મધુમેહ
વિશેલા તત્વો શરીરમાં એકત્રિત થાય ત્યારે આ મધુમેહ પેદા થાય છે. આ વિષ પેદા થાય છે – જંકફૂડ, બ્રેડ, બિસ્કિટ, ડબ્બાબંધ ખોરાક, વાસી ખોરાક, પાઉં, આથા વાળો ખોરાક, મેંદાની બનાવટો, ખાંડની બનાવટો, તળેલું, વિગેરેના અતિશય સેવન કરવાથી. માટે આવા ખોરકો થી બચવું જોઈએ.
શિલાજીત
1 5 ગ્રામ ત્રિફળા ચુર્ણ
2 5 ગ્રામ મધ
3 2 રતી શિલાજીત (બે ચોખા બરાબર)
ઉપરની ત્રણેય વસ્તુઓ સારી પેટે એકરસ મેળવી નવશેકા પાણી સાથે સવારે ખાલી પેટે લેવાથી ડાયાબીટીસ ને મટાડી શકાય છે.
ચૂર્ણ
1 200 ગ્રામ મેથીદાણા
2 100 ગ્રામ અજમો
3 050 ગ્રામ કાળીજીરી
ઉપરની ત્રણે વસ્તુ સાફ કરી માટીના તવામાં ગરમ કરી લો. ત્યારબાદ તેનું અલગ અલગ ચૂર્ણ બનાવી લો અને ત્યારબાદ ત્રણે ચૂર્ણ ભેળવી એક કાચના જારમાં ભરી લો.
એક ચમચી જમ્યા પહેલા સાદા પાણી સાથે આ ચૂર્ણ લેવું.
ચૂર્ણ
1 100 ગ્રામ મેથીદાણા
2 100 ગ્રામ તેજપત્તા
3 150 ગ્રામ જાંબુન ની ગોટલી
4 250 ગ્રામ બીલીના પાન
ઉપરની બધી ઔષધીઓનું ચૂર્ણ બનાવી લો. સારી રીતે ભેળવી એક કાચના જારમાં ભરી લો.
જમ્યા પહેલા અડધા થી એક ચમચી સાદા પાણી સાથે ત્રણે સમય લો.
મેથીદાણા
રાત્રે એક ચમચી મેથીદાણા ને એક ગ્લાસ પાણીમાં પલાળી ઢાંકી ને મૂકી રાખો. સવારનાં જાગીને તે ગ્લાસનું પાણી પી અને ઉપરથી પલાળેલા મેથીના દાણા ને ચાવી-ચાવીને ખાઈ જવાથી ત્રણ મહિનામાં ડાયાબીટીસ મટે છે.
ચૂર્ણ
1 100 ગ્રામ મેથીદાણા
2 100 ગ્રામ તેજપત્તા
3 150 ગ્રામ જાંબુની ગોઠલી
4 250 ગ્રામ બિલીપત્ર
જાંબુની ગોઠલી અને મેથીદાણા બંનેનું બારીક ચૂર્ણ બનાવી લો. તેજપત્તા અને બિલીપત્ર બંનેને સૂકવી લો. સુકાઈ ગયાબાદ તેનું પણ ચૂર્ણ બનાવી લો.
આ ચારેય ચૂર્ણને ભેગા કરી સારી રીતે મિશ્રણ બનાવી લો.
એક ચમચી સવારે ગરમ પાણી સાથે ખાલી પેટે આ ચૂર્ણનું સેવન કરો એક કલાક પછી નાસ્તો કરવો. તેવી જ રીતે રાત્રી ભોજન પહેલા એક ચમચી ગરમ પાણી સાથે આ ચૂર્ણનું સેવન કરવું.
આ ચૂર્ણનું 3 થી 6 માસ સેવન કરવાથી તથા સાથે સાથે પ્રાણાયામ કરવાથી અને પરેજી પાળવાથી ડાયાબિટીસ અવશ્ય મટી જાય છે.
રેસાવાળા ખોરાકો ડાયાબિટીસના દર્દીઓએ અધિક લેવા તેની સામે ઘી તેલ વાળા પદાર્થોનું ઓછા પ્રમાણમા સેવન કરવું.
ચરબી વાળા ખોરાક ખૂબ ઓછા પ્રમાણમા સેવન કરવું અને ખાંડ અને ખાંડવાળી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો.
ત્રિફળા અને મેથીદાણા
ત્રિફળા ચૂર્ણ (હરડે,બહેડા અને આમળાનું ચૂર્ણ) એક ચમચી અને મેથીના દાણાનો પાવડર એક ચમચી લો, તેને એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળીને મુકીદો, સવારે જાગીને તે પાણી જેમનું તેમ, ગાળ્યા વિના પી લો. નિયમિત રીતે આ પ્રયોગ ત્રણ મહિના કરવાથી સુગર લેવલ નોર્મલ થાય છે.
