અનિચ્છનીય ગર્ભ

ગર્ભ રોકવાના નિયમો અને ઉપાયો

મહિલા રજસ્વળા થાય તે દિવસોને બાદ કરીને એટલે કે માસિકના ચાર દિવસો પછી 16 દિવસ સુધી ગર્ભ રહી શકે છે. માટે આ દિવસો દરમિયાન સ્ત્રી અને પુરુષ બંને દ્વારા સંયમ પાળવામાં આવે તો ગર્ભ રહેવાનો સંભવ નહિવત્ત બની જાય છે. આ સંયમીત જીવન પણ એક પ્રકારે કુદરતી ગર્ભનું રોકથામનું કામ કરે છે. અને તે જ શ્રેષ્ઠ છે. 

આ સિવાય કુદરતી દ્રવ્યોનો ઉપયોગ કરી ગર્ભ રોક્થામ પણ કરી શકાય છે જેમાંથી થોડા પ્રયોગો અહી રજૂ કરવામાં આવ્યા છે.

ચૂર્ણ

  • સ્ત્રી જ્યારે રજસ્વળા હોય ત્યારે પીપર, વાવડિંગ અને ટંકણખાર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી દૂધની સાથે તેનું સેવન કરે તો તેને ગર્ભ રહેતો નથી.
પીપર
પીપર
વાવડિંગ
ટંકણખાર

જાસૂદ

  • રજસ્વળા દરમિયાન સ્ત્રી જાસૂદના સૂકા ફૂલ આરનાળથી વાટીને 3 દિવસ પીવે અને ઉપરથી 4 તોલા ભાર ગોળ ખાય તો ગર્ભ રહેતો નથી.
જાસૂદ

લીંબોળીનું તેલ

  • લીંબોળીઓનું તેલ રુના પોલમાં લગાવી તે યોનિમાં રૂતુસ્નાનંતરે ( 5 દિવસ) મૂકે તો ગર્ભ રહેતો નથી.
લીંબડો

દુધેલી

  • દુધેલીનું મૂળ બકરીના દૂધ સાથે 3 દિવસ પીવાથી માસિક બંધ થાય છે. તેથી ગર્ભ રહેવાની આશા જ રહેતી નથી.
દુધેલી

ઉકાળો

  • બોરડીની લાખ તેલમાં ઉકાળી બે તોલા ભાર જે સ્ત્રી પીવે તેને ગર્ભ રહેતો નથી.
બોરડીની લાખ
બોરડી

તુલસીના પાનનો ઉકાળો

  • ઋતુસ્નાન કર્યા પછી 4 થી 5 દિવસ દરમિયાન તુલસીના પાનનો ઉકાળો કરી દિવસમાં એક વાર પીવાથી ગર્ભ રહેતો નથી. (જો કોઈ મહિલા પિત્ત પ્રકૃતિ ધરાવતી હોય તેમજ ગરમ પ્રકૃતિ ધરાવતી હોય તો તેવી સ્ત્રીઓ આ ઉકાળો પીવાથી દૂર રહે)
તુલસી

લવીંગ

  • ઋતુસ્નાન કર્યાબાદ સવારે ઊઠીને કોગળા કર્યા વિના બે લવિંગ ચાવીને ખાઈ જવાથી ગર્ભ રહેતો નથી. લવિંગ પણ ગરમ પ્રકૃતિ ધરાવતા હોય નિયમોનુસાર પાણીના સેવન કરવાથી તેનો ફાયદો ઉઠાવી શકાય છે.
લવીંગ

લીંબોળીનું તેલ

  • લીંબોળીના તેલનું સેવન 5 થી 7 મિલી નિયમિત કરવાથી પણ ગર્ભ રહેતો નથી.
લીંબોળીનું તેલ
આવશ્યક સૂચના

ઉપરોક્ત બધાજ પ્રયોગો કારગર તો છે જ પરંતુ સ્ત્રીના શરીરના ગુણો અને પ્રકૃતિ પણ અગત્યનો ભાગ ભજવતા હોય સાવધાની રાખવી આવશ્યક છે.

