પાતળાપણા નો ઉપાય (દુર્બળ શરીર ને પુષ્ટ કરવા માટે)
શરીર પાતળું થવાનું કારણ
વાયુ ઉત્પન્ન કરે તેવા અને સુખા અન્નનું સેવન કરવાથી, બહુ ઉપવાસો કરવાથી, બહુ ઓછું ખાવાથી, વારંવાર ઉલ્ટી કે રેચ ની ક્રિયાઓ કરવાથી, શોક કરવાથી, ચિંતા કરવાથી, ભય લાગવાથી, વગેરે જેવા કારણોથી, અતિશય સંભોગ કરવાથી, મળ-મૂત્ર અને નિદ્રા વિગેરેનો વેગ રોકવાથી, લાંબી બીમારી રહેવાથી, અતિશય કસરત કરવાથી, તથા બહુ ઉજાગરા કરવાથી માણસનું શરીર અતિશય દુર્બળ અને ક્ષીણ થઇ જાય છે. આયુર્વેદમાં આ રોગ ને કાર્શ્ય રોગ (પાતળાપણું) કહેવામાં આવે છે.
અતિ દુર્બળપણા ના લક્ષણ
જે વ્યક્તિના કુલા, હોઠ, અને ડોક સુકાયેલા જોવામાં આવે, શરીર ઉપરની નસો સ્પષ્ટ જોઈ શકાય તેવું પાતળું શરીર હોય, જે વ્યક્તિ ના શરીર માં ફક્ત ચામડી અને હાડકા જ રહ્યા હોય, ઉપાંગો ની સરખામણીમાં સાંધાઓ અને મોઢું મોટું અને જાડું દેખાય તે વ્યક્તિ અતિ દુર્બળ કહેવાય છે.
અતિ દુર્બળપણા થી થતા રોગો
કોઈ વ્યક્તિ અતિ દુર્બળ થઇ જાય ત્યારે તેને બરલ, ઉધરસ, શ્વાસ, ગોળો, હરસ, પેટના રોગો, સંગ્રહણી, અને આફરો વિગેરે જેવા રોગો નો હુમલો ઝડપથી આવે છે.
દુર્બળ પરંતુ બળવાન હોવાનું કારણ
ગર્ભધારણ સમયે જે વ્યક્તિના પિતાના વીર્ય નો ભાગ વધારે હોય અને મેદનો ભાગ ઓછો રહ્યો હોય ત્યારે તે ઉત્પન્ન થયેલું બાળક જોવામાં દુર્બળ હોવા છતાં પણ બળવાન બને છે.
જાડા પરંતુ તાકાત વગરના હોવાનું કારણ
ગર્ભધારણ સમયે પિતાના વીર્યનો ભાગ ઓછો અને મેદનો ભાગ વધારે હોવાથી તે ઉત્પન્ન થયેલ બાળક શરીરમાં પુષ્ટ દેખાઈ આવે છે પરંતુ તે બળ વિહીન હોઈ છે.
દુર્બળપણા નો ઉપાય
ધી, દૂધ, માંસ, વગેરે ખોરાકો અને અશ્વગંધા જેવી ઔષધિયા શરીરની ધાતુઓને પુષ્ટ કરનારી તથા બળ અને વીર્ય ને વધારનારી છે. આવા ખોરાકો અને ઔષધનુ સેવન કરવથી દુર્બળપણું દુર થાય છે.
ચંદ્રોદય રસ
1 ૪ તોલા સોનાનો વરખ
2 ૩૨ તોલા શુદ્ધ પારો
3 ૬૪ તોલા શુદ્ધ ગંધક
4 ૪ તોલા જાયફળ
5 ૪ તોલા બરાસ
6 ૪ તોલા લવિંગ
7 ૪ તોલા સમુદ્ર્શોષ
8 ૪ માસા કસ્તુરી
પ્રથમ પારા અને ગંધક ની કજ્જ્લી બનાવી લો. આ કજ્જ્લીમાં સોનાનો વરખ ઉમેરી ૨૪ કલાક (એક દિવસ) સુધી ખરલમાં ઘૂંટો અને તેવી જ રીતે કુંવારપાઠા ના રસ માં પણ ૨૪ કલાક સુધી ઘૂંટો.