કુવારપાઠું
કુવારપાઠાને અંગ્રેજીમાં એલોવેરા કહે છે. એલોવેરાની ઉપરથી છાલ ઉતારતા તેમાંથી રસ ઝરે છે. આ રસની ત્રણ ચમચી સવારમાં ખાલી પેટ નિયમિત લેવાથી ડાયાબીટીસ મટે છે. આ પ્રયોગ ત્રણ થી ચાર મહિના કરવો જોઈએ.
ફણસ
સૌ પ્રથમ ૫ થી ૭ નંગ ફણસ ના સારા પાન લો. ચોક્ખા પાણી થી બરાબર સાફ કરી લો. ત્યારબાદ આ પાનને ૨ થી ૩ આંગળ પ્રમાણેના ટુકડા કરો. એક સાફ કુકરમાં ૧ લીટર જેટલું (પીવાલાયક) પાણી લો અને ધોયેલા ફણસના પાન નાં ટુકડાઓ તેમાં નાખી અને ઢાંકણું બંધ કરો. હવે તેને સ્ટવ ઉપર મૂકી મધ્યમ તાપથી ૧૦ સીટીઓ વાગવો દો. ત્યારબાદ તેને ઉતારી ઠરવા દઈ એક બોટલ માં ગરણીથી ગાળી લો. આ પાણી ડાયાબીટીસ ને મટાડનારૂ છે.
દરરોજ ભૂખ્યા પેટે ૧ ગ્લાસ આ પાણી પીવાથી ડાયાબીટીસ થી મુક્ત થવાય છે.
ચૂર્ણ
1 100 ગ્રામ હરડે
2 200 ગ્રામ બહેડા
3 400 ગ્રામ આમળા
ત્રણે વસ્તુઓનું ચૂર્ણ બનાવી સારી રીતે ભેળવી કાચના જારમાં ભરી લો.
રાત્રે સૂતા સમયે ગરમ પાણી સાથે એક ચમચી લો. આ ચૂર્ણ ત્રિફલા ચૂર્ણ કહેવાય છે અને તે સો ઉપરાંત નાના મોટા રોગોમાં ફાયદો કરે છે. તે બળ વર્ધક રસાયણ છે. તે આજીવન નિયમિત લેવાથી સર્વે પ્રકારના રોગોથી બચી શકાય છે.
ચૂર્ણ
1 100 ગ્રામ અશ્વગંધા
2 100 ગ્રામ શતાવરી
3 100 ગ્રામ લીમડાના પાન (ચૂર્ણ)
4 100 ગ્રામ કરિયાતું
5 050 ગ્રામ કડુ
6 100 ગ્રામ આમળા
7 100 ગ્રામ ગળો
8 100 ગ્રામ દારુહળદર
9 012 ગ્રામ શુદ્ધ શિલાજિત
10 100 ગ્રામ કરેલાં (ચૂર્ણ)
11 100 ગ્રામ મેથીદાણા
ઉપરના તમામ ઔષધો લઈ તેનું ચૂર્ણ બનાવી સારી રીતે એક બીજામાં મિક્સ કરી લો અને કાચના વાસણમાં ભરી લો.
જમ્યા પછી એક કલાક પછી એક એક ચમચી ત્રણ ટાઈમ લેવાથી મધુમેહ સાથે સાથે ઘણા રોગો નાશ પામશે તે સાથે તે બળવર્ધક હોવાથી શરીરમાં શક્તિનો સંચાર થશે અને શરીર બળવાન તથા ઉર્જાવાન થશે.
ચૂર્ણ
૧ લીંબોળીનાં ઠળિયાનો પાવડર
૨ કારેલાને સુકવીને કરેલો પાવડર
૩ જાંબુના ઠળિયા નો પાવડર
૪ મેથીદાનાનો પાવડર
૫ બિલીપત્રનો પાવડર
૬ ગુડમાર નો પાવડર (કેસુડો)
ઉપરોક્ત વસ્તુઓ બરાબર માત્રામાં લઇ સારીરીતે મિક્ષ કરી એક કાચની શીશીમાં ભરી લો.
સવાર-સાંજ એક એક ચમચી જમ્યા પહેલા એક કલાકે ગરમ પાણી સાથે નિયમિત લો. આ યોગ બહુજ જલ્દીથી ડાયાબીટીસ મટાડે છે. સાથે સાથે સવારે યોગ કરવાથી ઝડપથી પરિણામ મળે છે. કપાલભાતિ, લોમ અનુલોમ વિગેરે ના પ્રયોગથી અદભુત સફળતા મળે છે.
યોગ, પ્રાણાયામ એ હરરોઝ કરવાથી એક પણ રોગ શરીરમાં ઉભો રહેતો નથી, અને તેથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થયા પછી, સુગર નોર્મલ થઇ ગયા બાદ દવા બંધ કરવી પણ પ્રાણાયામ અને યોગ તેમજ પુરુષાર્થ અને કસરતો છોડવી નહીં.
પરહેજ
ખાંડ, સાકર અને તેની બનાવટો બંધ કરવી, તેની જગ્યાએ દેશી ગોળ ઉપયોગમાં લેવો. કોઈપણ જાતની મીઠાઈ વર્જ્ય છે.
