બાળકોનાં રોગો

બાળકોનાં રોગો

ધાવણથી થતાં બાળરોગો

ભારે, વિષમ, અને દોષો વધારનારા અન્નના સેવવાથી માતાના શરીરમાં દોષો કોપાયમાન થાય છે. અને તેથી ધાવણ દૂષિત થાય છે.

અયોગ્ય આહાર અને વિહાર કરનારી સ્ત્રીના શરીરમાં દૂષિત થયેલા વાતાદિ દોષો ધાવણને દૂષિત કરે છે. તેથી બાળકના શરીરમાં રોગો થાય છે.

વાત્તજ

વાયુથી દૂષિત થયેલું ધાવણ ધાવનાર બાળકને વાયુના રોગો થાય છે. દુર્બળ સ્વર, દુર્બળ અંગો, વિષ્ટા અને મૂત્રનો તથા વાયુનો અટકાવ ઈત્યાદી વાયુના રોગો આવા બાળકોને થાય છે.

પિત્તજ

પિત્તના દોષવાળું ધાવનાર બાળકને પરસેવો, પાતળો જાડો, કમળો, તૃષા, સર્વે અંગોમા ગરમી અને પિત્તના રોગો થાય છે.

કફ્જ

કફથી દૂષિત થયેલું ધાવણ ધાવવાથી બાળકને લાળ, નિંદ્રા, જડતા, સોજા, વાંકા નેત્રો, ઊલટી અને કફજ રોગો થાય છે.

તાલુકંટક (ગળું પડવું)

કોપેલો કફ તાળવામાં રહેલા માંસમાં પ્રવેશી તાલુકંટક (ગળું પડવું) નામનો રોગ થાય છે. આ રોગમાં બાળકનું તાળવું માથામાં બેસી જાય છે.

તાલુકંટક રોગ થવાથી (ગળું પડવાથી) બાળકને ધાવવામાં અરુચિ થાય છે તેથી ઘણી મહેનતે ધાવે છે. ઝાડા પાતળા આવે છે તેમજ ઉલટી થાય છે.

ગાળામાં, આંખોમાં અને મોઢામાં પીડા થાય છે અને તરશ લાગે છે. બાળકની ડોક સ્થીર રહેતી નથી. આવા સર્વે લક્ષણો તાલુકંટક રોગમાં જોવા મળે છે.

મહાપદ્મ

બાળકના માથામાં અને મૂત્રાશયમાં લાલ રંગનો વિસર્પ રોગ થાય છે તેને મહાપદ્મ રોગ કહે છે. આ રોગ ત્રણે દોષોના કોપવાથી થાય છે અને તેથી તે પ્રાણઘાતક બની રહે છે.

માથામાં થયેલો વિસર્પ રોગ લમણામાં થઈ હૃદય સુધી પહોંચે છે અને ધીમે ધીમે ગુદ્દા માર્ગ સુધી પહોચી જાય છે.

મૂત્રાશયમાં થયેલ વિસર્પ રોગ પ્રથમ ગુદ્દામાં અને ત્યારબાદ હૃદયમાં થઈ માથા સુધી પહોચી જાય છે.

કુકણ

બાળકની આંખ ઉપર રહેલી પાંપણનો આ રોગ છે. આ રોગ દોષોની ઉણપથી (અલ્પતાથી) થાય છે. આંખોમાં પીડા અને ખંજવાળ આવે છે તેમજ આંખોમાથી પાણી જેવો સ્ત્રાવ થાય છે.

આ રોગનો ભોગ બનેલ બાળક કપાળ અને આંખોવાળા ભાગોને તેમજ નાક ચોળ્યા કરે છે. આવું બાળક સૂર્યનું તેજ કે કોઈ પ્રકાશ જોઈ શકતું નથી.

આંખો સામે તેજ પ્રકાશ જોતાં તે અકળાઇ જાય છે અને આંખો બંધ કરી જાય છે. પ્રકાશ હોય ત્યાં સુધી આંખો ઉધાડી શકતું નથી.