તીક્ષ્ણ અગ્નિ સહન કરી શકે તેવી કાચની શીશી માં આ તૈયાર થયેલો રસ ભરી કપડમાટી કરી સુકવી લો. ત્યારબાદ વાલુકા યંત્ર માં વિધિવત રોતે મૂકી ૭૨ કલાક (૩ દિવસ) સુધી ક્રમવર્ધિત અગ્નિ આપવો. આ રસ સિદ્ધ થાય ત્યારે તે લાલ રંગનો બની જાય છે, જયારે જણાય કે રસ સિદ્ધ થઇ ગયો ત્યારે શીશી બહાર કાઢી લેવી અને ઠંડી થઇ જાય ત્યારે ફોડી તેમાંથી આ રસ બહાર કાઢી લેવો.
આ રસ માં જાયફળ, બરાસ, લવિંગ, અને સમુદ્ર્શોષ ઉમેરી આ મિશ્રણ ને સારી રીતે ઘૂંટી લેવું. ત્યારબાદ આ રસ માં કસ્તુરી ઉમેરી સારી રીતે ઘૂંટી લેવો.
આ તૈયાર થયેલ ઔષધ ને ચંદ્રોદય રસ કહેવામાં આવે છે.
૩ રતી આ રસ પાન માં નાખી સેવન કરવાથી અને સાથે યોગ્ય અનુપાન કરવાથી તથા નિયમમાં રહી પથ્ય પાળવાથી શરીર ની ધાતુઓ પુષ્ટ થાય છે તેથી શરીર પણ હૃષ્ટપુષ્ટ બને છે અને બળવાન બને છે. આ ચંદ્રોદય રસ ના સેવન થી પુરુષ ની કામેચ્છા અતિ વધે છે અને સ્ત્રીઓ ની જાતીય વૃત્તિ ને સંતોષે છે.
અનુપાન
ચંદ્રોદય રસ ના સેવન પછી તુરંતનું દોહેલું તાજું દૂધ પીવું, કુણું માંસ ખાવું, મેંદાથી બનતા પદાર્થોનું સેવન કરવું, તેતર નુ માંસ, ઘઉં ની રોટી, અને જેમાં ગીરી વધારે હોય તેવા ભોજન નુ સેવન કરવું. આ ઉપરાંત ભાવતા અને મનગમતા સ્વાદિષ્ટ ભોજન કરવા.
આ પ્રકારે અનુપાન સાથે ચંદ્રોદય રસના સેવન થી પુરુષ બળવાન બને છે. આ રસ વીર્ય નુ સ્તંભન કરે છે અને સમસ્ત પ્રકારના રોગો નો નાશ કરે છે. આ રસ નુ સેવન અવશ્ય કરવું જોઈએ જેથી સ્ત્રીઓ ને પ્રિય થઈ શકાય છે.
રસસિંદુર (હરગૌરી રસ)
1 ૨૦ તોલા શુદ્ધ પારો
2 ૨૦ તોલા શુદ્ધ ગંધક
3 ૨ ટાંક નવસાર
4 ૧ તોલો ફટકડી
પ્રથમ પારા – ગંધક ની કજ્જ્લી બનાવી લો. આ કજ્જ્લી માં નવસાર અને ફટકડી ઉમેરી ખરલમાં સારી રીતે ઘૂંટી લેવા. ત્યારબાદ કાચની મજબુત શીશીમાં આ રસ ભરી મો બંધ કરી ઉપર કપડમાટી કરી લો. વાલુકા યંત્રમાં આ શીશી ને વિધિપૂર્વક મૂકી ૩ દિવસ સુધી આ રસ ને અગ્નિ આપી પકાવવો. આ રસ જયારે પાકી જાય (સિદ્ધ થઈ જાય) ત્યારે તે લાલ રંગનો જણાશે.
આ રસ સિદ્ધ થયા બાદ શીશી ને વાલુકા યંત્ર માંથી કાઢી લો અને ઠરી જાય ત્યારે શીશીને ફોડી ને રસ બહાર કાઢી લો. આ ઔષધ ને રસસિંદુર અથવા હરગૌરી રસ કહેવામાં આવે છે.