ગર્ભ રહેવો, ક્યારે રહેવો, ના રહેવો, કેટલા સમય પછી રહેવો, …. આવા ઘણા જ પ્રશ્નોનાં જવાબ સટીક રીતે મળતા નથી. કારણ કે કુદરતી રીતે સ્ત્રી શરીર કાર્ય કરતું હોય માનવીય ઈચ્છાઓ તેમાં કામ કરતી નથી. તો પણ પ્રયત્નો કરવાથી સમાધાન કુદરતી રીતે જ અવશ્ય પ્રાપ્ત થાય છે.

એરંડિયું

માસિકના 4 દિવસ બાદ 4 દિવસ ખાલી પેટ સવારે 10 મિલી. એરંડિયું પીવાથી માસ દરમિયાન ગર્ભ રહેવાની શકયતા રહેતી નથી.

એરંડિયું

ચૂર્ણ

50 ગ્રામ તાલીસ પત્ર , Abies Webbiana

50 ગ્રામ સોનાગેરું , Red ochre

તાલીસ પત્ર અને સોનાગેરું નું ચૂર્ણ કરી મિશ્રણ તૈયાર કરી એક સ્વચ્છ બોટલમાં ભરી લો. માસિક ધર્મના 4 દિવસ છોડી પછીના 4 દિવસ આ ચૂર્ણ સવારના સમયે ખાલી પેટ 4 થી 6 ગ્રામ સાદા પાણી સાથે લેવાથી ગર્ભ રહેવાની શક્યતાઓ નષ્ટ થઈ જાય છે.

(આ પ્રયોગથી જીવનભર ગર્ભ રહેતો નથી તેવું જણાયું હોય વિચાર પૂર્વક વિવેકથી આ ઔષધ લેવું)

તાલીસપત્ર
સોનાગેરું

ચમેલી

જે મહિલા માસિકધર્મના 4 દિવસ છોડી પાંચમા દિવસથી ચમેલીની કળી સવારે ખાલી પેટે ગળી જવાથી ગર્ભ રહેતો નથી.

ચમેલી

સૂચના : આ દરેક પ્રયોગોનો અતિરેક થવાથી કે કોઈ બીજા કારણોસર ગર્ભાશયને ક્ષતિ પહોંચી શકે છે. માટે વિવેક પૂર્વક અને સમજણથી તેમજ આયુર્વેદાચાર્ય પાસેથી સલાહ સૂચન બાદ દરેક ઔષધનો ઉપયોગ કરવો.

મૂઢગર્ભની ઉત્પત્તિ અને લક્ષણ

પોતાની ચાલથી દુષ્ટ થયેલો વાયુ સ્થાનભ્રષ્ટ થઈ ગર્ભની ગતિને અવરોધે છે. દુષ્ટ વાયુથી યોનિ અને પેટમાં શૂળ, પીડા પેદા કરે છે તેમજ મૂત્ર રોકીને ગર્ભને મૂળ સ્થિતિથી ચલાયમાન કરી વાંકો કે આડો કરી નાખે છે.

આ ચલિત ગર્ભ 4 પ્રકારે થાય છે. 1 કિલક, 2 પ્રતિખુર, 3 બીજક, 4 પરિઘ. કેટલાક આચાર્યો 8 ભેદ ગણાવે છે જે પૈકી દર્શાવ્યા અને બાકીના ચાર 5 ઉર્ધ્વબાહુ, 6 ચરણક, 7 શિર અને 8 પાર્શ્વક.

1     કિલક

જેના હાથ, પગ અને માથું યોનિમાં ખીલા પેઠે અટકી રહેલ હોય તેને કિલક મૂઢગર્ભ કહે છે.

2    પ્રતિખુર

જેના બંને હાથ, પગ બહાર નીકળ્યા હોય અને બાકીનો શરીરનો ભાગ યોનિમાં અટકી રહ્યા હોય તેને પ્રતિખુર મૂઢગર્ભ કહે છે.