તુંડી

બાળકના પેટમાં વાયુ ભરાવાથી તેની નાભી ફૂલી જાય છે. આ ફૂલી ગયેલી નાભીમાં ઘણી વેદના થાય છે. તેને તુંડી કહેવામા આવે છે.

ગુદ્દપાક

પિત્ત બગાડવાથી બાળકને ગુદ્દામાં પાક થાય છે. તેને ગુદ્દપાક કહેવામા આવે છે.

અહિપૂતન

બાળકનું રક્ત અને કફ બગડે અને તેનો પ્રકોપ થાય ત્યારે ખંજવાળ આવે છે. જે ભાગ ઉપર ખંજવાળે તે ભાગ ઉપર તુરંત ફોલ્લાઓ ઉપસી આવે છે અને તેમાથી સ્ત્રાવ થાય છે.

આ ફોલ્લાઓ અને સ્ત્રાવ પછી તે જગ્યાએ ઘોર વ્રણ પડી જાય છે. તેને અહિપૂતન નામનો રોગ કહેવામા આવે છે.

બાળક ઝાડા ગયા પછી તેની ગુદ્દા બરાબર સાફ ન થઈ હોય અને તે ઉપર વિષ્ટા લાગેલી રહી જાય તેના ચેપથી આ રોગ થાય છે.

બાળકને પરસેવો થયા પછી તેનું શરીર સ્નાન કરાવી સ્વચ્છ કરવું જોઈએ, તેમ ના કરવાથી આ અહિપૂતન નામનો રોગ થાય છે.

અજ્ગલ્લી

બાળકને કફ અને વાયુનો પ્રકોપ થાય ત્યારે તેના શરીર ઉપર મગ જેવી નાની ફોડલીઓ થાય છે. આ ફોડલીઓને અજ્ગલ્લીકા કહે છે અને આ રોગ ને અજ્ગલ્લી કહે છે.

આ ફોડલીઓ શરીરના વર્ણ સમાન વર્ણ ધરાવતી હોય છે તેમજ ગૂંથયેલી અને સ્નિગ્થ હોય છે. આ ફોડલીઓ  પીડા રહિત હોય છે.

પરિગર્ભિક

આ રોગ વાળા બાળકને મંદાગ્નિ, કૃશતા (દુબળા પણું), અરુચિ, ભ્રમ, અને કોઠાની વૃદ્ધિ થાય છે. બાળક મોટા ભાગે ત્ંદ્રામા રહેતું હોય તેવું લાગે છે.

બાળકમાં મંદાગ્નિ રહેતી હોવાના કારણે ઊલટી પણ કરે છે.

આવું બાળક માતાને ધાવતું હોય ત્યારે અને ધાવતું ના હોય ત્યારે પણ ઘણું કરીને ઉધરસથી ગ્રસ્ત રહે છે. આ રોગને પરિગર્ભિક રોગ કહેવામા આવે છે.

આ પરિગર્ભિક રોગ વાળા બાળકને અગ્નિદીપનના ઉપચારો કરી તેને રોગ મુક્ત કરવું જોઈએ.

દંતોદ્ ભેદક

બાળકને દાંત આવવાના સમયે જે સમસ્યાઓ થાય છે તે સઘળી મુશ્કેલીઓને દંતોદ્ ભેદક કહી શકાય છે. કારણ કે આ સમય સઘળા રોગો નું કારણ બને છે.

આ સમયે બાળકને તાવ આવે છે, પાતળા ઝાડા થાય છે, ઉલટી થાય અને ઉધરસ રહે છે.

આ સમયે બાળક ભરાઈ આવે છે અને માથાની પીડા થાય છે. બાળકને પોથકી નામનો પાંપણનો રોગ અને વિસર્પ રોગ પણ આવા સમયે થઈ શકે છે.

