યોનીકંદ થવાથી સ્ત્રી માસીક ધર્મમાં આવતી નથી તેથી પરિણામ સ્વરૂપ તે માં બનવા સક્ષમ બનતી નથી. આવી મહિલાઓ માતૃત્વ પ્રાપ્ત કરવા લાયક બને તે માટે સૌ પ્રથમ તેનું માસિકચક્ર નિયમિત ચાલુ થાય તેવા ઉપાયો જરૂરી છે.
ત્યારબાદ ગર્ભ રહે અને તેવી સ્ત્રીઓ ને મદદ મળી રહે જેઓ માતૃત્વ પ્રાપ્ત કરવા આશાવાદી છે, તેના ઉપચારો અહી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
યોનીરોગો એ એક જટિલ પ્રશ્ન છે, અને આં રોગો થવાથી ઘણી મહિલાઓ ચિંતિત રહે છે. અહી આપણે યોનિના રોગો અને તેના પ્રકારો વિષે જાણીશું જે ઘણું જ રસપ્રદ રહેશે તેમજ તેની જાણકારી ઉપચાર કરવામાં ઘણી ઉપયોગી સાબિત થશે.
આં ઉપરાંત તેના ઉપચારો શું હોઈ શકે તે વિષે જાણવા પ્રયત્નો કરીશું અને આશા છે કે આ સઘળા રોગો થી મુક્ત થવા આ ઉપાયો કારગર નીવડશે.