટા થઈ ગયા હોય તેવી ગાયનાં દૂધમાં દૂધપાક બનાવી ખાવાથી અને ઘઉનો રવો, સાકર, મધ અને ઘી મેળવીને ખાવાથી વૃદ્ધ પુરુષ પણ અનેક સ્ત્રી સાથે રમણ કરી શકવા સમર્થ બને છે.
શિખંડ
1 128 તોલા થોડી ખટાશ વાળું મીઠું દંહી
2 64 તોલા સફેદ ખાંડ
3 4 તોલા ઘી
4 4 તોલા મધ
5 40 રતિ સુંઠ
6 20 રતિ મરી
7 1 તોલો લવિંગ
પ્રથમ ખાંડ, સુંઠ, મરી અને લવિંગનું ચૂર્ણ કરવું. ત્યારબાદ આ ચૂર્ણ અને ઉપરના સર્વે ઔષધો એક સાથે મેળવી લો. એક સાફ કાપડમાંથી ધીમે ધીમે આ મિશ્રણને હાથ વડે હળવે હળવે એક માટીના વાસણમાં ગાળી લો. આ માટીના વાસણને પ્રથમ કસ્તુરી અને ચંદનનો રસ અંદરના ભાગે લપેટયો હોય અથવા ધૂપ દીધેલો હોય તેવું વાસણ લેવું.
આ રસમાં ભીમસેની કપૂર નાખી હલાવી લેવો. આને શિખંડ કહે છે. તેનું સેવન કરવાથી કામ પ્રદીપ્ત થાય છે.
રતિવર્ધન
એખરાના બીજ, ગોખરુના બીજ, આસોંદ, શતાવરી, ધોળી મૂસળી, કૌચાના બીજ, જેઠીમધ, બલા અને નાગબલા આ સર્વે ઔષધોને સમાન ભાગે લઈ તે સર્વેનું ચૂર્ણ બનાવવું.
આ ચૂર્ણને દૂધમાં પકાવવું અને પછી ગાયનાં ઘીમાં સારી પેઠે સાંતળી લેવું. આ મિશ્રણમાં સાકર નાખી તેના લાડુ બનાવી લેવા. આ લાડુ ઉત્તમ વાજીકરણ છે.
જેટલું ચૂર્ણ હોય તેના વજન બરાબર ઘી લેવું.
ચૂર્ણથી આઠ ગણું દૂધ લેવું.
ચૂર્ણ, ઘી અને દૂધ ના વજનથી બમણી સાકર લેવી.
આ ઔષધ જઠરની અગ્નિના બળનો વિચાર કરી યોગ્ય માત્રામાં લેવું.
મદનમંજરી વટી
1 ૪૦ ગ્રામ અભ્રક ભસ્મ
2 ૨૦ ગ્રામ કલઇ ભસ્મ
3 ૧૦ ગ્રામ શુદ્ધ પારો
4 ૭૦ ગ્રામ ભાંગ
5 ૨૦ ગ્રામ તજ
6 ૨૦ ગ્રામ તમાલપત્ર
7 ૨૦ ગ્રામ એલચી
8 ૨૦ ગ્રામ નાગકેસર
9 ૨૦ ગ્રામ જાયફળ
10 ૨૦ ગ્રામ મરી
11 ૨૦ ગ્રામ સુંઠ
12 ૨૦ ગ્રામ પીપર
13 ૨૦ ગ્રામ લવિંગ
14 ૨૦ ગ્રામ જાવંત્રી
15 ૩૪૦ ગ્રામ સાકર
આ સર્વે ઔષધોનું ચૂર્ણ બનાવી લો. અને તે ચૂર્ણમાં મધ અને ઘી ઉમેરી તેના નાના લાડુઓ વાળી લો.
આ લાડુ અગ્નિના બળાબળનો વિચાર કરી તેનું સેવન કરવાથી કામ અતિ પ્રબળ બને છે અને અતિ કામેછા ધરાવતી સ્ત્રીને સંતોષ આપી શકાય છે. આ વાજીકરણથી સર્વે વ્યાધિઓનો નાશ થાય છે.
બસ્તાંડ તથા કચ્છપાંડ
બકરાના વૃષણો અથવા કાચબાના ઇંડાને ધીમા પકાવી તેમાં પીપર તથા સૈંધવનું ચૂર્ણ નાખીને તેનું સેવન કરવાથી પુરુષ મૈથુનમાં ઘોડા જેવોં અત્યંત પ્રબળ થાય છે.
