અતિ ગરમ, ચરબી યુક્ત, ખાટા, તુરા અને કડવા પદાર્થોના અતિ સેવનથી તેમજ જમ્યા પછી તુરંત જમવાથી હૃદયરોગ થાય છે.
અતિશય મહેનત કરવાથી, શરીરપર ઘા પડવાથી, ભય લાગવાથી, મળ મૂત્રનો વેગ રોકવાથી, ચિંતા કરવાથી, વગેરે કારણોસર હ્રદયરોગ થાય છે.
પાંચ પ્રકારે હ્રદય રોગ થાય છે.
1 વાયુ સબંધથી
2 પિત્ત સબંધથી
3 કફ સબંધથી
4 ત્રિદોષથી તથા
5 કૃમિના ઉપદ્રવથી
દોષો કોપવાથી તે હૃદયમાં રહેલા રસને દૂષિત કરે છે અને આ દુષ્ટ દોષો હૃદયમાં બાધા પેદા કરે છે. તેને હૃદય રોગ કહે છે.
હૃદયરોગના લક્ષણ
વાત્તજ સબંધી હૃદયરોગમાં છાતીમાં વેદના થાય છે, હૃદય સોયથી વીંધાતુ હોય, કૂવાડાથી કપાતું હોય, હ્રદય ઉપર કરવત કે કોઈ અસ્ત્ર ચાલતું હોય તેવી અસહ્ય પીડા થાય છે.
પિત્તજ સબંધી હૃદયરોગમાં ખૂબ તરશ લાગે, ઠંડા પવનની ઈચ્છા, નજીકમાં અગ્નિ સળગતો હોય તેવો અનુભવ થાય, શરીરને કોઈ ચૂસી લેતું હોય તેવું લાગે, હૃદયમાં વ્યાકુળતા, ગ્લાનિ, મદ, વિગેરે અનુભવાય.
ભ્રમ, મૂર્ચ્છા આવે, દુર્ગંધ વાળો પરસેવો શરીરમાથી છૂટે, મોઢું સુકાય વિગેરે લક્ષણો પિત્તજ હૃદયરોગનાં લક્ષણો હોય છે.
જો કફ્જ હરદાયરોગ હોયતો છાતીમાં ભારેપણું લાગે, કફ પડે, અરુચિ, જડતા, જઠરાગ્નિ મંદ પડે, મોઢામાં મીઠાશ રહે વિગેરે લક્ષણો હોય છે.
ત્રિદોષ સબંધી હૃદયરોગ હોય તો શરીર બહુજ સફેદ પડી જાય છે. તલ, દૂધ અને ગોળના સેવનથી તેનો રસ હૃદયમાં એક ભાગમાં સડે છે. સડેલા રસથી બગડેલી છાતીમાં કૃમિ ઉત્પન્ન થાય છે.
કૃમિનાં ઉપદ્રવમાં ઊબકા, ઉલ્ટી, અરુચિ, ભ્રમ, મદ, મોળ, ગભરામણ, અગ્નિમંદતા, તાવ, શૂળ, તીવ્ર વ્યથા વિગેરે લક્ષણો થાય છે.
હૃદયરોગના ઉપદ્રવો
હૃદયરોગ પડવાથી દર્દીના ગળામાં શોષ પડે છે. શરીર સુકાઈ જાય તેમજ શરીરના બધાજ અંગો શિથિલ પડે છે.
હૃદયરોગના ઉપચારો
ચૂર્ણ
આસુંદરાની છાલનાં ચૂર્ણને ગાયનાં દૂધ, ગોળના પાણી સાથે કે ઘી સાથે સેવન કરવાથી હૃદયરોગ, તાવ, અને રક્તપિત્તનો નાશ કરે છે.
હરિત ક્વાદિ ચૂર્ણ
હરડે, વજ, રાસ્ના, પીપર, સૂંઠ, કચૂરો અને પુષ્કરમૂળનું ચૂર્ણ કરી તેને વસ્ત્રગાળ કરી એક સારા વાસણમાં ભરીલો. આ ચૂર્ણને હરિતક્વાદિ ચૂર્ણ કહે છે. તેમાથી યોગ્ય માત્રમાં સેવન કરવાથી હ્રદયરોગ મટે છે.
ભસ્મ
હરણના શિંગને પુટપાક પધ્ધતિથી બાળીને ખરલમાં સારીરીતે વાટી લેવું. ત્યારબાદ આ ભસ્મને કપડાથી ચાળી લેવું. આ ભસ્મને ગાયનાં ઘી સાથે સેવન કરવાથી હૃદયરોગ અને તમામ પ્રકારના શૂળનો નાશ થાય છે.
કવાથ
કાંસકી, બલદાણા અને આસુંદરો આ વસ્તુઓનો કવાથ બનાવી લો.
તૈયાર કરેલ કવાથ અને ઘીનું સેવન કરવાથી હૃદયરોગ, વાતરક્ત, છાતીમાં પડેલી ચાંદી અને રક્તપિત્તનો નાશ થાય છે.