આ રસસિંદુર ૧ રતી લઈ પાન માં મૂકી તેનું સેવન કરી યોગ્ય અનુપાન કરવાથી અને પથ્ય પાળવાથી શરીરના સમસ્ત રોગો નો નાશ થાય છે. હરગૌરી રસ શરીરને પુષ્ટ બનાવે છે અને બળ અને જાતીય શક્તિઓને પોષણ આપનારો છે. આ રસ ના સેવનથી આયુષ્ય અને શરીર કાંતિમય સુંદર બને છે. આ રસ પુત્રદાતા છે તેમજ જઠરાગ્ની વધારનાર, તેજ વધારનાર, રૂચી કારક, આનંદ અને ઉત્સાહ વધારનાર છે.
હરગૌરી રસ પીપર અને મધ ના અનુપાન સાથે સેવન કરવાથી વાયુના રોગો મટે છે.
ચિત્રા ના ચૂર્ણ અને ત્રિકટુ ના ચૂર્ણ ના અનુપાન સાથે રસસિંદુર નુ સેવન કરવાથી કફ ના રોગો મટે છે.
એલચી, સાકર, સુંઠ, આદુ, મોટી રીંગણી, ગળો, અને પાણી ના અનુપાન સાથે આ રસસિંદુર નુ સેવન કરવાથી પિત્ત ના રોગો નાશ પામે છે.
ઘી, હળદર, ત્રિફળા, અને શિમળા ના રસ ના અનુપાન સાથે આ હરગૌરી રસનું સેવન કરવાથી દુર્બળતા નો નાશ થાય છે અને શરીર પુષ્ટ થાય છે.
દશમુળારિષ્ટ (દશમુળાસવ)
1 ૨૦ તોલા સાલરપોટી
2 ૨૦ તોલા પીલવણી
3 ૨૦ તોલા ભોયરીંગણી
4 ૨૦ તોલા મોટી રીંગણી
5 ૨૦ તોલા ગોખરું
6 ૨૦ તોલા બીલી
7 ૨૦ તોલા અરણી
8 ૨૦ તોલા શિવણ
9 ૨૦ તોલા પાડળ
10 ૨૦ તોલા અરલું
11 ૧૦૦ તોલા ચિત્રામૂળ
12 ૧૦૦ તોલા પુષ્કરમૂળ
13 ૮૦ તોલા લોદર
14 ૮૦ તોલા ગળો
15 ૬૪ તોલા આમળા
16 ૪૮ તોલા ધમાસો
17 ૩૨ તોલા ખેરસાર
18 ૩૨ તોલા બીબલો
19 ૩૨ તોલા હરડે
20 ૮ તોલા ઉપલેટ
21 ૮ તોલા મજીઠ
22 ૮ તોલા દેવદાર
23 ૮ તોલા વાવડીંગ
24 ૮ તોલા જેઠીમધ
25 ૮ તોલા ભારંગી
26 ૮ તોલા કોઠ
27 ૮ તોલા બહેડા
28 ૮ તોલા સાટોડી
29 ૮ તોલા ચવક
30 ૮ તોલા જટામાંસી
31 ૮ તોલા ઘઉંલો (કાંગ)
32 ૮ તોલા ઉપલસરી
33 ૮ તોલા શાહજીરું
34 ૮ તોલા નસોતર
35 ૮ તોલા નગોડના બીજ
36 ૮ તોલા રાસ્ના
37 ૮ તોલા પીપર
38 ૮ તોલા સોપારી
39 ૮ તોલા કચૂરો
40 ૮ તોલા હળદર
41 ૮ તોલા વરીયાળી
42 ૮ તોલા પદ્મક
43 ૮ તોલા નાગકેસર
44 ૮ તોલા મોથ
45 ૮ તોલા ઇન્દ્રજવ
46 ૮ તોલા સુંઠ
47 ૧૬ તોલા ભોયકોળું
48 ૧૬ તોલા જેઠીમધ
49 ૧૬ તોલા અશ્વગંધા
50 ૧૬ તોલા ડુક્કરકંદ
ઉપરના તમામ ઔષધ લઇ અધકચરા ખાંડી લેવા. આ ખાંડેલા ઔષધ આઠ ગણા પાણીમાં નાખી અગ્નિ ઉપર ઉકાળવા. આ પાણી ઉકળતા ત્રણ ભાગનું પાણી બાળી દેવું અને જયારે ચોથા ભાગનું પાણી બચે ત્યારે નીચે ઉતારી તેને માટી ના વાસણ માં ગાળી લેવું.