3    બીજક

જેનું માથું બે હાથ વચ્ચે હોય અને બાકીનું શરીર યોનિમાં અટકેલું હોય તેને બીજક મૂઢગર્ભ કહે છે.

4    પરિઘ

જે ગર્ભ યોનિમાં આડો પડેલો હોય તેને પરિઘ મૂઢગર્ભ કહે છે.

5    ઉર્ધ્વબાહુ

જેનું માથું યોનિની અંદર પડખામાં આડુંવળી ગયું હોય, એવો કોઈ ગર્ભ એક હાથથી યોનીના દ્વારને ઢાંકી દઈ અટકી રહે છે. જેનું માથું વાંકું વળી હોય, એવો કોઈ ગર્ભ બે હાથથી યોનીના દ્વારને ઢાંકી દઈ અટકી રહે છે.

6    ચરણક

કોઈ ગર્ભ બંને સાંથળથી યોનીના મુખને પ્રાપ્ત થાય છે. જેની એક સાંથળ વાંકી વળી ગઈ હોય એવો કોઈ ગર્ભ બીજી સાંથળથી જ યોનીના મુખને પ્રાપ્ત થાય છે.

7    શિર

જેની કમર વાંકી વળી ગઈ હોય, એવો કોઈ ગર્ભ માથા વડે યોનિ દ્વાર ઢાંકી અટકી રહે છે. આવો ગર્ભ હાથ પગ થકી પણ યોનિ દ્વારને અવરોધે છે.

8    પાર્શ્વક

જેની બંને સાંથળો વાંકી વળી ગઈ હોય તથા શરીર પણ વાંકું વળી ગયું હોય, એવો કોઈ ગર્ભ આડો આવી કુલાના પ્રદેશથી યોનીના મુખને પ્રાપ્ત થાય છે. કોઈ ગર્ભ છાતી, પડખા કે પીઠથી યોનીના દ્વારને ઢાંકી દઈ અટકી રહે છે.

કોઈ મૂઢગર્ભ માથાથી યોનિદ્વારને રોકી રાખે છે. કોઈ મૂઢગર્ભ પેટથી યોનિદ્વારને રોકી દે છે. કોઈ મૂઢગર્ભ વળી ગયેલી પીઠથી યોનિમાર્ગને રોકી દે છે. કોઈ મૂઢગર્ભ એક હાથ બહાર કાઢી બાકીના શરીરથી યોનિમાર્ગ રોકે છે. કોઈ બંને હાથ બહાર કાઢી બાકીના શરીરથી અટકી રહે છે.

કોઈ ડોક ભાંગી જવાથી નીચા નમેલા મોઢાથી અટકી જાય છે. કોઈ ગર્ભ આડો થઈ જવાથી કે કોઈ મૂઢગર્ભ પડખું ફરી જવાથી ગતિ અવરોધાય છે અને તેથી અટકી રહે છે.

મૂઢગર્ભવાળી સ્ત્રીના અસાધ્ય લક્ષણો

જે સ્ત્રી પોતાની ડોક અચેતન થઈ ઢાળી દેતી હોય, બધાજ અંગો ઠંડા પડતાં જતાં હોય, શરીરભાન રહેતું ના હોય, ઈત્યાદી લક્ષણો મૂઢગર્ભ વાળી સ્ત્રીના હોય છે.

મૂઢગર્ભ વાળી સ્ત્રીના પેટ ઉપર નીલા રંગની નસો ઉપસી આવે છે, તે ગર્ભને મારી નાખે છે અથવા તે મરેલો ગર્ભ તે સગર્ભાને મારી નાખે છે.

ગર્ભમાં શિશુ મરી ગયું હોય તેના લક્ષણો

માતાના ગર્ભમાં રહેલ બાળક મૃત્યુ પામતા ગર્ભિણીનો ગર્ભ ફરકતો બંધ થઈ જાય (ગર્ભનું હલન ચલણ બંધ થઈ જાય)

વિણો આવતી બંધ થાય છે તેમજ મૂત્ર અને કફ પાડવાનું બંધ થાય છે. પ્રસવ સમયના લક્ષણો દેખાતા બંધ થાય છે.

