HOPES
RAY
સ્વસ્થ રહો અને અન્યના પ્રેરણા સ્ત્રોત બનો
તમારું સ્વાગત છે, તમે અહીં છો, તે એ બાબત નું પ્રમાણ છે કે તમે પુરા જનસમુદાયના સ્વાસ્થ્યની ચિંતા કરો છો, પોતાની જાતને સાથે રાખીને. તમે વિશ્વાસ કરી શકો છો કે તમે યોગ્ય સ્થાને છો. દરેક વ્યક્તિની પ્રથમ ફરજ એ છે કે “તેના શરીરને માંદગીથી મુક્ત રાખવું” તે જ સમયે, એ પણ જોવાનું રહે છે કે આપણી આજુબાજુનું જીવન પણ ખુશ હોય, કારણ કે તમે તમારી ખુશીઓ અન્ય એવા લોકો સાથે વહેંચી શકો છો જેઓ સ્વસ્થ છે, અથવા તે વિશે એમ વિચારો કે,- સમાજ કોઈ બીમાર વ્યક્તિ સાથે કેવી રીતે વર્તે છે? અને સ્વસ્થ સમાજ માટે, દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવાની જરૂર છે. આ રીતે આપણે શહેરો, રાજ્યો અને દેશોને ખુશ અને સ્વસ્થ બનાવવાનું સ્વપ્ન જોવું જોઈએ. અમે ઇચ્છીએ છીએ કે અમે તમારા દરેક રંગીન સપનામાં રંગો ભરી શકીએ.
અમારી સાથે રહો
https://hopesray.com/wp-content/uploads/2019/11/Wild-Life.mp4#t=1,71
પથરી કે જે ચાર પ્રકારે થાય છે. વાત, પિત્ત, કફ, અને વીર્યની પથરી. આ પથરીઓ કેવી રીતે પેદા થાય છે અને તેના લક્ષણો શું હોય છે? તેમજ તેના ઉપચારો વિષે અહીં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
સામાન્ય રીતે દર 10 માંથી 1 વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર પથરી થાય છે. આ વૈશ્વિક પ્રશ્ન છે. પરંતુ તેનાથી બચી શકાય છે, આસાન ઉપાયો થકી.
મેદરોગ
વિશ્વના મોટા ભાગના દેશોમાં અને વિકસિત દેશોમાં નાગરિકોનો મોટો પ્રશ્ન મેદવૃદ્ધિ, શરીરનું વધેલું વજન, પેટ નુ વધવું, પરસેવો, અને પરસેવા ની દુર્ગંધ છે. આ સમસ્યાની જડ છે અયોગ્ય ખોરાક અને અનિયમિતતા. એવું પણ જાણવામાં આવ્યું છે કે શરીર વધવાથી અનેક પ્રકારના બીજા રોગો થાય છે અને ક્યારેક વ્યક્તિ નુ મૃત્યુ પણ થઇ શકે છે. આશા છે કે આ લેખ થી ભારે શરીર વાળા લોકો ને સારી એવી મદદ મળશે કે જેથી તેઓ સ્વસ્થ રહી શકે.
આ જગત માં ઘણા દેશો માં અને મોટી માત્રા માં દુર્બળ અને અશક્ત માણસો જોવામાં આવે છે. ક્યારેક તે તેના નસીબ થી આ પરિસ્થતિને પામ્યા હોય છે તો ક્યારેક કુદરતી રીતે.
પરંતુ આપણે અહી શરીર નુ પાતળાપણું, દુર્બળતા, અને બળક્ષય વિષે આયુર્વેદ ના દ્રષ્ટિકોણ થી આ સમસ્યાઓના સમાધાન વિષે જાણીશું જે આડઅસર વિનાની અને સલામત છે.
પાતળાપણા નો ઉપાય
અપેક્ષિત ગર્ભાવસ્થા
આ કોલમમાં આપણે જાણીશું – ગર્ભ એટલે શું? ઉત્પત્તિ, સંભાળ, અને સારવાર વિગેરે વિષે. આ ઉપરાંત ગર્ભસ્થ શિશુની સાર-સંભાળ અને થોડા ઉછેર વિશેના આયુર્વેદ અંગેના વિચારો વિષે સમજવા લાયક સમજણ.
