ગર્ભમાં કોઇપણ દોષ ઉત્પન્ન થવાથી ગાંઠ પેદા થાય છે અથવા રસોળી ઉદ્ભવે છે. આવી પરિસ્થિતિમાં મહિલાને શારીરિક કષ્ટ નો સામનો કરવો પડતો હોય છે તેમજ ગર્ભ રહેવામાં પણ અડચણો પેદા થાય છે.
અહી આ વિકટ પરિસ્થિતિથી છુટકારો મેળવવા માટે આડ અસર રહિત ઉપાયો ઉપલબ્ધ છે.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં ખાવા-પીવા કે નીતિ-નિયમો વિષે અજાણ રહી સામાન્યથી લઈને ગંભીર બીમારીઓને આપડે આમંત્રણ આપીએ છીએ.
પ્રદર પણ એક એવો રોગ છે જે લાપરવાહીની નિશાની છે. થોડી માનસિક શક્તિઓને કામે લગાડી ધૈર્ય પૂર્વક આ ઉપાયો કરવાથી આ રોગથી છુટકારો મેળવી શકાય છે.
કુદરતી રીતે જ સ્ત્રી દર મહીને રજસ્વલા બને છે અને તેથી તેનું શરીર સ્વાભાવિક રીતે કાંતિમય બની રહે છે. ઘણી સ્ત્રીઓમાં આ ઋતુચક્ર અવ્યવસ્થિત બની જાય છે જેથી તેને દર્દ અને બીજી પરેશાનીઓથી જજુમવું પડે છે.
અનિયમિત માસિક સ્ત્રાવ થી છુટકારો મેળવવા માટે યોગ્ય ઉપાયો અને સાથે સાથે નિયમિતતા ઉપર ધ્યાન આપવું જરૂરી બની રહે છે.