બાળરોગોની ચીકીત્સા

બાળકનો જ્વર (તાવ)

ભદ્ર મુસ્તાદી કવાથ

મોથ
હરડે
લીંબડો
પરવળ
જેઠીમધ

ભદ્રમોથ, હરડે, લીંબડો, કડવા પરવળ અને જેઠીમધ આ સર્વે ઔશોધો સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી લેવો. આ કવાથ થોડો ગરમ હોય ત્યારે બાળકને પાવાથી તેના સર્વે જ્વર (રોગ) નાશ પામે છે.

ચતુર્ભદ્રિકા

મોથ, પીપર, અતિવિષ અને કકડાશિંગી સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણ મધમાં ચટાડવાથી બાળકનો જ્વર અને અતિસાર મટી જાય છે.

બિલ્વાદિ કવાથ

બિલી
ધાવડી ના ફૂલ
વાળો
ગજપીપર

બિલી, ધાવડીના ફૂલ, વાળો અને ગજપીપર સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવો. આ કવાથમાં મધ ઉમેરી તે બાળકને પીવડાવવાથી તેનો અતિસાર મટે છે.

બિલ્વાદિ અવલેહ

બિલી નું ફળ, પાન ઈત્યાદીથી બનાવેલ ચૂર્ણને મધમાં ચટાડવાથી બાળકનો અતિસાર મટે છે.

સમંગાદિ કવાથ

રીસામણી
લોદર
ઉપલસરી

રીસામણીના મૂળ, ધાવણીના ફૂલ, લોદર અને ઉપલસરી ને સરખા ભાગે લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથને મધ નાખીને બાળકને પીવડાવવાથી અતિ ભયંકર અતિસાર પણ મટી જાય છે.

વિડંગાદિ ચૂર્ણ

વાવડીંગ
અજમો
પીપર
પીપર

વાવડિંગ, અજમોદ અને પીપર સમાન માત્રામાં લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને વિડંગાદિ ચૂર્ણ કહેવામા આવે છે. આ ચૂર્ણ ગરમ પાણીમાં ઘોળી બાળકને પાવાથી કાચો અતિસાર મટે છે.

મોચરસાદિ યવાગું

મોચરસ
રિસામણી
કમળ

મોચરસ, રિસામણીનાં મૂળ અને કમળનું કેસર આ ત્રણેયનું સમભાગે ચૂર્ણ તૈયાર કરો. તેમાથી સવા તોલું ચૂર્ણ લો અને તેમાં સવા તોલું ચોખાની કણકી મેળવો.

આ સર્વેની અગિયાર તોલા પાણીમાં યવાગું બનાવો અને તે બાળકને પાવાથી તેનો રક્તાતિસાર મટી જાય છે.

નાગરાદિ કવાથ

સુંઠ
સુંઠ
અતિવિષ
વાળો
ઇન્દ્રજવ

સુંઠ, અતિવિષ, મોથ, વાળો અને ઇન્દ્રજવ સમાન માત્રામાં લઈ તેનો કવાથ બનાવો. આ કવાથ સવારે બાળકને પાવાથી તેના સર્વે પ્રકારના અતિસારો મટી જાય છે.

લાજાદિ ચૂર્ણ

શાળ
જેઠીમધ
સાકર
મધ

શાળની ધાણી, જેઠીમધ, સાકર અને મધને મેળવીને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકનો પ્રવાહિકા નામનો રોગ તુરંત મટી જાય છે.

રજ્ન્યાદિ ચૂર્ણ

હળદર
દેવદાર
દારૂહળદર
ઊભી ભોયરીંગણી
ગજપીપર
સમેરવો
સુવા

હળદર, દેવદાર, દારુહળદર, ઊભી ભોયરીંગણી, ગજપીપર, નાનો સમેરવો અને સુવા એ સર્વે ઔષધ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ તૈયાર કરો.

આ ચૂર્ણ મધ અને ઘીમાં મેળવી સારી રીતે ઘૂંટી તે બાળકને ચટાડવાથી તેની ગ્રહણી, વાતરોગો, કમળો, જ્વર, અતિસાર, પાંડુરોગ વગેરે સર્વે રોગ મટી જાય છે. તેમજ જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.