શરીરનો રંગ કાળાશયુક્ત પાંડુવર્ણ સમાન થાય છે. શ્વાસમાં દુર્ગંધ હોય છે. ગર્ભમાં રહેલ બાળક મૃત્યું પામવાથી તે સૂજી જાય છે તેથી ગર્ભિણીને વેદના થાય છે.

ગર્ભનું અને ગર્ભવતીનું મૃત્યુનું કારણ

ગર્ભવતીને પૂરા દિવસો જતાં હોય તેવા સમયે કોઈ પ્રહાર કે તેવા કોઈ આગંતુક ઉત્પાતથી ગર્ભ કે ગર્ભિણીના મોતનું કારણ બને છે.

ગર્ભિણીના વ્હાલસોયાનું મરણ અને તેનો આઘાત તે ગર્ભિણી કે ગર્ભના મોતનું કારણ બની શકે છે.

મનમાં ઉત્પાત થાય તેવા કારણ, જેમ કે ચોરી, લૂંટ વગેરેથી ધનનો નાશ થવો તેમજ રોગની અસહ્ય પીડાથી ગર્ભ પેટમાંજ મરી જાય છે કે ગર્ભિણીનું મૃત્યુનું કારણ બને છે.

યોનિસંવરણ

ગર્ભવતી વાયુ કરનાર પદાર્થોનું સેવન કરે, મૈથુન કરવાથી, અતિ ઉજાગરા કરવાથી, વગેરે કારણોથી વાયુનો કોપ થાય છે. તે કુપિત વાયુ યોનિમાર્ગમાં ઊંચો ચાલી યોનિદ્વારને બંધ કરે છે અને પછી ગર્ભાશયના દ્વારને રોકે છે. આ યોનિ સંવરણ નામનો રોગ છે.

આ વાયુ ગર્ભમાં રહેલ બાળકને પીડા આપે છે. ગર્ભાશયના દ્વાર વાયુ દ્વારા રોકાવાથી બાળક ગૂંગલાઈને મૃત્યું પામે છે. તેમજ હૃદયના ઊંચા ભાગથી ચાલતો શ્વાસ ગર્ભવતી માટે ઘાતક સાબિત થાય છે.

ગર્ભ ચલિત ન થતાં તે પેટમાં જ વળગેલો રહે, પેટમાં વાયુ અને લોહીથી પેદા થયેલું શૂળ, ગર્ભનું મૂઢપણું, ઉધરસ, શ્વાસ આદિ ઉપદ્રવોથી ગર્ભવતીનું મૃત્યું થાય છે.

મૂઢગર્ભના ઉપાય

જે દાયણ કુશળ હોય કે જેણે સંકટ સમયે ઘણી સ્ત્રીઓને સફળતા પૂર્વક પ્રસવ કરાવ્યો હોય તેને બોલાવી તેના દ્વારા મૂઢગર્ભના ઉપાયો કરાવવા.

જો ગર્ભ જીવિત હોય તો હોશિયાર દાયણે પોતાના હાથે ઘી ચોપડી હાથને યોનિમાં નાખી યુક્તિથી અને સાવધાનીથી ગર્ભને બહાર ખેંચી કાઢવો.

ગર્ભ જો મૃત હોય તો શસ્ત્રક્રિયામાં કુશળ દાયણે ગર્ભવતીની યોનિમાં સશસ્ત્ર હાથ નાખી મૃત ગર્ભને કાપી બહાર કાઢવો. પરંતુ સશસ્ત્ર હાથ અંદર નાખ્યા પછી એવું સમજાય કે ગર્ભમાં થોડીપણ ચેતના છે, તો તે ગર્ભને કાપવો નહીં.