એક અલગ વાસણમાં ૨૪૦ તોલા કાળીદ્રાક્ષ લઇ ચારગણું પાણી ઉમેરી ઉકાળો અને એક ભાગનું પાણી બળી જાય અને ત્રણગણું પાણી બચે ત્યારે નીચે ઉતારી ગાળી લેવું. આ પાણી અગાઉ તૈયાર કરેલા ઔષધીય પાણી માં ઉમેરી ઉમેરવું. આ ઔષધ ઠંડુ થાય ત્યારે નીચેની ઔષધિયા નુ ચૂર્ણ કરી તેમાં ઉમેરો અને સારી રીતે હલાવી મિશ્રણ તૈયાર કરો.
1 ૧૨૮ તોલા મધ
2 ૧૬૦૦ તોલા ગોળ
3 ૮૦ તોલા ધાવડીના ફૂલ
4 ૮ તોલા કંકોળ
5 ૮ તોલા વાળો
6 ૮ તોલા સુખડ
7 ૮ તોલા જાયફળ
8 ૮ તોલા લવિંગ
9 ૮ તોલા એલચી
10 ૮ તોલા તમાલપત્ર
11 ૮ તોલા નાગકેસર
12 ૮ તોલા પીપર
13 ૧ ટાંક કસ્તુરી
ઉપરની તમામ ઔષધી ને અગાઉ તૈયાર કરેલ મિશ્રણમાં ઉમેરી એક માટીના રીઢા વાસણમાં ભરી લો અને તેનું મુખ ઢાંકણ વડે ઢાંકી કપડમાટી કરી બંધ કરી લો. આ માટીનું વાસણ દોઢ મહિના સુધી ભોયમાં કે ખાતરના ઉકરડામાં દાટી દો.
દોઢ મહિનો વીત્યા પછી આ વાસણ બહાર કાઢી લો. આ સમય દરમિયાન આસવ તૈયાર થઇ જશે. આ આસવમાં નીર્મળી ના બીજનું ચૂર્ણ ઉમેરી ૧૫ દિવસ માટે રાખી મુકો. આ દિવસો દરમિયાન આસવ નીર્મળ થઇ જાય છે અને ઔષધ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
આ ઔષધ ને દશમુળારિષ્ટ અથવા દશમુળાસવ કહેવામાં આવે છે.
આ દશમુળારિષ્ટ નુ ૪ તોલાની માત્રા માં સેવન કરવાથી તે શરીરને પુષ્ટ કરે છે આ ઉપરાંત તે ક્ષય, ઉલ્ટી, પાંડુ, ભગંદર, સંગ્રહણી, અરુચિ, શૂળ, ઉધરસ, શ્વાસ, વાયુના રોગો, કમળો, કોઢ, ગુદાના મસા, પ્રમેહ, મંદાગ્ની, પેટના રોગો, પથરી, મૂત્રકૃચ્છ, ધાતુક્ષય, અને કૃશતા (પાતળાપણું) આ સર્વે [પ્રકારના રોગોનો નાશ કરે છે તથા વંધ્યા ને આ ઔષધ ગર્ભવતી કરે છે અને બળ, તેજ અને વીર્ય ને પુષ્કળ પ્રમાણમાં વધારે છે.
અસાધ્ય દુર્બળપણા ના લક્ષણ
સામાન્ય રીતે જ જે બાળક જન્મથી જ દુર્બળ હોય અને શરીર કૃશ હોય, જે બાળકની જઠરાગ્ની અતિશય મંદ હોય અને બળ વિનાનું હોય તો તેવા બાળક માટે કોઈ જ ઉપાય ન હોય આ દુર્બળપણા નો રોગ અસાધ્ય મનાય છે.