બાળકનો જન્મ થઈ ગયા બાદ યોનિમાં કોઈ ચેપથી ચાંદી પડે અને તેમાં દુખાવો થાય ત્યારે કેવા ઉપચાર કરવા તેમજ પ્રસવ બાદ ઓર પેટમાં રહી જાય તો શું સારવાર કરવી આ ઉપરાંત મક્કલ નામના રોગની સારવાર પણ અહી જાણીશું.
પ્રસવ થયા બાદ માતાની સંભાળ અને તેની તકલીફોની સારવાર કરવી અતિ આવશ્યક બની જાય છે. માતા રોગમુક્ત રહે ત્યારેજ તે શિશુની સંભાળ સારી રીતે કરી શકે માટે આવા સંજોગોમાં તેની કાળજી લેવી એ જ પ્રાથમિક્તા જરૂરી બની જાય છે.
ઘણીવાર સગર્ભા સ્ત્રી બાળકને જન્મ આપે ત્યારે પ્રસવ સમયે વપરાતા સાધનો જંતુમુક્ત ન હોય, અથવા પ્રસૂતિ કરાવનાર ના હાથ ચોખ્ખા ન હોય ત્યારે તેનો ચેપ યોનિમાં લાગતો હોય છે, જેના પરિણામે પ્રસૂતાને પ્રસૂત નામનો રોગ થવાની શક્યતાઓ વધી જાય છે.
પ્રસૂતરોગ થયા પછી પ્રસૂતાને થતી તકલીફો, રોગના લક્ષણો, તેની સારવાર વિગેરે બાબતોની ચર્ચા આ વિભાગમાં કરીશું.