માતૃત્વની સંભાળ
પ્રસવ બાદ યોનિમાં ચેપ, ચાંદી, દુખાવો વિગેરે સમસ્યા આવી પડે, સગર્ભાને બાળકને જન્મ આપ્યા પછી પ્રસૂતરોગ થાય કે જેને સુવારોગ પણ કહે છે, અને સ્તનના રોગો પણ થાય છે. આ ઉપરાંત વાત, પિત્ત, કફ્ફ કે ત્રિદોષથી પણ અનેક રોગો સંભવ છે. આ કોલમમાં જુદા જુદા રોગો સામે રક્ષણ મેળવવા કેવા પ્રકારે ઉપાયો કરવા તેની માહિતી મેળવીશું.
શિશુની સંભાળ
બાળકના જન્મબાદ તેનો ઉછેર અને તેનું સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી જરૂરી બની જાય છે. બાળકના જન્મ પહેલા અને પછી માતા જે આહાર લે છે તેની અસર શિશુ ઉપર જરૂર પડે છે. માતાએ લીધેલા આહાર ના ગુણો તેના દૂધમાં પ્રવિષ્ટ થયેલા હોય છે. શિશુ નીરોગી રહે તે માટે માતાનું ધાવણ ખૂબ મહત્વ ધરાવે છે. બાળકના ઉછેરમાં કોઈ ચૂક રહી જાય તો પરિણામ ખરાબ આવી શકે છે. બાળક સાથેનું વર્તન અને ઘણું બધુ અહી જાણવા પ્રયત્ન કરીશું.
અનિચ્છનીય ગર્ભ
આ કોલમમાં આપણે જાણીશું કે મૂઢ ગર્ભ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? વાયુથી ગર્ભનું સુકાવું તેમજ ગર્ભ ન રહે તેવી સાવચેતીઓ કઈ રીતે રાખવી અને ક્યાં ઉપાયો યોજવા.
બિનઆરોગ્યપ્રદ ગર્ભ
અહી જાણવા પ્રયત્ન કરીશું કે ગર્ભ કે ગર્ભવતી સ્ત્રી ને ગર્ભકાળ દરમિયાન શું શું તકલીફ થઇ શકે અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય. આ સાથે ગર્ભપાત અને ગર્ભપાત સાથે જોડાયેલી બાબતોની ચર્ચા પણ અહી જોઈશું. ગર્ભ સ્ત્રવી ન જાય કે ગર્ભપાત ન થાય તે માટેની જાગૃતિ અને આડ અસર વિનાની આયુર્વેદિક વિશેની થોડી સારવાર પણ જાણીશું.
સ્વસ્થ ગર્ભવતી
તંદુરસ્તી જાળવી રાખવા માટે ગર્ભીણીએ ખાસ નિયમો પાળવા જોઈએ જેથી માતા અને બાળક બંનેની તબિયત સ્વસ્થ રાખી શકાય. ગર્ભની રક્ષા માટે માસવાર જે ઉપાયો કરવા જોઈએ તે, તેમજ સુખેથી પ્રસવ થાય તે માટેના ઉપચાર અને જો પ્રસવ સમયે પીડા થાય ત્યારે શું ઉપચાર કરવા તે અંગે અહી જાણીશું.
કહેવાય છે કે સ્ત્રી બાળક ને જન્મ આપ્યા પછી સંપૂર્ણ સ્ત્રી બને છે. તેનું માં બનવું એ ઈશ્વરીય ભેટ છે. ઘણી સ્ત્રીઓ જુદા જુદા કારણો કે ખામીઓ થકી માં બનવામાં અને સામાન્ય જીવન જીવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે એક પ્રયાસ થકી પીડિત મહિલાઓને મદદ રૂપ થવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પોતાના બાળકોને રોગમુક્ત રાખવા અને સામર્થ્યવાન બનાવવા માટે દરેક માતા પિતાએ સાવધાન થવું જોઈએ. બાળકોને બળવાન, બુદ્ધિવાન અને હોનહાર બનાવવા માટે અહી થોડા ઉપાયો મળશે. સ્તનપાન કરતા શિશુઓને થતા રોગો જેવા કે મોઢા ના રોગો, ગળાના રોગો, ચામડીના રોગો, આંખોના રોગો, ગુદ્દાના રોગો, ઝાડા, તાવ, મંદાગ્ની, દાંત, વિગેરે ના ઉપચારો વિષે અહી જાણીશું.