ઈંડા અને તેની બનાવટો, કોઈપણ જાતનું માંસ સદંતર બંધ કરવું.
અનાજમાં ઘઉંની બનાવટો બંધ કરવી.તેની જગ્યાએ જુવારની ભાખરી કે રોટી લેવી. બાજરીની રોટી અને મકાઈની રોટી પણ લઇ શકાય છે. ચોખા લઇ શકાય પરંતુ સાંઠીચોખા (પોલીશ કર્યા વિનાના) ભરપુર લેવા કારણ કે ડાયાબીટીસમાં તે ઉત્તમ છે. કારણ કે તેમાં ફાઈબર (રેસા) ભરપુર માત્રામાં હોય છે. પોલીશ કર્યા વિનાના ચોખા થોડા લાલ રંગના અને દાણો થોડો મોટો દેખાઈ આવે છે. જયારે પોસીશ કરેલા ચોખા એકદમ સફેદ અને નાનો દાણો હોય છે. જેમાં ફાઈબર નું પ્રમાણ બીલકુલ નહીવત હોવાથી ખોરાકમાંથી તેને દુર કરવા.
ડાયાબીટીસ વાળા દર્દીઓએ રેસાવાળો ખોરાક અધિક માત્રામાં લેવો, જેમ કે મગ ની દાળ, મસૂરની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ. અડદની દાળ અને સોયાબીન ની દાળ માં રેસા બહુજ ઓછા હોય તે છોડવી.
ડાયાબીટીસ ના રોગીઓએ ફક્ત દેશી ગાયના દૂધનું જ સેવન કરવું, પરંતુ સૌ પ્રથમ તેને ગરમ કરવું , ઠંડુ થયાબાદ ઉપરથી મલાઈ કાઢી લેવી. એવીરીતે ત્રણવાર મલાઈ ઉતર્યા બાદ જે દૂધ બચે તેનું ડાયાબીટીસના રોગીઓએ સેવન કરવું. આ દુધનો ઉપયોગ દહીં કે છાસ બનાવીને પણ કરી શકાય છે.
ફક્ત બટેટા છોડીને, લીલા શાકભાજી ભરપુર લેવા. પાલખની ભાજી, મેથીની ભાજી વિગેરે રેસાયુક્ત શાકભાજી ભરપુર લેવા. કારેલાને વધારે મહત્વ આપવું પરંતુ બધાજ શાકભાજી ગ્રાહ્ય છે.
ફળોનો રસ અને ફળો લઇ શકાય. ડાયાબીટીસના દર્દીઓએ થોડા ખાટા ફળો વધારે લેવા જેમ કે મોસંબી, સંતરા, દ્રાક્ષ, જાંબુ વિગેરે.
ડાયાબિટીસની હોમિયોપેથીક દવાઓ
તરશ બહુ લાગવી, વારંવાર મોં સુકાઈ જવું, વારંવાર પેશાબ જવું પડે, રાત્રિના સમયે વધારે વાર પેશાબ કરવા જવું પડે, ભૂખ વારંવાર લાગવી, ભોજન પછી પણ થોડા સમયમાં ભૂખ લાગવી, શરીરમાં થાકનો અનુભવ સતત રહ્યા કરે, શરીરમાં નબળાઈ રહ્યા કરે, શરીર સુસ્ત રહે, શરીરમાં ઉર્જાનો સંચાર મંદ પડી ગયો હોય, પેટ ફુલેલું રહેવું, પેટમાં ગેસ રહેવો, આ સર્વે લક્ષણો જે ડાયાબિટીસના દરદીમાં જોવા મળે ત્યારે હોમીઓપેથીની દવાઓથી સારી રીતે આ રોગમાં ફાયદો લઈ શકાય છે.
હોમીઓપેથીમાં સામાન્ય રીતે અલગ અલગ રોગીઓના અલગ અલગ લક્ષણો પ્રમાણે દવાઓમાં ફેરફાર કરી નિયમિત લેવાથી અને ખોરાક પ્રત્યે જાગરુકતા કેળવી પરેજીમાં રહેવાથી ડાયાબિટીસમા કાયમી ધોરણે નોર્મલ રહી શકાય છે.
આ માટે સામાન્ય રીતે દાક્તરના સંપર્કમાં રહી તેની સૂચના મુજબ રહેવાથી આરામથી ડાયાબિટીસનું જોખમ ઓછું કરી જીવન જીવી શકાય છે. અહી થોડી અગત્યની અને ડાયાબિટીસમા કારગર હોમીઓપેથિક દવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1 Syzygoum Jambolanum Q
2 Acud Phos Q
3 Urenium Nitricum 30
દવા લેવાની પદ્ધતિ
Syzygoum Jambolanum Q અને Acud Phos Q આ બંને દવાઓને મેળવી લો. ગરમ (નવશેકા) પાણીમાં 25 ટીપા ઉમેરી નાસ્તાના 30 પહેલા તેમજ રાત્રિ ભોજનના 30 મિનિટ પહેલા આ દવા લેવી.
Urenium Nitricum 30 નામની દવા સવાર સાંજ બે વાર લેવામાં આવે છે.