રતિવલ્લભ પૂગપાક
40 તોલા સોપારીનું ચૂર્ણ કરી પાણીમાં બાફવું. બફાઈને કોમળ થાય ત્યારે તેને ખરલ કરી વસ્ત્રથી ચાળી લેવું.
ત્યારબાદ 320 તોલા ગાયનાં દૂધમાં 16 તોલા ગાયનું ઘી ઉમેરી તે મિશ્રણમાં આગળ તૈયાર કરેલું સોપારીનું ચૂર્ણ પકાવી લો.
આ પાક સારા પ્રમાણમા ઘાટું થઈ જાય ત્યારે તેમાં 200 તોલા સાકર ઉમેરી સારી રીતે પકાવી લેવું.
ખૂબ પાકી જાય ત્યારે અગ્નિ ઉપરથી નીચે ઉતારી તેમાં એલચી, નાગબલા, બળદાણા, પીપર, જાયફળ, લવિંગ, જાવંત્રી, તમાલપત્ર, તાલીસપત્ર, તજ, સુંઠ, કાળોવાળો, વાળો, મોથ, ત્રિફળા, વંશલોચન, શતાવરી, કૌચાના બીજ, દ્રાક્ષ, એખરાના બીજ, ગોખરુના બીજ, મોટું ખજૂર, કસેલા, તવખીર, ધાણા, જેઠીમધ, શિંગોડા, જીરું, કલોંજી જીરું, અજમો, કમળકાકડીનો ગર્ભ, જટામાંસી, વરિયાળી, મેથી, વિદારિકંદ, કાળીમૂસળી, આસોંદના મૂળ, કચૂરો, નાગકેસર, મરી, નવી ચારોળી, શેમળાના બીજ, ગજપીપર, જેમાં કમળ કાકડીઓ થાય છે તે ભાગ, સુખડ, રતાંજળી અને લવંગ આ સર્વે ઔષધોના 4 – 4 તોલાનું ચૂર્ણ લઈ તેમાં ઉમેરવા.
આ પાકમાં સારી રીતે મારેલો પારો, સારી રીતે મારેલી કલઇ, સારી રીતે મરેલું સીસું, મારેલું લોઢું, કસ્તુરી, ભીમસેની કપૂર અને અભ્રક ભસ્મ ઈચ્છા પ્રમાણે ઉમેરવા.
આ બધાજ ઔષધો ઉમેરી તેને સારી પેઠે મિશ્ર કરી 4 – 4 તોલાના લાડુ બનાવી લેવા. આ પાકને રતિવલ્લભ પૂગપાક કહેવામા આવે છે.
અગ્નિ અને બળાબળનો વિચાર કરી ભોજન પહેલા આ લાડુનું સેવન કરવું. આ લાડુ ખાનાર વ્યક્તિએ ખટાશ અને ખાટા પદાર્થો ન ખાવા.
આ લાડુનું નિયમિત વિવેકથી સેવન કરવાથી પુરુષ વીર્યવાન બને છે. કામ પ્રદીપ્ત થાય છે અને પુરુષમાં ઘોડા જેવી તાકાત આવે છે.
જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને બળ વધે છે. શરીર ઉપર કરચલીઓ પડતી નથી તેમજ હૃદય બળવાન બને છે. આ ઔષધનું સેવન કરવાથી વૃદ્ધ પણ યુવાન અને ચંદ્ર સમાન તેજસ્વી અને સુંદર થાય છે.
મજબૂત, સખત, સ્થાયી ઉત્થાનનો અનુભવ કરો જે તમને અને તમારા જીવનસાથીને આનંદના નવા સ્તરો પર લઈ જશે.
ઉત્પાદન અને પૈસા પાછા બંનેની ગેરંટી.
કામેશ્વર મોદક
રતિવલ્લભ પૂગપાક તૈયાર થયા પછી તેમાં 24 રતિ મધ, 1 – 1 તોલા ધતૂરાના બીજ, અક્કલકરો, બાલછડ, સમુદ્રશોષ, સારું માયું અને અફીણના ફળની છાલનું ચૂર્ણ ઉમેરવા.