ગુદ્દામાર્ગ ના રોગો
અયોગ્ય ખાન પાન, અનિયમીતતા, ખોટી કુટેવો, અને વ્યસન થી મોટા ભાગે આવા ગુદ્દામાં થતા રોગો થઇ શકે છે. થોડી સાવધાની રાખવાથી આ રોગ ને આવતા અટકાવી શકાય છે. છતાંપણ કોઈ કારણોસર આવા રોગ પૈકી કોઈ રોગ થયો હોય તો તેનાથી કેમ છુટકારો મેળવવો તે વિષે સવિસ્તાર જાણીશું.
મધુમેહ
મધુમેહ કે જેને આપણે ડાયાબીટીસ તરીકે ઓળખીએ છીએ. સૌ કોઈ આ રોગ વિષે જાણવા છતાં તેની ગંભીરતા વિષે અજાણ છે. મધુમેહ સામાન્યતઃ.બધા જ દેશોમાં પ્રસરી ગયો જાણવામાં આવે છે. આ રોગ જો હોય તો અને આ રોગ આવવાની શક્યતાઓ હોય ત્યારે શું કરવું તે વિષેના ઔષધીય ઉપચારો વિષે અહી જાણીશું.
હૃદયરોગ
સમગ્ર દુનિયામાં પ્રસરી ગયેલો રોગ એટલે હૃદયરોગ, આ રોગ ક્યારેક એટલો ઘાતક સાબિત થાય છે કે રોગીને જીવ ગુમાવવો પડે છે. આ રોગ પાંચ પ્રકારથી થાય છે જેની આપણે અહી ચર્ચા કરીશું અને તેના ઉપાયો જોઈશું. આશા છે કે આ લેખથી ઘણા લોકો જાગૃત થશે અને ફાયદો પણ લઇ શકશે.
સ્ત્રીઓ ને પરેશાન કરતા રોગો કે જે સામાન્ય અને પ્રસન્નતા પૂર્વક જીંદગી જીવવામાં અડચણો પેદા કરે છે, તેમજ તેણી અંગત દાંપત્ય જીવનને પણ અસર કરે છે તેવી સમસ્યાઓ નું નિરાકરણ વિષે અહી જાણીશું.
માસીક સબંધીત અને યોની સબંધીત કેટલાક દોષો થી ઉદભવેલા રોગો અને તેના ઉપચારો કરી કેવી રીતે સામાન્ય જીવન જીવી શકાય તે સબંધમાં પણ આવશ્યક જાણકારી પ્રાપ્ત કરીશું.
પુરુષોમાં જોવા મળતા ગુપ્તરોગો જેવા કે નપુંસકતા, લિંગ ના રોગો, સંભોગ વિષે ની સમસ્યાઓ વિગેરે બાબતે અહી વિસ્તૃત ચર્ચા જોઈશું. પુરુષો માં થતા જુદા જુદા ગુપ્તરોગો અને સમસ્યાઓથી કેવી રોતે બચી શકાય તે પણ જાણીશું.
આં સાથે ઉત્પન્ન થયેલી સમસ્યાઓનું સમાધાન અને ઉપચારો વિષે જાણીશું જેથી તેઓ સુખ પૂર્વક પોતાનું જીવન જીવી શકે.
તાવ
આઠ પ્રકારના તાવ કે જેનુ આયુર્વેદમાં વર્ણન કરવામાં આવેલું છે, અને આ ઉપરાંત શરીર અને મન ઉપર અસર કરતી બાબતો ને કારણે જે તાવ આવે છે તે પણ અહી જોઈશું. તાવ સામાન્ય બાબત છે પરંતુ જો તેની યોગ્ય સમયે યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. અહી વાચકોને તાવ વિષે અમુલ્ય જાણકારી અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ચર્મ રોગો
ચામડીના રોગો આજકાલ સામાન્ય થઈ ગયા છે તેનું કારણ છે દૂષિત થયેલું પાણીનું સેવન તેમજ દૂષિત તેમજ વાસી અને બિન આરોગ્યપ્રદ ખોરાકનું સેવન .જો આનાથી બચવું હોય તો પ્રથમ ખાવા-પીવાની ખોટી ટેવોને સુધારવી તેમજ નિયમિત જીવન ક્રમ બનાવવો અને યોગ્ય ઉપચારનું આયોજન કરવું.