ઉષકાદિ ગણ
1 ખારી માટી
2 સૈંધવ
3 શિલાજિત
4 હીરાકસી (ખાટી અને ખારા રસવાળી)
5 હીરાકસી (પીળી તથા તૂરી)
6 હિંગ
7 મોરથૂથું
8 ખાપરિયો
આ સાત દ્રવ્યો મળીને ઉષકાદિ ગણ કહેવામા આવે છે.
ઉષકાદિ ગણનાં ગુણો
આ ઉષકાદિ ગણના ઔષધ કફ, પથરી, કાંકરી, મૂત્રકૃચ્છ અને ગોળાને નાશ કરનાર છે. ઉષકાદિ ગણ મેદનું શોષણ કરનારા છે.