મુસ્તકાદિ સ્વરસ

મોથ
અતિવિષ
અરડુસો
કાકડાશીંગી

મોથ, અતિવિષ, અરડૂસો, પીપર અને કાકડાશીંગીનો સ્વરસ એ સર્વે ઔષધને મધ નાંખીને બાળકને ચટાડવાથી બાળકોની પાંચેય પ્રકારની ઉધરસો મટી જાય છે.

વ્યાધ્રોકેસરાવલેહિકા

ભોયરીંગણીના ફૂલમાં રહેલ કેસરોને લઈ સારી રીતે વાટી લઈ તે મધમાં મિશ્ર કરી બાળકને ચટાડવાથી બાળકને લાંબા સમયની થયેલી ઉધરસ પણ મટે છે.

ધાન્યાદિ પાન

ધાણા
સાકર

ધાણા અને સાકરને વાટી તેને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકની ઉધરસ અને શ્વાસ મટી જાય છે.

દ્રાક્ષાદિ ચૂર્ણ

દ્રાક્ષ
અરડુસો
હરડે
પીપર
પીપર

દ્રાક્ષ, અરડૂસી, હરડે અને પીપરને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવો. આ ચૂર્ણ મધમાં ચટાડવાથી બાળકોના શ્વાસ, ઉધરસ અને તમકશ્વાસ એ સર્વે રોગ મટી જાય છે.

કટુકરોહિણ્યવલેહ

કડુ

કડુનું ચૂર્ણ મધમાં ચટાડવાથી બાળકની હેડકી અને ઘણા સમયથી થતી ઊલટી બંધ થાય છે.

અન્ય ઉપયોગી ચૂર્ણ

આંબાની ગોટલી
ચોખાની ધાણી
સૈધવ

1       આંબાની ગોટલી, ચોખાની ધાણી અને સૈંધવનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ મધમાં ચટાડવાથી બાળકની ઊલટી મટી જાય છે.

ઊભી ભોયરીંગણી
બેઠી ભોયરીંગણી
પીપર
પીપર
પીપરીમૂળ
ચવક
ચિત્રક
સુંઠ
સુંઠ

2       ઊભી ભોયરીંગણીનાં ફળનો રસ, બેઠી ભોયરીંગણીનાં ફળનો રસ,પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક અને સુંઠ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂંર્ણને ચટાડવાથી બાળકની દૂધની ઉલટી મટી જાય છે.

અવલેહો

સૈંધવાદિ અવલેહ

સુંઠ
સુંઠ
એલચી
હિંગ
ભારંગી

સૈંધવ, સુંઠ, એલચી, હિંગ અને ભારંગીનું ચૂર્ણ સમ ભાગે લઈ તે ઘી અથવા પાણીમાં મિશ્ર કરી બાળકને ચટાડવાથી તેને પેટ ચડી આવ્યું હોય તે અને વાયુથી થયેલું શૂળ મટી જાય છે.

સિતાદિ અવલેહ

પીપર, સુંઠ, નાની એલચી અને સૈંધવ સમાન ભાગે લઈ તેનો અવલેહ બનાવવો. આ ઉત્તમ પ્રકારનો અવલેહ બાળકને ચટાડવાથી તેનો મૂત્રાઘાત મટી જાય છે.

કૃશતાનો ઉપાય

વિદારીકંદ
ઘઉં
જવ

વિદારીકંદ, ઘઉં અને જવ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ ઘીમાં સારી રીતે મેળવી દુબળા બાળકને ચટાડવું અને તે ઉપર મધ અને સાકર નાખેલું કઢેલું દૂધ પીવડાવવું.

આ ઔષધથી બાળક ખોરાક લેવા છતાં તેમજ બાળકની જઠરાગ્નિ પ્રદીપ્ત હોવા છતાં તે દૂબળું રહેતું હોય તે પુષ્ટ થાય છે.