કારણકે ભૂલથી પણ ચેતનવળો ગર્ભ કાપતા ગર્ભિણીનું અવસાન થાય છે. માટે ગર્ભ મૃત જણાય ત્યારેજ નિ:શંકપણે શસ્ત્ર્થી કાપી બહાર કાઢવો.

જો મૃત પામેલો ગર્ભ જરાવાર પણ વધારે ગર્ભમાં રહે તો ગર્ભવતીના પ્રાણ તુરંત હારી લે છે માટે તુરંત ઉપાયો યોજવા.

જે અંગ અટકી રહ્યું હોય તે અંગને કાપીને કાઢી લેવો અને સ્ત્રીનું રક્ષણ કરવું.

ગર્ભ કાઢી લીધા પછી સ્ત્રીના શરીર ઉપર ગરમ પાણીની ધાર કરવી, તેલનો માલિશ કરવો અને યોનિમાં ઘી નાખવું જેથી યોની કોમળ થઈ પીડામુક્ત થઈ શકે.

વાયુથી ગર્ભ સુકાઈ ગયા બાદ કરવાના ઉપચાર

જે સ્ત્રીનો ગર્ભ વાયુથી સુકાઈ ગયો હોય તેનું પેટ વધતું નથી અને ખાલી પડે છે. તેવા સંજોગોમાં સ્ત્રીને જીવનીયગણના ઔષધોનો કલ્ક કરી તે કલ્ક દ્વારા પકાવેલું દૂધનું સેવન કરાવવું.

માંસનો રસ પીવડાવવો. (શાકાહારી સ્ત્રીઓએ ન પીવું)

પુષ્ટિ પ્રદાન કરતાં ઉત્તમ ઔષધોનું સેવન કરાવવું જેથી ગર્ભમાં ફરી વિકાસ અને ગતિ આવે છે.

સૂકા લાકડા સમાન ગર્ભ થઈ ગયો હોય ત્યારે ગર્ભમાંથી આ સુકાય ગયેલ ગર્ભ, ગર્ભવતીને કોઈ નુકસાન ન થાય તેવી રીતે બહાર કાઢી લેવો. હાલના સમયમાં સારા જાણકાર અને અનુભવી ડોક્ટર પાસે ઉત્તમ પ્રકારની સારવાર લેવી તે ઉત્તમ છે.

ગર્ભથી પેટ વધ્યા પછી નાનું થાય તેનું લક્ષણ અને સારવાર

(નગોદર)

વીર્ય અને રજથી બંધાયેલા અને જેમાં કોઈપણ અંગો વિકાસ ના પામ્યા હોય તેવા ગર્ભસ્થ પેટને ક્લિષ્ટ થયેલ વાયુ મોટું કરી દે છે. અને દૈવ ઈચ્છાથી પેટ ફરી નાનું થઈ જાય છે. આવું લક્ષણ હોય તો તેને નગોદર કહે છે.

વાયુના ઉપદ્રવથી ઉત્પન્ન થયેલા આ નગોદરથી ગર્ભ સંકોચાઇ જાય છે. આવો ગર્ભ ઘણા સમય સુધી પેટમાં ફરક્તો નથી (સ્થિર થઈ જાય છે)

આ પ્રમાણેના લક્ષણો જાણી જેમાં તીક્ષ્ણતા અને ઉગ્ર ના હોય તેવા ઔષધોથી સ્નેહન વગેરે કોમળ ઉપચારોથી ગર્ભિણીની ચીકીત્સા કરવી.

ટિટોડાના માંસનો રસ અને સારીમાત્રામાં ઘી લઈ તેમાં પકાવેલી રાબ ગર્ભિણીને પાવી.

ઘૂઘરી બનાવી અડદ, તલ અને બીલીના ફળ (કાચા બિલા) લઈ 7 દિવસ સુધી તેમાં ઘૂઘરીને સિદ્ધ કરી તે ગર્ભિણીને ખવડાવવી. અને મધનું અનુપાન કરાવવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock
error: Content is protected !!