સફેદ દાગ (કોઢ)
સફેદ દાગ (કોઢ) થવાના ઘણા કારણો છે. આયુર્વેદ અનુસાર આ રોગ વિરુદ્ધ આહાર કરવાથી તથા અશુદ્ધ આહાર અને વિષેલા પદાર્થો ના સેવનથી પણ થઈ શકે છે. લોહીમાં ભળેલા અશુદ્ધ તત્વો પણ આ રોગ થવાના કરણોમાં નું એક કારણ હોઈ શકે છે.
સફેદ દાગ (કોઢ) થવાનું એક કારણ – પરંપરાગત પણ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને આ રોગ હોય તો, આ રોગ ભવિષ્યની પેઢીઓમાં ઉતરી શકે છે.
આયુર્વેદ પ્રમાણે આ રોગ વાત, પિત્ત, અને કફ ના બગડવાથી (અસમાન) રહેવાથી થાય છે. કોઢ અઢાર પ્રકારે થાય છે.
1 કાપાલીક, 2 ઉદુમ્બર, 3 મંડલ, 4 વિચર્ચિકા, 5 ઋષ્યજિહ્વ, 6 વિપાદિકા, 7 સિધ્મ, 8 એક કુષ્ઠ, 9 કિટીભ, 10 અલસ, 11 દદ્રુ, 12 પામા, 13 વિસ્ફોટક, 14 મહા કુષ્ઠ, 15 ચર્મદલ, 16 પુંડરીક, 17 શતારુ, 18 કાકણ
આ ઉપરાંત એક શ્વિત્રકુષ્ટ નામનો કુષ્ઠ રોગ (કોઢ) પણ થાય છે. જે વાતજ, પીતજ, અને ક્ફજ એમ ત્રણ પ્રકારે થાય છે.
આમ આ કુષ્ઠ રોગ સફેદ દાગ ઘણા પ્રકારે અને ઘણા જ કારણોસર થઈ શકે છે.
વજ્ર તૈલ
વજ્ર તૈલ
આ તૈલ બધાજ પ્રકારના કુષ્ઠ રોગોનો નાશ કરવા સમર્થ છે. આ તૈલ નીચે પ્રમાણે બનાવી શકાય છે.
1 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) થોરનું દૂધ
2 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) આંકડાનું દૂધ
3 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) ધતુરાના પાનનો રસ
4 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) ચિત્રકના પાનનો રસ
5 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) ભેંસના છાણનો રસ
6 ૬૪ તોલા (૭૪૬ ગ્રામ) તલનું તેલ
64 તોલા (746 ગ્રામ) તલના તેલમાં ઉપરની બીજી બધીજ વસ્તુઓને સિધ્ધ કરો.
એક વાર આ તેલ સિધ્ધ થયા બાદ બીજીવાર આ તેલને 2985 ગ્રામ દેશી ગાય ના મૂત્રમાં સિધ્ધ કરીલો. તેલનો બરાબર પાક થયા બાદ તેને એક કાચના વાસણમાં ગાળી ભરી લેવું.
ત્યારબાદ આ સિધ્ધ થયેલ આ તેલમાં શુધ્ધ ગંધક, શુધ્ધ ભિલામાં, શુધ્ધ મનશીલ, શુધ્ધ હરતાલ, વાવડિંગ, અતિવિષ, શુધ્ધ વચ્છનાગ, કડવી તુંબડી, ઉપલેટ, ઘોડાવજ, જટામાંસી, સૂંઠ, મરી, પીપર, દારૂ હળદર, જેઠીમધ, સાજીખાર, જીરું અને દેવદાર. – આ તમામ વસ્તુઓ 1 – 1 તોલો (11.66 ગ્રામ) લઈ તેનું બારીક ચૂર્ણ કરી અને તેમાં મેળવવું.
આ રીતે તૈયાર થયેલ તેલ ને સુપ્રસિધ્ધ વજ્ર તૈલ કહે છે. આ વજ્ર તૈલથી દરેક પ્રકારના કુષ્ઠ રોગો નાશ પામે છે.
ચામડી ઉપર જે જગ્યાએ રોગનું આક્રમણ થયું હોય તે જગ્યાએ આ તેલ લગાવવાથી રોગ કાબુમાં આવી મટી જાય છે.