આ ચૂર્ણના અડધા ભાગે ભાંગ નાખવી. આમ કામેશ્વર મોદક તૈયાર થાય છે.
આમ્રપાક
પાકી કેરીનો રસ 1024 તોલા, સાકર 256 તોલા, ઘી 64 તોલા, સુંઠ 32 તોલા અને પાણી 256 તોલા આ સર્વેને એક સ્વચ્છ માટીના વાસણમાં પકવવા અને લાકડાના તાવેથાથી હલાવતા રહેવું.
આ મિશ્રણ ઘાટું થાય એટલે અગ્નિથી નીચે ઉતારી તેમાં ધાણા, જીરું, હરડે, ચિત્રક, મોથ, તજ, કલોંજી જીરું, પીપરીમૂળ, નાગકેસર, એલચી, લવિંગ અને જાયફળ 4 – 4 તોલા લઈ તેના ચૂર્ણ બનાવી ઉમેરવા.
આ પાક ઠંડો થાય ત્યારે તેમાં 32 તોલા મધ ઉમેરવાથી આમ્રપાક તૈયાર થાય છે.
જમતા પહેલા 1 તોલા આ પાકનું સેવન કરવું અથવા જઠરાગ્નિ અને બળાબળનો વિચાર કરી વિવેકથી તેનું સેવન કરવું.
આ પાકના સેવનથી પુરુષ ઘોડા જેવી શક્તિ મેળવે છે તેમજ બળવાન, પુષ્ટ અને રોગમુક્ત રહી શકે છે.
આ પાકના સેવનથી ગ્રહણી, ક્ષય, શ્વાસ, અરોચક, અમ્લપિત્ત, મહાશ્વાસ, રક્તપિત્ત અને પાંડુરોગ પણ મટી જાય છે.
ચંદનાદિ તૈલ
સુખડ, રતાંજલી, પતંગ, દારુહળદર, આગરું, કાળો આગરું, દેવદાર, સરલ દેવદાર, કમળ, પારસ પીપળાના પંચાંગ, કપૂર, કસ્તુરી, મુસક કસ્તુરી, શિલારસ, નવું કેસર, જાયફળ, લવીંગ, નાની અને મોટી એલચી, જાવંત્રી, કંકોલફળ (અથવા જાવંત્રી અથવા લવિંગ), કપૂરીમધુરી (ધોળી ઉપલસરી), તમાલ પત્ર, નાગકેસર, કાળોવાળો, સુગંધી વાળો. જટામાંસી, તજ, વંશલોચન, છડિલો, ભદ્રમોથ, સુગંધી મેંદીના બીજ, ઘઉંલો, લોબાન, ગુગળ, લાખ, નખલો, મજીઠ, તગર, મીણ, રાળ, ધાવડીના ફૂલ, અને ગંઠોડા આ સર્વે ઔષધો સરખા ભાગે (24 – 24 રતી) લઈ તેના યથા યોગ્ય ચૂર્ણ કરવા.
આ સર્વે ઔષધોથી તેલ સિદ્ધ કરી આ તેલનો શરીરે અભ્યંગ કરવાથી વૃદ્ધ માણસ પણ જુવાન, વીર્યવાન અને સ્ત્રીઓને પ્રિય થાય છે.
આ તેલના અભ્યંગથી વાંજણી સ્ત્રીને પુત્ર પ્રાપ્ત થાય છે. આયુષ્ય સો વર્ષનું થાય છે. પુત્રની આશા રાખનારને પુત્ર પ્રાપ્તિ થાય છે.
આ ચંદનાદિ મહાતૈલ રક્તપિત્ત, ક્ષય, જ્વર, દાહ, પરસેવો, દુર્ગંધ, કોઢ અને ખંજવાળને મટાડે છે.
મધુપકવ હરિતકી
દશમૂળ, પીપર, ચિત્રક, કોઠ, બેડા, કાયફળ, મરી, સુંઠ, પીપરીમૂળ, સૈંધવ, રક્તરોહીડો, નેપાળો, દ્રાક્ષ, જીરું, હળદર, દારુહળદર, આંબળા, વાવડિંગ, અઘેડો, કાકડાશીંગી, દેવદાર, સાટોડી, ધાણા, લવિંગ, ગરમાળો, ગોખરુ, વરધારો, કકેચિયા અને કાળા વાળાનું મૂળ આ સર્વે ઔષધો 8 – 8 તોલા લેવા. અને હરડે 256 તોલા લેવી.