ચૂર્ણ
ઉપલેટ અને વાવડિંગને ખરલમાં બારીક ચૂર્ણ કરી લો. આ ચૂર્ણને ગૌમુત્ર સાથે સેવન કરવામાં આવે તો કૃમિજન્ય હૃદયરોગ મટે છે.
ચૂર્ણ
આસુંદરા નુ ચૂર્ણ અથવા સાદડનું ચૂર્ણ અથવા મોટી કાંસકીનું ચૂર્ણ ગાયનાં દૂધ સાથે અને પુષ્કરમૂળનું ચૂર્ણ મધ સાથે નિયમિત લેવાથી હૃદયરોગ, શ્વાસ, ઉધરસ, ઉલ્ટી અને હેડકીનો નાશ થાય છે.
કલ્ક
પુષ્કરમૂળ, બીજોરાનું મૂળ, સૂંઠ, કચૂરો અને હરડે સમાન ભાગે લઈ તેનો કલ્ક બનાવો. આ કલ્કમાં ખાર, ખટાઈ, મીઠું અને ઘી નાખી પીવાથી વાયુજન્ય હૃદયરોગ નાશ પામે છે.
ચૂર્ણ
શેકેલી હિંગ, વજ, વાવડિંગ, સૂંઠ, પીપર, હરડે, ચિત્રો, જવખાર, સંચળ અને પુષ્કરમૂળ આ સર્વે ઔષધીઓને લઈ તેનું ચૂર્ણ બનાવી અને કપડાથી ચાળી તૈયાર કરી લો. આ ચુર્ણનું 2 ટાંક ગરમ પાણી સાથે નિયમિત સેવન કરવાથી હૃદયરોગ મટે છે.
પુષ્કરમૂળ
પુષ્કરમૂળને એકદમ બારીક વાટી 2 ટાંક મધ સાથે સેવન કરવાથી હૃદયરોગ, શ્વાસ, ઉધરસ, ક્ષય અને હેડકી મટે છે.
ચૂર્ણ
શેકેલી હિંગ, સૂંઠ, ચિત્રો, જવખાર, હરડે, વજ, પીપર, બિડલવણ, સંચળ, પુષ્કરમૂળ અને ઉપલેટ એ સર્વે ઔષધિઓનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ જવના પાણી સાથે સેવન કરવાથી હૃદયરોગ, શૂળ, અજીર્ણ અને વિસૂચિકા (કોલેરા) એ સર્વે રોગોનો નાશ થાય છે.
હૃદયરોગીઓનું પથ્યાપથ્ય
હલકા ભોજન, હલકા પદાર્થોનું સેવન, આસાનીથી પચીજાય તેવા ખોરાકો, ભૂખ કરતાં ઓછો ખોરાક, હળવો શેક, સ્વચ્છ હવા, મનને ગમતા હરિયાળા સ્થળોએ જવું વગેરે ક્રિયાઓ હૃદયરોગીઓને હિતકારી છે.
ખાટા પદાર્થો, બીડી, સિગારેટ, તંબાકુ, ચીકણા અને ભારે પદાર્થો, ભારે આહાર, વધારે ચરબી વાળો ખોરાક, મિથ્યા આહાર વિહાર વગેરે હૃદયના રોગીઓને સેવવા જેવા નાં હોય તેને ત્યજી દેવા.
હૃદયરોગ માં દૂધી
હૃદયરોગ એ સામાન્ય રીતે બધી જગ્યાએ અને ફેલાવો ધરાવતો રોગ બની ગયો છે. હ્રદયઘાત થવો, કેલોસ્ટરોલ, બ્લોકેજ, બ્લડપ્રેશર આવી બધી જ બીમારી ગમે તેને, ગમે તે ઉમરે અને ગમે ત્યારે થાય છે. આનું મુખ્ય કારણ ખોટી ખાન-પાન ની ટેવો, વ્યસન, પરિશ્રમનો અભાવ અને અનિયમિત જીવન શૈલી છે. અત્યારે સામાન્ય રીતે ખાવા-પીવાની વસ્તુઓ અસલીના નામે નકલી વેચાય છે. અને બીજી બાબત એ કે આવી વસ્તુઓ જો અસલી હોય તો પણ શુદ્ધ નથી હોતી, કારણ કે તે પેસ્ટીસાઈડ વાપરીને તૈયાર કરેલી અથવા ભેળસેળ કરેલી હોય છે. જે આહાર તરીકે લેવા યોગ્ય હોતી નથી. આ બધા જ પહાડ જેવા પ્રશ્નો હોવા છતા પણ નીરોગી રહીને જીવન જીવવાના પ્રયત્નો કરવા જોઈએ અને પરિવારને પણ આનાથી બચીને રહેવા પ્રેરવા જોઈએ.
આપણે હૃદયરોગ રોગ થી બચવાનો ઉપાય અને સાથે સાથે બીજા ઘણા બધા રોગો થી બચવાના પ્રયત્ન રૂપે ઉપાય કરીશું. આ ઉપરાંત રોગ આવી ગયા પછી પણ તંદુરસ્તી અવશ્ય પ્રાપ્ત કરી શકાય છે જેનો ઇલાજ નીચે પ્રમાણે છે.