સોજાનો ઉપાય

મોથ
કોળું
દેવદાર
ઇન્દ્રજવ

મોથ, કોળાના બીજ, તેલિયો દેવદાર અને ઇન્દ્રજવ સમાન ભાગે લઈ એ સર્વે ઔષધોને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી બાળકોનો સોજો મટી જાય છે.

ક્ષતાદિનો ઉપાય

કડવા પરવળ, ત્રિફળા, લીંબડો અને હળદર સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથ બાળકને પાવાથી ક્ષત, વિસર્પ, વિસ્ફોટ અને જ્વર શાંત થાય છે.

કોઢ અને ચર્મ રોગોનો ઉપાય

હળદર
કઠ
રાઈ

ધુમાડાની મેંસ, હળદર, કઠ, રાઈ અને ઇન્દ્રજવ સમાન માત્રમાં લઈ તેને છાશમાં વાટી લેપ તૈયાર કરી લો. આ લેપ બાળકને લગાવવાથી તેના સિધ્મ, ખસ અને વિચર્ચિકા વગેરે રોગો મટી જાય  છે.

મુખસ્ત્રાવનો ઉપાય

ઉપલસરી
તલ
લોદર
જેઠીમધ

ઉપલસરી, તલ, લોદર અને જેઠીમધ સમાન ભાગે લઈ તેનો કવાથ બનાવી લો. આ કવાથથી બાળકનું મુખ નિયમિત સાફ કરવામાં આવે તો તેનો મુખ સ્ત્રાવ મટી જાય છે.

મુખપાકનો ઉપાય

પીપળો

પીપળાની છાલ અને પાન લઈ તેને વાટી લો અને મધમાં સારી રીતે કાળવી તેનો મુખમાં લેપ કરવાથી મુખપાક મટી જાય છે.

રડવાનો ઉપાય

ત્રિફળા અને પીપર સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ઘી તથા મધમાં ચટાડવાથી બાળક રડ્યા કરતો હોય તો તેને સુખ મળે છે.

તાલુકંટકનો ઉપાય

હરડે
વજ
કઠ

હરડે, વજ અને કઠ સમાન ભાગે લઈ તેનો કલ્ક બનાવી લો. આ કલ્કમાં મધ મિશ્ર કરી સારી રીતે કાળવી તેને ધાવણ સાથે બાળકને પાવાથી તાલુકંટક મટી જાય છે.

કુકુણકનો ઉપાય

સાટોડી

ત્રિફળા, લોદર, સાટોડી, સુંઠ અને ઊભી તથા બેઠી ભોરિંગણીઓ સમાન માત્રામાં લઈ તેને પાણીમાં સારી રીતે વાટી લો. આ લેપને થોડો ગરમ કરી લગાવવાથી કુકુણક મટી જાય છે.

નાભીના સોજાનો ઉપાય

સ્વચ્છ માટીમાંથી પિંડ બનાવો. આ માટીનાં પિંડને અગ્નિમાં તપાવી તેના ઉપર દૂધ રેડવું. આ પિંડ થોડો ગરમ હોય ત્યારે તેનો નાભી ઉપર શેક કરવાથી નાભીનો સોજો શાંત થાય છે.

નાભીના પાકનો ઉપાય

લોદર
ઘઉંલો
વડ
ચંદન

1       હળદર, લોદર, ઘઉંલો અને જેઠીમધ સર્વે સમાન માત્રામાં લઈ તેનો કલ્ક બનાવો. આ કલ્કથી તેલને સિદ્ધ કરી લો. આ તેલથી નાભી ઉપર અભ્યંગ કરવો. આથી બાળકના નાભીનો પાક મટે છે.

      બકરીની લીંડીઓ બાળીને તેની ભસ્મ બનાવી તે નાભી ઉપર લગાવવાથી નાભીનો પાક મટી જાય છે.

3       વડના છાલનું ચૂર્ણ બનાવી તે નાભી ઉપર લગાવવાથી નાભીનો પાક મટી જાય છે.

4       ચંદનનું ચૂર્ણ બનાવી તે નાભી ઉપર લગાવવાથી નાભીનો પાક મટી જાય છે.