1280 તોલા પાણીમાં આ સર્વે ઔષધોને બાફી લો.
બધા જ ઔષધો સારી રીતે બફાઈ ગયા બાદ તેમાં અનુભવી વૈધની સૂચના પ્રમાણે યોગ્ય માત્રમાં મધ ઉમેરવું.
આ મિશ્રણ એક સારા પાત્રમાં ત્રણ દિવસ સુધી મૂકી રાખો અને ત્યારબાદ તેમાં મધ ઉમેરવું. તેવી જ રીતે ત્યારપછીના પાંચ દિવસ બાદ મધ ઉમેરવું અને છેલ્લે દસ દિવસ બાદ મધ ઉમેરવું.
આ રીતે અઢાર દિવસ પછી આ હરડે સિદ્ધ થાય છે. તેને મધુપકવ હરિતકી કહેવામા આવે છે.
એક મજબૂત, સ્વચ્છ અને ઘીથી રીઢા થયેલા વાસણમાં આ સિદ્ધ થયેલી હરડે ભરી લો.
આ મધુપકવ હરિતકીનું નિયમિત સેવન કરવાથી સર્વે રોગોનો નાશ થાય છે.
શ્વાસ, ઉધરસ, ક્ષય, પાંડુરોગ, હેડકી, ઉલટી, મદ, ભ્રમ, મુખરોગ, તરશ, અરુચિ, મંદાગ્નિ, સારણગાંઠ, બરલ, ઉદરરોગો, વાતરક્ત, માથાનું દર્દ, આંખના દર્દ, કાનના દર્દ, બદ્ધગુદ, દુષ્ટ વિકારો વાળી ગ્રહણી, ત્રણેય દોષોથી થયેલ સોજો અને બીજા ઘણા બધા રોગો આ સિદ્ધ કરેલ હરડેના સેવનથી મટી જાય છે.
મજબૂત, સખત, સ્થાયી ઉત્થાનનો અનુભવ કરો જે તમને અને તમારા જીવનસાથીને આનંદના નવા સ્તરો પર લઈ જશે.
ઉત્પાદન અને પૈસા પાછા બંનેની ગેરંટી.
વાનરી વટિકા
16 તોલા કૌચના બીજ લઈ તેને 64 તોલા ગાયનાં દૂધમાં પકાવવા. આ બીજને ધીમા તાપે ધીરે ધીરે પકાવવા.
પાકી ગયાબાદ બીજની છાલ કાઢી બારીક વાટી લેવા.
વાટેલાં બીજના મેંદાની નાની નાની વડીઓ બનાવી અને તેને ગાયનાં ઘીમાં પકાવી લો.
આ પાકેલી વડીઓને બમણી સાકરની ચાસણી પાવી.
ત્યારબાદ આ વડીઓ મધમાં ડૂબી જાય તેમ જુદી જુદી રાખી મુકવી. આ ઔષધને વાનરી વટિકા કહેવામા આવે છે.
120 રતી જેટલી સાંજ અને સવારે સેવન કરવાથી મૈથુન કાળ લાંબો થાય છે. શિશ્ન નમી જતું હોય તો તેવો પુરુષ ઘોડા જેવો તાકાતવાળો બને છે.
આકાર કરભાદિ વટી
અક્કલકરો, સુંઠ, લવિંગ, કેસર, પીપર, જાયફળ, જાવંત્રી અને સુખડ આ સર્વે ઔષધોને સમાન માત્રામાં (એક એક તોલો) લઈ તેનું ચૂર્ણ બનાવી લો.
આ ચૂર્ણમાં ચાર તોલા અફીણ સારી રીતે મિશ્ર કરી તેની પાંચ પાંચ રતીની ગોળીઓ બનાવી એક સ્વચ્છ પાત્રમાં ભરી લો. આ ઔષધને આકાર કરભાદિ વટી કહેવામા આવે છે.
આ ઔષધની એક ગોળીનું નિયમિત રાત્રે મધ સાથે સેવન કરવાથી પુરુષનાં વીર્યનું સ્તંભન થાય છે. આ ગોળીનું સેવન કરવાથી મૈથુનમાં ઉત્સાહ રહે છે અને સ્ત્રીને રાજી કરી શકે છે.