1 દુધીનો રસ એક ગલાસ
2 કોથમીરનો રસ એક ચમચી
3 આદુનો રસ એક ચમચી
4 ફુદીનાનો રસ એક ચમચી
5 તુલસીના પાનનો રસ એક ચમચી
રીત
સૌ પ્રથમ દુધીને ચોક્ખા પાણીમાં ધોઈને નાના નાના ટુકડા કરો (એક ગ્લાસ રસ નીકળે તેટલા પ્રમાણમાં) આ ટુકડાને ખાંડીને એક સાફ સાદા કપડામાં ભરી, દબાવીને રસ ઉતારી લો. મિક્ષરમાં નાખીને પણ રસ કાઢી શકાય.
તેવીજ રીતે કોથમીર, આદુ, ફુદીનો અને તુલસીનો રસ એક એક ચમચી કાઢો. ધ્યાન રહે કે રસ કાઢવામાં વપરાતા સાધનો ચોક્ખા હોય.
આ પાંચેય પ્રકારના રસોને સારી રીતે મિક્સ કરીને એક ગ્લાસમાં ભરી લો. હવે આ રસ પીવા માટે તૈયાર છે.
વાપરવાની રીત
આ રસ સવારમાં જાગીને ખાલી પેટે પીવો. રસ પીધા પછી ઓછામાં ઓછી ૧ કલાક સુધી કંઈપણ વસ્તુ ખાવી-પીવી નહિ. આ બાબતનો ખ્યાલ રાખવો.
અસર
કેટલોય ભારે હ્રદયઘાત હોય તો પણ આ રસ નું ચાર મહિના સેવન કરવાથી હૃદયરોગ અવશ્ય મટે છે. અને બીજી વાર આવવાની શક્યતાઓ નહીવત હોય છે. ઓપરેશન કરાવવાની ડોક્ટરની સલાહ પછી પણ આ રસના સેવનથી ઓપરેશનથી બચી જવાય છે.
હૃદય સબંધી કોઈપણ નસમાં બ્લોકેજ હોય તો આ રસના સેવનથી બ્લોકેજ ખુલી જાય છે. અને નોર્મલ અવસ્થામાં આવી જાય છે.
બ્લડપ્રેશર ગમે તેટલું ઊંચું જતું હોય દુધીનો રસ લેવાથી બીપી નોર્મલ થાય છે.
સંધિવા
આ રસના ત્રણ થી ચાર મહિનાના સેવનથી કમરદર્દ, ઘૂંટણદર્દ, ગરદન અને ખંભાના દર્દ વિગેરે દર્દોથી છુટકારો મળે છે.
માઈગ્રેન
અડધું માથું દુખે તેને માઈગ્રેન કહે છે. આ રસ ના ત્રણ-ચાર માસના સેવનથી માઈગ્રેનથી પણ મુક્ત થવાય છે.
કબજીયાત
દુધીના રસ ના સેવનથી કબ્જ દુર થાય છે.
રક્તવિકાર
મોટાભાગે અમ્લતા પેટમાં થાય છે. જેનાથી જલન અનુભવાય છે. પરંતુ આ અમ્લતા જો લોહીમાં ભળી જાય તો તેને રક્તવિકાર કહે છે. જેનાથી ચામડીના રોગો થાય છે. અને આવા રોગો એટલા ભયંકર હોય છે કે મટવાનું કે શાંત થવાનું નામ નથી લેતા. સોર્યાસીસ જેવા હઠીલા રોગો રક્ત્વીકારથી થાય છે. અને આવા રોગને આ દુધીનો રસ શાંત કરે છે, મટાડે છે.
મોટાપો
પેટ ખુબ વધ્યું હોય વજન પણ વધ્યું હોય ત્યારે આ રસ વજન ઘટાડવામાં અને મોટાપો ઘટાડવામાં સારો એવો ફાયદો કરે છે.
અનિંદ્રા
રાત્રે બરાબર નીંદર ના આવતી હોય તો આ રસ નો ઉપયોગ કરો, ઘસઘસાટ નીંદર આવશે.
ભૂખ
ભૂખ ન લાગતી હોય તેણે પણ આ રસનું સેવન કરવું, સારી એવી ભૂખ ખુલશે.
આંખ
આંખોની રોશની દિવસ દરમિયાન ઘટી ગઈ હોય તો દુધીનો આ રસ પીવો, આંખોનું તેજ વધી જશે.
સુચના
આ દુધીનો રસ સામાન્ય રીતે ચાર મહિના લેવાનો હોય છે. પરંતુ આઠ મહિના કે વધુ પણ લઇ શકાય છે. આ રસની કોઈ આડ અસર નથી.
બજારમાં મળતી દૂધીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરેલો નથી તેની ખાતરી કરીને વાપરવી, નહીતો નુકસાન જવાની પૂરી સંભાવના છે.