ગુદ્દપાકનો ઉપાય

રસવંતી
શંખ

1     રસવંતીનું સેવન કરવવાથી બાળકનો ગુદ્દપાક મટે છે. રસવંતીનો લેપ કરવાથી બાળકનો ગુદ્દપાક મટી જાય છે. રસવંતી ગુદ્દપાક ઉપર હિતકારી છે. આ રોગ ઉપર બાળકને પિત્તહર ક્રિયાઓ કરવી.

2      શંખ, રસવંતી અને જેઠીમધ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું બાળકને સેવન કરાવવું જેથી તેનો ગુદ્દાનાં પાક મટી જાય છે.

અહિપૂતનનો ઉપાય

સુરમો

શંખ, ધોળો સુરમો અને જેઠીમધ સમાન ભાગે લઈ તેનો લેપ બનાવી લો. આ લેપથી બાળકોનો અહીપૂતન નામનો બાળરોગ નાશ પામે છે.

પરિગર્ભિક્નો ઉપાય

બાળકની જઠરાગ્નિ પ્રદીપ્ત થાય તેવા ઉપચારો કરવાથી પરિગર્ભિક નામનો બાળરોગ નાશ પામે છે.

દાંત આવવા સમયે થતાં રોગોનો ઉપાય

1       ધાવડીનાં ફૂલ અને પીપર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ મધમાં કાળવી તે મિશ્રણ બાળકના દાંતના પેઢા ઉપર હળવા હાથે ઘસવાથી દાંત આવતા સમયે થતી પીડા અને રોગોનું નિવારણ થાય છે.

2       મધ અને આમળાનો રસ સમાન ભાગે લઈ તેને બાળકના પેઢા ઉપર હળવા હાથે ઘસવાથી દાંત આવતા સમયે થતી સમસ્યાઓ થતી નથી.

દાંત આવતા સમયે થતાં રોગો બાળકને બહુ પીડા કરતાં નથી કારણકે દાંત આવી ગયા બાદ તે આપોઆપ શાંત થઈ જાય છે.

બાળકને સમર્થ બનાવવાના ઉપાય

સ્વર્ણ ભસ્મ
બ્રામ્હી
શંખાવળી
સૂરજમુખી
વજ
કાયફળ
ધ્રૌ

1       સુવર્ણ ભસ્મ, કઠ, મધ, ઘી અને વજનું ચૂર્ણ બનાવી તે બાળકને ખવડાવવાથી બાળકના શરીરમાં સામર્થ્ય, બુદ્ધિ અને બળ આવે છે તેમજ શરીર પુષ્ટ થાય છે.

2       સુવર્ણ ભસ્મ, બ્રાહ્મી, શંખાવળી, મધ અને ઘી સર્વે એકઠા કરી ખવડાવવાથી બાળક સામર્થ્યવાન બને છે. બળ, બુદ્ધિ વધે છે તેમજ શરીર પુષ્ટ થાય છે.

3       સુવર્ણ ભસ્મ, સૂરજમુખી, મધ, ઘી અને વજ એકઠા કરી બાળકને ખવડાવવાથી તેનું શરીર સામર્થ્યવાન બને છે. શરીર પુષ્ટ થઈ બળ અને બુદ્ધિ વધે છે.

     સુવર્ણ ભસ્મ, કાયફળ, ધોળિ ધ્રૌ, ઘી અને મધ એકત્ર કરી બાળકને ખવડાવવાથી તેનું શરીર પુષ્ટ થાય છે. શરીરમાં સામર્થ્ય આવે છે તેમજ બળ બુદ્ધિ વધે છે.

બાળકની તૃષાનો ઉપાય

વાળો અને સાકર સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ મધમાં સારી રીતે મિશ્ર કરી બાળકને ચટાડવાથી તેની તરશ મટી જાય છે. તરશ મટાડવાનો આ ઉપાય ઉત્તમ પ્રકારનો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: Content is protected !!